Only Gujarat

FEATURED

LPG સિલેન્ડર જાતે લેવા જાવ તો એજન્સીએ આપવા પડે આટલા રૂપિયા, જાણો નિયમ

નવી દિલ્હીઃ ગેસ સિલેન્ડરનો ઉપયોગ લગભગ તમામ ઘરમાં થાય છે. તે સિવાય સરકાર ઉજ્જવલા યોજનામાં તમામ લોકોને ગેસ સિલેન્ડર આપવામાં આવી રહ્યા છે પરંતુ મોટાભાગના લોકો જે સિલેન્ડરનો ઉપયોગ કરે છે તેને લઇને નિયમ જાણતા હોતા નથી. જો કોઇ ગેસ એજન્સી તમને સિલેન્ડરની હોમ ડિલિવરી નથી કરતી તો તમારે સિલેન્ડર લેવા માટે એજન્સીના ગોડાઉન જવું પડે છે. એવામાં તમે તે ગેસ એજન્સી પાસેથી એક નક્કી રકમ લઇ શકે છે. આ  માટે તમને ગેસ એજન્સી ના પાડી શકે નહીં.

તમારી પાસે જે પણ એજન્સીનું કનેક્શન હોય તેના ગોડાઉનથી જો તમે જાતે જ સિલેન્ડર લાવો છો તો એજન્સી પાસેથી તમે 19 રૂપિયા 50 પૈસા પાછા લઇ શકો છો. કોઇ પણ એજન્સી આ રકમ આપવાનો ઇનકાર કરી શકે નહીં. વાસ્તવમાં આ રકમ ડિલિવરી ચાર્જ તરીકે તમારી પાસેથી લેવામાં આવે છે. તમામ કંપનીઓ સિલેન્ડર માટે આ રકમ નક્કી કરી છે. જોકે, મહિના અગાઉ આ રકમને વધારવામાં આવી છે. અગાઉ ડિલિવરી ચાર્જ 15 રૂપિયા હતો જે હવે વધારીને 19 રૂપિયા 50 પૈસા કરવામાં આવ્યો છે.

કોઇ પણ એજન્સીનો સંચાલક તમને આ રકમ આપવાની ના પાડે છે તો તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર તેની ફરિયાદ કરી શકો છો. હાલમાં ગ્રાહકોને સબસીડી વાળા 12 સિલેન્ડર આપવામાં આવે છે. આ ક્વોટા પુરા થયા બાદ માર્કેટ રેટ પર સિલેન્ડર ખરીદવા પડે છે.

જો તમારા  સિલેન્ડરનું રેગ્યુલેટર લીક હોય તો તમે તેને ફ્રીમાં એજન્સી પાસેથી બદલાવી શકો છો. આ માટે તમારી પાસે એજન્સીનું સબ્સિક્રિપ્શન વાઉટર હોવું જરૂરી છે. તમારે લીક રેગ્યુલેટર લઇને એજન્સી પાસે જવાનું રહેશે. સબ્સક્રિપ્શન વાઉચરના અને રેગ્યુલેટર નંબરને મેળવવામાં આવશે. બંન્ને નંબર મેચ થશે તો રેગ્યુલેટર બદલી આપવામાં આવશે. આ માટે કોઇ ચાર્જ ચૂકવવો નહી પડે.

જો તમારુ રેગ્યુલેટર કોઇ કારણથી ડેમેજ થઇ જાય છે તો એજન્સી તેને બદલી દેશે. પરંતુ આ માટે એજન્સી કંપની ટેરિફ અનુસાર તમારી પાસે રકમ જમા કરાવશે. આ રકમ 1500 રૂપિયા સુધી હોઇ શકે છે.

જો તમારુ રેગ્યુલેટર ચોરી થઇ જાય છે તો એજન્સી પાસેથી નવું રેગ્યુલેટર ઇચ્છો છો તો તમારે પહેલા પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવી પડશે. એફઆઇઆર રિપોર્ટની કોપી જમા કરાવવા પર એજન્સી રેગ્યુલેટર બદલી આપશે.રેગ્યુલેટર ખોવાઇ જાય છે તો 250 રૂપિયાની રકમ જમા કરીને એજન્સી પાસેથી પોતાનું રેગ્યુલેટર લઇ શકો છો. ગ્રાહકોની સુવિધા માટે હવે મલ્ટીફંક્શનલ રેગ્યુલેટર પણ આવી ચૂક્યા છે. જેમાં રેગ્યુલેટર બતાવે છે કે સિલેન્ડરમાં કેટલો ગેસ છે.

 

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page