Only Gujarat

Bollywood

આદિત્ય નારાયણ સાથે જોવા મળી નેહા કક્કરની શાનદાર કેમિસ્ટ્રિ, ગોવા બીચ પર મળ્યા જોવા

મુંબઇઃ સિંગર નેહા કક્કર છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહે છે. આ પાછળનું કારણ દિગ્ગજ સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ છે. વાસ્તવમાં તાજેતરમાં જ એવા રિપોર્ટ આવ્યા હતા જેમાં કહેવામાં આવી રહ્યુ હતું કે નેહા કક્કર અને આદિત્ય નારાયણ જલદી લગ્ન કરી શકે છે. એવામાં એકવાર ફરી નેહા કક્કર અને આદિત્યની કેટલીક તસવીરો સામે આવી છે. તસવીરોમાં નેહા કક્કરની સાથે ફક્ત આદિત્ય જ નહી પરંતુ નેહાનો ભાઇ ટોની કક્કર પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીર ગોવાના બીચની છે.

એક તરફ તમામ લોકો નેહા અને આદિત્યના લગ્નને લઇને વાતો કરી રહ્યા છે તો બીજી તરફ આ તસવીરો અને તેના કેપ્શનને જોતા લાગી રહ્યું છે કે આ કોઇ વીડિયો શૂટ બાદની તસવીરો છે. નેહા કક્કરે તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, #ગોવા બીચ, 10 ફેબ્રુઆરીના રોજ થશે રીલિઝ

નોંધનીય છે કે આ તસવીરો સિવાય તાજેતરમાં જ સોની ટીવીએ નવો પ્રોમો જાહેર કર્યો છે. જેમાં આદિત્ય નારાયણ અને નેહા કક્કર સ્ટેજ પર કાટે નહી કટતે દિન યે રાત પર રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરી રહયા છે. વીડિયોમાં ડાન્સ ડાન્સ કરતા આદિત્ય નેહાને ઉઠાવી લે છે અને પોતાના પ્રેમનો એકરાર કરે છે.

નેહા અને આદિત્યનો પ્રેમ જોઇને સ્ટેજ પર રહેતા કાર્તિક કહે છે કે આદિત્ય મારે તમને અભિનંદન આપવા છે. 14 ફેબ્રુઆરીના રોજ તમારા લગ્ન છે. કાર્તિકના અભિનંદન સાંભળીને નેહા અને આદિત્ય શરમાઇ જાય છે. નોંધનીય છે કે શોમાં કાર્તિક અને સારા પોતાની આવનારી ફિલ્મ આજકલ-2ના પ્રમોશન માટે પહોંચ્યા હતા

 

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page