Only Gujarat

Bollywood

બોલિવૂડના ગ્રાન્ડ વેડિંગમાં ઐશ્વર્યાનો જલવો, રેડ લિપસ્ટિક સાથે હળવી સ્માઈલથી ચલાવ્યો જાદુ

મુંબઈ: બોલિવૂડમાં પણ લગ્નની સિઝન ચાલી રહી છે. કરીનાના ફોઇના દીકરા અરમાન જૈનના કાલે લગ્ન યોજાયા હતા. અરમાન જૈને ગર્લફ્રેન્ડ અનીષા મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા હતા. આ લેવિશ વેડિંગમાં બોલિવૂડના અનેક સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા. આ લગ્નમાં આખું બચ્ચન ફેમિલી પણ આવ્યું હતું, જેમાં કેમેરામેનની નજર ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા પરથી ખસતી નહોતી.

કરીનાના ભાઈ અરમાન જૈનના લગ્નમાં આખું બચ્ચન પરિવાર એક જ ફ્રેમમાં જોવા મળ્યું હતું. બચ્ચન ફેમિલીએ કેમરામેનને ઘણા પોઝ પણ આપ્યા હતા.

અભિષેક બચ્ચને અને ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યા સાથે પોઝ આપ્યા હતા. ઓફ વ્હાઈટ કલરના ડ્રેસમાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગતી હતી. ઐશ્વર્યાએ રેડ લિપસ્ટિક અને હળવા મેકઅપ સાથે ગળામાં નેકલેસ પહેર્યો હતો. જ્યારે અભિષેક જોધપુરી સૂટમાં આવ્યો હતો.

આ વેડિંગમાં ઐશ્વર્યાની દીકરી પણ છવાઈ ગઈ હતી. રેડ કલરની ચોલીમાં આરાધ્યા ખૂબ જ ક્યૂટ લાગતી હતી. આરાધ્યાએ મમ્મી-પપ્પાની વચ્ચે રહીને પોઝ આપ્યા હતા. આરાધ્યાની હાઈટ ખૂબ વધી રહી છે. આરાધ્યા મમ્મી ઐશ્વર્યાના ખભા સુધી પહોંચવા આવી છે. આરાધ્યા ઉંચાઈની બાબતમાં પપ્પા અભિષેક અને દાદા અમિતાભ પર ઉતરે તો નવાઈ નહીં.

વેડિંગમાં અમિતાભ બચ્ચન ટ્રેડિશનલ સૂટ પર શાલ ઓઢીને આવ્યા હતા. તેમણે હાથ ઉંચો કરીને મીડિયાનું અભિવાદન પણ કર્યું હતું. જયા બચ્ચન પણ રેડ સાડી પહેરીને લગ્નમાં હાજર રહ્યા હતા.

અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા અને અરમાન જૈન સંબંધી થાય છે. બંને વચ્ચે દિયર-ભાભીનો સંબંધ છે. અરમાન જૈનના મમ્મી રીમા જૈન અને શ્વેતાના સાસુ ઋતુ નંદા બંને બહેનો છે. બંને રાજ કપૂરની દીકરીઓ છે. ઋતુ નંદાનું હાલમાં કેન્સરની બીમારીના કારણે નિધન થયું હતું.

You cannot copy content of this page