Only Gujarat

Bollywood

‘બિગ બોસ’ના ઘરમાં ‘કિન્નર બહુ’ થઈ રોમેન્ટિક, લિપ કિસ કરતી મળી જોવા

બિગ બોસ 14માં આ વિકેન્ડમાં બહુ જ મજા આવશે. શોમાં ડાન્સના મહારથીની એન્ટ્રી થવાની છે તે કન્ટેસ્ટેટ્સની વચ્ચે પ્યાર-રોમાન્સ અને મસ્તીની વ્યવસ્થા કરવામાં આવી છે. બિગ બોસના અપકમિંગ પ્રોમોમાં રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળશે. હાલ આ પ્રોમો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.

પ્રોમોમાં બન્ને બીવી નંબર વનના સોંગ પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. અભિનવ પોતાની પત્ની રૂબિનાને દરેક રીતે ખુશ કરવાની કોશિશ કરી રહ્યો છે. તે તેને ઘણીવાર કોફી બનાવીને પણ પીવડાવે છે. બન્ને એક બીજાને પ્રેમની લિપકિસ કરતાં પણ જોવા મળ્યાં છે.

ખાસ કરીને શોમાં અભિવન, રૂબિનાની દરેક માનતો જોવા મળી રહ્યો છે. એક ટાસ્ક દરમિયાન તેણે રૂબિનાને ફેશિયલ પણ કર્યું હતું. આ અવસર પર બન્નેનો પ્રેમ જોવા મળે છે, જ પછી ટાસ્ક જ કેમ ના હોય.

બન્નેએ કરવા ચૌથના વ્રતની પણ ઉજવણી બિગ બોસના ઘરમાં કરી હતી. રૂબિનાએ અભિનવ માટે વ્રત રાખ્યું હતું. તેનું ધ્યાન રાખતા બિગ બોસે રૂબિના માટે પૂજાનો તમામ સામાનની વ્યવસ્થા કરી આપી હતી.

રાહુલ વૈદ્યે પણ ડાન્સ કર્યો છે. તે આઈ એમ ધ બેસ્ટના સોંગ પર સોલો પર્ફોમન્સ આપતો જોવા મળ્યો હતો.

અલી ગોની અને જૈસ્મિન ભસીને શુદ્ધ દેસી રોમાન્સના ‘લવ લાઈફ’ સોંગ પર પોતાનું બોન્ડિંગ બતાવ્યું હતું. બન્ને બિગ બોસના ઘરના બે અલગ-અલગ ભાગોમાં રહીને સ્ટેપથી સ્ટેપ મળાવતાં જોવા મળ્યા હતાં.

નિક્કી અને જાનની વચ્ચે પણ ફ્લર્ટિંગ જોવા મળી રહી છે. તેણે ‘ખાલી પીલી’ સોંગ પર ડાન્સ કર્યો હતો જેમાં જાન નિક્કીની પાછળ પડ્યો તે જોવા મળ્યું હતું.

રૂબિના અને અભિનવ સિવાય વિકેન્ડમાં એઝાજ અને પવિત્રાની ટશન પણ જોવા મળી હતી. બન્નેએ અલ્લાહ દુહાઈ સોંગ પર જબરદસ્ત પર્ફોમન્સ આપ્યું હતું. જેમાં વિવાદ ભર્યો પ્રેમ સ્પષ્ટ જોવા મળી શકે છે.

You cannot copy content of this page