Only Gujarat

FEATURED National

લગ્નના ત્રણ વર્ષ બાદ જ પતિના બંધાયા આડા સંબંધો ને અચાનક જ પડી ગઈ પત્નીને ખબર ને પછી…

‘પતિ-પત્ની ઔર વો’નો કિસ્સો આપણે ઘણીવાર જોયો છે અને સાંભળ્યો છે પરંત મધ્ય પ્રદેશમાં તો વાત આનાથી પણ આગળ નીકળી ગઈ છે. અહીં એક મહિલાએ પોતાના પતિના લગ્ન તેની જ ગર્લફ્રેન્ડ સાથે કરાવ્યા હતાં. ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટના મધ્ય પ્રેદશની રાજધાની ભોપાલની છે જ્યાં લગ્નના ત્રણ વર્ષ બાદ પત્નીએ જ પોતાના પતિના લગ્ન તેની જ ગર્લફ્રેન્ડ સાથે કરાવ્યા હતાં જેની સાથે તેના પતિના લગભગ એક વર્ષથી સંબંધ હતાં.

ફેમિલી કોર્ટના વકીલ રજની રાજાનીએ જણાવ્યું હતું કે, તેની પાસે થોડા દિવસો પહેલા એક પુરૂષ અને મહિલા કાઉન્સલિંગ માટે આવ્યા હતાં. શખ્સે કહ્યું કે, તેના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તેનું એક મહિલા મિત્રની સાથે સંબંધ બંધાયો છે. વાત એટલી બધી આગળ વધી ગઈ હતી કે, મહિલા મિત્રએ લગ્ન ના થવા પર આત્મહત્યા સુધીની કોશિશ કરી લીધી હતી.

શખ્સે કહ્યું કે, ત્યાર બાદ તેને પણ અહેસાસ થયો કે હું મહિલા સાથી વગર રહી શકીશ નહીં, એવામાં તેણે શું કરવું જોઈએ. શખ્સે વકીલને કહ્યું કે, તેની પત્નીની તેનાથી કોઈ વાંધો નથી અને તે તેણે દરેક રીતે ખુશ રાખે છે અને આના માટે પતિ પત્ની અને મહિલા મિત્રમાંથી કોઈને પણ છોડવા માંગતો નથી. પતિને પતિ અને મહિલા સાથી સાથે એટલો બધો લગાવ થઈ ગયો હતો કે બંન્ને વગર એક દિવસ પણ રહી શકે તેમ નથી.

ફેમિલી કોર્ટના વકીલ રજની રાજાનીએ શખ્સને કહ્યું કે, કાયદાકીય રીતે આ અશક્ય નથી કે તે બન્ને મહિલાઓની સાથે રહી શકે. શખ્સની સાથે આવેલા મહિલા મિત્રને પણ રજની રાજાનીએ બહુ જ સમજાવાની કોશિશ કરી અને કહ્યું કે, તે કોઈનું વસેલું ઘર તોડવાની કોશિશ ના કરે પરંતુ મહિલા મિત્ર માનવા તૈયાર જ નહોતી.

બીજા દિવસે ફેમિલી કોર્ટના વકીલે શખ્સ અને તેની પત્નીને બોલાવ્યા અને તેમની કાઉન્સલિંગ કરી હતી. આ દરમિયાન પત્નીએ કહ્યું કે, તેનો પતિ શું ઈચ્છે છે. આ સાંભળીને પત્ની બહુ દુખ થયું અને રડવા લાગી. પરંતુ ઘણીવાર વાતચીત ચાલી ત્યાર બાદ તેમની પાસે એક દિવસનો સમય માંગ્યો.

બીજા દિવસે તે ફરીથી પોતાના પતિનીસાથે વકીલની ઓફિસે પહોંચી જ્યાં કહ્યું કે, તે ખુદ હવે આવા શખ્સની સાથે જીવન જીવી શકશે નહીં જે આટલું સમર્પણ છતાં પણ બીજી મહિલા સાથે સંબંધ રાખે છે.

પત્નીએ કહ્યું કે, તે કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરતાં પતિને તલાક આપવા માગે છે. પરંતુ પતિએ જ્યારે પત્નીને કહ્યું કે, તે તેણે ખાધા ખોરાકી અને પોતાની પ્રોપર્ટી તેને આપવા માગે છે તો પત્નીએ તેને લેવાનો ઈન્કાર કરતાં કહ્યું કે, તે સંબંધની સાથે આત્મસન્માનનું પણ સમાધાન નહીં કરે અને તેને કંઈ લેવું નથી. ત્યાર બાદ પત્નીએ કોર્ટમાં તલાકની અરજી આપી અને પતિથી તલાક લઈ લીધા.

You cannot copy content of this page