Only Gujarat

National

પોલીસે રસ્તા વચ્ચે મોંઘીદાટ કાર રોકી, સ્વરૂપવાન યુવતી ગુસ્સાથી લાલચોળ

નૈનીતાલ (ઉત્તરાખંડ): ઘણીવાર જોવા મળે છે લક્ઝુરિયસ કારમાં બેસીને ધનિકો તમામ ટ્રાફિક નિયમ ભૂલી જતા હોય છે. જો ભૂલથી પણ પોલીસકર્મી તેમને અટકાવે તો તેમને ધમકાવવા લાગે છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં પણ આવી જ એક ઘટના જોવા મળી હતી. જ્યાં 6 કરોડ રૂપિયાની મોંઘી કારમાં ફરી રહેલી પ્રવાસી મહિલાઓ પોલીસકર્મી સાથે દૂર્વ્યવહાર કરી તેમને વર્દી ઉતરાવી દેવાની ધમકી આપી હતી.

નૈનીતાલના ઈન્ડિયા હોટલ ચાર રસ્તા પર પોલીસે એક વૈભવી કારને અટકાવી હતી. કારણ કે તેની પર બ્લેક ફિલ્મ લાગેલી હતી. પોલીસે કાર અટકાવતા એક મહિલા નીચે ઉતરી અને પોલીસકર્મી સાથે અયોગ્ય વ્યવહાર કરવા લાગી. તેણે પોલીસને ધમકાવતા કહ્યું કે,‘તારી ઔકાત શું છે… તો મારી ગાડીનું મેમો ફાડવા આવ્યો છે. પહેલા કારને અડીને તો દેખાડ, પૈસા જોતા હોય તો કે અમે આમ જ તમને આપી દઈશું..’

પ્રવાસીઓ અને સ્થાનિક લોકો વચ્ચેનો વિવાદ વધ્યો ત્યારે મહિલાના સાથી કહેવા લાગ્યા કે,‘તમારા જેવા લોકોની ઔકાત શું છે, તમારા જેવા લોકો અમારા ઘરે કચરા-પોતા કરવા આવે છે.’ જે પછી સ્થાનિક લોકો ભડકી ગયા અને હંગામો કરવા લાગ્યા અને પ્રવાસીઓની કારને આગળ વધવા દીધી નહીં. પોલીસે પછીથી 6 કરોડ રૂપિયાની કારને કબ્જે કરી હતી.

આ મામલે એસઓ વિજય મેહતાએ જણાવ્યું કે,‘પોલીસ અને સ્થાનિક લોકો સાથે દુર્વ્યવહાર કરનાર પ્રવાસીઓ દિલ્હીના વસંત વિહારના છે. તેમના નામ શિવમ કુમાર મિશ્રા, સંદીપ લામા, વિવેક અને સ્મિતા અગ્નિહોત્રી છે.

ચેકિંગ દરમિયાન તેમણે દુર્વ્યવહાર કરતા પોલીસકર્મી રાજકુમારની વર્દી ઉતારવાની ધમકી આપતા તેમને અપશબ્દો કહ્યાં હતા. તેમની વિરુદ્ધ ઘણી ધારાઓ હેઠળ કેસ નોંધી કાર સીઝ કરી છે. રાતે તમામને કોર્ટમાં રજૂ કરાયા હતા, જે પછી તેમને જામીન પર મુક્ત કરાયા હતા.’

You cannot copy content of this page