Only Gujarat

National

યુવતી પર આખા દેશમાં થઈ રહ્યું છે થુ થુ, હવે ડ્રાઈવર વિશે કરી આવી વાત

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કેબ ડ્રાઈવરને માર મારનારી યુવતીએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. પ્રિયદર્શિની યાદવના અકાઉન્ટથી યુવતીએ પોતાને નિર્દોષ તથા ડ્રાઇવરને દોષિત ગણાવ્યો છે. તેણે કહ્યું હતું કે બધા તેને જવાબદાર ઠેરવે છે કે તેણે ડ્રાઇવરને માર માર્યો છે. જોકે, કોઈ તેનો પક્ષ સાંભળવા તૈયાર નથી. તેણે ડ્રાઇવરને નશેડી કહ્યો હતો. આ દરમિયાન યુવતીનો અન્ય એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પડોશીઓ સાથે ઝઘડો કર્યો હતો. કહેવાય છે કે તે અવારનવાર પડોશીઓ સાથે ઝઘડો કરતી હોય છે.

પોસ્ટમાં શું કહ્યું છે? યુવતીએ કહ્યું હતું, સ્મોક એન્ડ ડ્રાઇવ. બધા મને બ્લેમ કરે છે કે મેં તેને માર માર્યો. કોઈ પણ મારી વાત જાણવા તૈયાર નથી. હું લગભગ રોડ ક્રોસ કરી ચૂકી હતી અને ત્યારે રેડ સિગ્નલ હતું. ત્યારે તે નશેડી ડ્રાઇવરે મારી કારને ટક્કર મારી હતી. હું ભગવાનની કૃપાથી બચી ગઈ. તે પોતાની ભૂલ માનવા તૈયાર નહોતો અને મારી સાથે દલીલો કરતો હતો. આથી જ મેં તેને તમાચા માર્યા. જો કોઈને લાગે છે કે મેં કાયદો હાથમાં લીધો તો હું માફી માગું છું. જોકે, ચૂપ રહેવાને બદલે મેં એન્ટિ સોશિયલ એલિમેન્ટ્સને જવાબ આપ્યો છે. સંઘી તથા ભક્ત મને ફેક ફેમિનિસ્ટ અને ઘણું બધું કહે છે. કેન્ડલ માર્ચ કરતાં તો આ સારું જ છે.

યુવતીનો જૂનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે પડોશી સાથે ઝઘડો કરે છે. વીડિયો પરથી ખ્યાલ આવે છે કે તે પોતાના પડોશીના ગેટનો રંગ જોઈને ગુસ્સે થાય છે. તે રંગ બદલવાનું કહે છે. યુવતીએ પોલીસ પણ બોલાવી હતી. વીડિયોમાં પોલીસ યુવતીને સમજાવે છે અને અન્ય લોકો તેની પર હસી રહ્યા છે.

વિચિત્ર વર્તન જોવા મળ્યુંઃ હાલમાં જ યુવતી એક ખાનગી ચેનલની ડિબેટમાં સામેલ થઈ હતી. અહીંયા તેનો વ્યવહાર અસામાન્ય હતો. તે ચેનલમાં વારંવાર વર્ષ પહેલાના સીસીટીવી ફુટેજ માગતી હતી. તેણે એવો દાવો કર્યો હતો કે તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે આ ઘટના પછી યુવકોએ તેને ઘેરીને માર માર્યો હતો.

શું હતી ઘટના? 30 જુલાઈના રોજ લખનઉના આલમબાગ ચાર રસ્તા પર રાતના 9 વાગે ઓલા કાર ડ્રાઇવર વેગનાર ચલાવતો હતો. ત્યારે જ તેની કાર આગળ એક યુવતી આવી ગઈ હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેણે કાર તેની કાર પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીએ ડ્રાઈવરનો કોલર પકડીને કારની બહાર કાઢીને માર માર્યો હતો. તેણે ડ્રાઈવરનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. રસ્તા પરના લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ તેમની સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો હતો ત્યારબાદ પોલીસે તે ત્રણ યુવકો પર કેસ કર્યો હતો.

બે દિવસ બાદ ચાર રસ્તાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા, ત્યારે પોલીસ તથા યુવતીની પોલ ખુલી હતી. આ ફુટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે ડ્રાઇવર નિર્દોષ છે. તેની કાર યુવતીની કારને ટચ પણ થઈ નહોતી. ફુટેજના આધારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલિવાલને યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ત્યારબાદ સો.મીડિયાએ યુવતીની ધરપકડની ડિમાન્ડ કરી હતી.

 

You cannot copy content of this page