Only Gujarat

National

મક્કમ મનોબળથી યુવાને કઠીન સમયમાં પણ રસ્તો કાઢ્યો, આજે રોજ કરે છે હજારોની કમાણી

અમદાવાદઃ કોરોનાને કારણે અનેક લોકોની નોકરી જતી રહી છે. કેટલાંક હિંમત હારી ગયા છે તો કેટલાંકે આ મુશ્કેલ સમયનો હિંમતથી સામનો કર્યો છે. આજે અમે તમને એવા જ એક નવયુવાનની વાત કરીશું, જેણે નોકરી જવાથી નિરાશ થવાને બદલે પોતાના મક્કમ મનોબળથી પોતાની જાતને સાબિત કરી છે. આજે વાત કરીશું જમ્મુના નરેન સરાફની. સરાફે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. તે હોટલ તાજમાં નોકરી કરવા માગતો હતો. તેની પસંદગી પણ થઈ ગઈ હતી. જોકે, ત્યારે જ કોરોના આવી ગયો અને તેના હાથમાં આવેલી નોકરી જતી રહી. નોકરી જવાથી નરેન હતાશ થયો નહીં અને તેણે પોતાના ઘરે જ રેસ્ટોરાં શરૂ કરી. માત્ર બે મહિના બાદ નરેન આજે મહિને 1 લાખની કમાણી કરે છે.

નવરા બેઠાં બેઠાં વિચાર આવ્યોઃ 23 વર્ષીય સરાફે સ્પેશિયલ મેન્યૂ તૈયાર કર્યું હતું.હોટલ મેનેજમેન્ટના કોર્સ દરમિયાન જોધપુરના ઉમેદ ભવનમાં ઈન્ટર્નશિપ કરી હતી. અહીંયા તેના કામને વખાણવામાં આવ્યું હતું. અહીંથી તેની પ્રોફાઈલ તાજ હોટલ મોકલવામાં આવી હતી. માર્ચ 2020માં સરાફની પસંદગી કરવામાં આવી હતી. તેણે સપ્ટેમ્બર મહિનામાં જોઈન કરવાનું હતું. જોકે, કોરોનાને કારણે શક્ય બન્યું નહીં. નવરા બેસીને સરાફે કેટલીક રેસિપી બનાવી હતી. વેજ તથા નોન વેજ રેસિપી સંબંધીઓને આપી હતી. સંબંધીઓને આ રેસિપી ઘણી જ પસંદ આવી હતી. ત્યારબાદ સરાફે પોતાની રેસ્ટોરાં શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

સરાફે ‘આઉટ ઓફ ધ બોક્સ’ નામની રેસ્ટોરાં શરૂ કરી હતી. તેમાં ભોજનના ટેસ્ટ પર ફોકસ કરવામાં આવે છે. ભોજનમાં નોર્થ ઈન્ડિયન, વેજ-નોનવેજ સાઉથ ઈન્ડિયન હોય છે. આ સાથે જ યુવાઓને ધ્યાનમાં રાખીને કાબલી કબાબ તથા બર્ગર બનાના પણ હોય છે.

ત્રણ મહિનામાં કમાણી એક લાખ રૂપિયાઃ સરાફે મદદ માટે બે લોકો રાખ્યા હતા. આ સાથે જ પરિવારના સભ્યો પણ મદદ કરે છે. ગયા વર્ષે નવેમ્બરમાં સરાફે ઘરેથી રેસ્ટોરાંની શરૂઆત કરી હતી. તેણે પોતાનું મેન્યૂ સોશિયલ મીડિયામાં શૅર કર્યું હતું. આ કામમાં મિત્રોએ પણ મદદ કરી હતી. ધીમે ધીમે ગ્રાહકોની સંખ્યા વધવા લાગી હતી.

રોજ 3-4 હજારની કમાણીઃ સરાફ ઘરના રસોડામાં જ ભોજન તૈયાર કરે છે. એક ટેક અવે તથા હોમ ડિલિવરી. અત્યારે રોજના આઠથી 10 ઓર્ડર મળે છે, જેનું બિલ 1500-2000 રૂપિયાનું હોય છે. આ રીતે ખર્ચો કાઢતા 3-4 હજારનો નફો થાય છે.

 

You cannot copy content of this page