Only Gujarat

Bollywood FEATURED

TVની નાગિનનો પતિ પત્નીના બેબી બમ્પ સાથે કરી રહ્યો છે મસ્તી, જુઓ તસવીરો

મુંબઈઃ ટીવીની નાગિનના નામથી ફૅમશ અનીતા હસનંદાની હવે ગમે ત્યારે મા બની શકે છે. ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન દરમિયાન અનીતાએ ઑક્ટોબરમાં પોતાની પ્રગ્નન્સિની વાત પબ્લિકલી કરી હતી. અનીતા અને રોહિતે એક વીડિયો શેર કરી ક્રિએટીવ રીતે ખુશખબર જણાવ્યા હતા. અનીતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર પોતાના ફોટો શેર કરતી રહે છે. અનીતાના પતિ રોહિત રેડ્ડી તેમના બાળકની આતુરતાથી રાહ જોવે છે. હાલમાં અનિતાએ તેમના બાળકને તેડવાની પ્રેક્ટિસ કરતી જોવા મળી તો, તેમના પતિ બાળક આવવાની રાહ જોતાં દેખાયા હતાં. રોહિતે તેમના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે અનિતાના બેબીબંપને નિહાળી રહ્યાં છે.

પહેલાં ફોટોમાં રોહિત અનિતાના બેબીબંપને પંચિંગ કરતો જોવા મળી રહ્યો છે. તો બીજા ફોટોમાં તે બેબીબંપ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે અને ત્રીજા ફોટોમાં તે બેબીબંપને નિહાળી કંઈક વિચારતો તે જોઈ શકાય છે.

રોહિતે ફોટો શેર કરી કૅપ્શનમાં લખ્યું કે, ‘અત્યારે પણ એક બેબી જેમ સૂઈ રહ્યા છે? જાગવાનો સમય આવી ગયો છે. લગભગ સમય આવી ગયો છે. અનીતાએ આઠમા મહિનામાં મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેની ઝલક તેમને ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી.’

અનીતાએ વર્ષ 2013માં બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યાં હતાં. બંનેની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. પહેલીવાર બંનેની મુલાકાત જીમમાં થઈ હતી.

આ પછી તે ઘણીવાર જીમમાં મળતાં હતાં, પણ ક્યારેય બંનેની વાત થઈ નહીં અને આ દરમિયાન રોહિત અને અનીતાને પ્રેમ થઈ ગયો. થોડાં સમય પછી રોહિતે અનીતાને એક પબની બહાર પોતાની કારની રાહ જોતી જોઈ અને તેમને પ્રપોઝ કરી દીધું, જેને લીધે અનીતા હેરાન થઈ ગઈ હતી.

રોહિત ત્યાં સુધી જાણતો નહોતો કે અનિતા એક જાણિતી ટીવી એક્ટ્રસ છે. આ પછી બંને ફ્રેન્ડ બની ગયા અને તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. જલદી જ અનીતા અને રોહિતે એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું અને કપલે લગ્ન કરી લીધા હતાં.

ઉલ્લેખનીય છે કે, અનીતા 39 વર્ષની છે. તેમણે અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે અને પોતાની અલગ ઓળખ બનાવી છે. અત્યારે પ્રેગ્નન્સિ પિરીયડ એન્જોય કરી રહી છે.

અનીતા ‘કભી સૌતન કભી સહેલી’, ‘યે હૈ મહોબ્બતે’, ‘નાગિન 3’, ‘કાવ્યાંજલિ’, ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’, ‘કસમ સે’, ‘યે હૈ મોહબ્બતે’ સહિતની ટીવી સિરિયલમાં કામ કરી ચૂકી છે.

You cannot copy content of this page