Only Gujarat

Bollywood FEATURED

એકતા કપૂરે દીકરાનો સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, પાર્ટીમાં આવો હતો અંદરનો માહોલ

મુંબઈઃ ટીવીની ડ્રામા ક્વિનના નામથી ફૅમશ એકતા કપૂરનો દીકરો રવિ કપૂર 27 જાન્યુઆરીએ બે વર્ષનો થઈ ગયો છે. એકતા કપૂરે દીકરાની બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી. જેમાં ઘણાં બૉલિવૂડ સેલેબ્સ પોતાના છોકરાઓ સાથે પહોંચ્યા હતાં. સામે આવેલાં ફોટોમાં એકતાનો દીકરો સેલિબ્રેશનમાં આવેલાં ઘણાં લોકોને જોઈ હેરાન થઈ ગયો હતો. નાનીના ખોળામાં રવિ અચાનક ઊછળવા લાગ્યો હતો અને મમ્મી પાસે જવાની જિદ કરતો હતો. રિપોર્ટ મુજબ, એકતા પોતાનું બાળક ઇચ્છતી હતી, પણ તે સંભવ થઈ શક્યું નહીં. ખુદ એકતાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ‘7 વર્ષ પહેલાં મા બનવાનું સપનું જોઈ ચૂકી હતી.’ તેમણે લખ્યું કે, ‘આભાર ડૉક્ટર નંદિતા. આમાં 7 વર્ષ થઈ ગયાં.’

એકતાએ દીકરાની બર્થડે પાર્ટીમાં મીડિયા ફોટોગ્રાફર્સને ભરપૂર પૉઝ આપ્યાં હતાં. આ દરમિયાન તે ખુશ પણ લાગતી હતી. ઉલ્લેખનીય છે કે, દીકરાના જન્મ પછી એકતા કપૂરે એક વર્ષ સુધી તેનું મોંઢું કોઈને દેખાડ્યું નથી.’

નાના ભાઈ રવિના બર્થડે સેલિબ્રેશનમાં સામેલ થયેલા એકતા કપૂરનો ભત્રીજો અને તુષાર કપૂરનો દીકરો. લક્ષ્યએ આ અવસરે ફોટોગ્રાફર્સને પણ પૉઝ આપ્યા હતાં.

દીકરા રવિના બર્થડે પર એકતાએ ભત્રીજા લક્ષ્ય સાથે મળી ફોટોગ્રાફરને પૉઝ આપ્યાં હતાં. આ અવરસે રવિ નાનીના ખોળામાં જોવા મળ્યો હતો.

રિતેશ દેશમુખ પરિવાર સાથે એકતાના દીકરા રવિના બર્થડે સેલિબ્રેશનમાં આવ્યો હતો.

નીલમ કોઠારી પણ દીકરી સાથે સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી. નીલમે સેફ્ટીને ધ્યાનમાં રાખી દીકરીના ચહેરા પર માસ્ક પહેરાવ્યું હતું.

કરણ જોહર પણ તેમના જોડિયા બાળકો સાથે પાર્ટીમાં સામેલ થયો હતો. આ દરમિયાન તેમણે ત્રણેયનો હાથ પકડી ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું હતું.

રિદ્દી ડોંગરા પણ ખૂબ જ સ્ટાઇલિશ અને ગૉર્જિયસ લુકમાં પાર્ટીમાં સામેલ થઈ હતી.

તુષાર હીરનંદાની પરિવાર સાથે એકતાના દીકરાના જન્મ દિવસ પર પહોંચ્યા હતાં.

You cannot copy content of this page