Only Gujarat

FEATURED International

8 વર્ષથી આ વ્યક્તિ હતો લકવાગ્રસ્ત, એવી દવા આપી કે જાતે ઊભો થયો ને જમવાનો આપ્યો ઓર્ડર

મેડિકલ સાયન્સમાં દવાની સાથે દુઆની જરૂરતની વાત તો તમે ઘણી બધીવાર સાંભળી હશે. પરંતુ તેનું ઉદાહરણ ક્યારેક જ જોવા મળે છે. હવે કોણે એવું વિચાર્યુ હશે કે, એક શખ્સ, જે છેલ્લાં 8 વર્ષોથી પથારીમાંથી હલી પણ શકતો ન હતો તે અચાનક એક દિવસ દોડવા લાગશે. તે પણ કોઈ પણ થેરાપી વગર. માત્ર એક જ ઉંઘની દવા ખાધાની સાથે જ. આ ચમત્કાર નેધરલેન્ડમાં રહેતાં એક વ્યક્તિ સાથે થયો છે. ડોક્ટર્સે તેને ઉંઘની દવા આપી હતી. પરંતુ ઈસનોર્મ દવા ખાતાની સાથે જ તે શખ્સ બિલકુલ સ્વસ્થ થઈ ગયો હતો. તે ફક્ત ચાલવા જ નહોતો લાગ્યો, પરંતુ તેણે જાતે જ ખાવાનું ઓર્ડર કર્યુ અને ખાધુ પણ ખરાં. તો ચાલો જાણીએ તે જાધુઈ દવા વિશે જેણે 8 વર્ષ બાદ આ વ્યક્તિન સ્વસ્થ કરી દીધો.

નેધરલેન્ડમાં રહેતા 39 વર્ષના રિચર્ડ છેલ્લા આઠ વર્ષથી લકવાગ્રસ્ત હતા. તે 2012માં અકસ્માત બાદ તે જાતે પથારીમાં હલી પણ શકતો ન હતો.

2012માં, રિચર્ડ જ્યારે ખાવાનું ખાઈ રહ્યો હતો, ત્યારે એક માંસનો ટુકડો તેન ગળાાં ફસાઈ ગયો હતો. તે ટુકડાનાં કારણે રિચર્ડના શ્વાસ અટકી ગયા હતા. અને તેનાં મગજમાં ઈજા થઈ હતી.

લકવાગ્રસ્ત થયા પછી તે આઠ વર્ષ સુધી પથારીવશ હતો. તે વસ્તુઓ જોતો અને સમજતો હતો પણ બોલી શકતો ન હતો. તેને બાથરૂમ જવા માટે પણ લોકોની મદદની જરૂર હતી.

તે પોતાની આંખોથી જ લોકોને પોતાની વાત કહી શકતો હતો. આ ઉપરાંત, તેને ખાવાનું પણ ટ્યૂબથી ખવડાવવામાં આવતું હતુ. તે હલી પણ શકતો ન હતો.

છેલ્લા કેટલાક દિવસોથી રિચાર્ડને ઉંઘની તકલીફ થવા લાગી. આ પછી, ડોકટરોએ પરિવાર સાથે વાતચીત કરી અને તેને ઉંઘની અમ્બિયન નામની દવા આપી. વાસ્તવમાં, ડોકટરો દવા સાથે એક પ્રયોગ પણ કરી રહ્યા હતા.

એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે, ઉંઘની દવા લકવાગ્રસ્ત દર્દીઓને સ્વસ્થ કરી શકે છે. આવી સ્થિતિમાં, તેણે આ દવા રિચાર્ડને છેલ્લી આશા તરીકે આપી. વાસ્તવમાં 20 મિનિટમાં એક ચમત્કાર થયો હતો.

રિચાર્ડ દવા ખાધા પછી 20 મિનિટ બાદ ચાલવા લાગ્યો. તેણે વાત કરવાની શરૂ કરી. તેણે પોતાના માટે જમવાનું મંગાવ્યું અને તેના પિતા સાથે ફોન પર વાત કરી. આ જાદુઈ ટેબ્લેટે કાલ કરી દીધુ હતુ.

ડોક્ટરોએ તેને ચમત્કાર નહી, દવાની અસર ગણાવી છે, તેના વિશ્લેષણમાં તેમણે લખ્યું છે કે, એક ગોળી રિચાર્ડ પર બે કલાક અસર કરે છે. પરંતુ જો તે સતત પાંચ દિવસ સુધી જશે, તો તે બેઅસર થઈ જશે.

જો કે, હવે ડોકટરો આ ઉઁઘની દવા પર સંશોધન કરવામાં વ્યસ્ત છે. ચમત્કારિક અને લકવાગ્રસ્ત જેવી બીમારી માટે તેમણે એને રામબાણ ગણાવી છે. કોઈએ વિચાર્યું પણ ન હતું કે સામાન્ય ઉંઘની દવા આટલા મોટા રોગનો ઇલાજ કરશે.

You cannot copy content of this page