Only Gujarat

Bollywood FEATURED

શાહિદ કપૂરની પત્ની મીરાના પર્સની કિંમતમાં તો ડાયમંડ રિંગ આવી જાય

મુંબઇઃ લોકડાઉનના કારણે તમામ લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર છે. એવામાં સેલિબ્રિટિઝ પણ પોતાના પરિવારજનો સાથે ઘરમાં કેદ છે. પરંતુ આ અગાઉ જ્યારે સ્થિતિ સામાન્ય હતી ત્યારે બોલિવૂડ સેલિબ્રિટીઝના સ્ટાઇલીશ અને મોંઘા અવતારો તમને એરપોર્ટથી લઇને રસ્તા પર જોવા મળતા હતા. બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ પોતાની સ્ટાઇલને લીધે જાણીતી છે. તેને મોંઘા પર્સનો શોખ છે અને તે અનેકવાર મોંઘા પર્સ સાથે જોવા મળી ચૂકી છે.

મીરા કપૂર ભલે બોલિવૂડમાં કામ ના કરતી હોય પરંતુ તેની સ્ટાઇલ સેન્સ બોલિવૂડ એક્ટ્રેસને પણ પાછળ પાડી દે તેવી છે. પછી કેજ્યુઅલ આઉટિંગ હોય કે પછી કોઇ ઇવેન્ટ. મીરા રાજપૂત હંમેશા સ્ટાઇલ બટ કંન્ફર્ટેબલ કપડા પહેરે છે. મીરા પાસે અનેક મોંઘા અને સ્ટાઇલિશ પર્સ છે. જેની કિંમત સાંભળીને તમામ લોકો ચોંકી ઉઠે છે.

લોકડાઉન પહેલા મીરા મુંબઈના રસ્તા પર પિંક કલરનું જાણીતી બ્રાન્ડ બૈસેંસિયાગાનું પર્સ લઇને નીકળી હતી. બ્લેક રંગની ડેનિમ જીસ અને ગ્રે રંગની શિમરી જેકેટ સાથે લોફર પહેરીને મીરાએ આ પર્સ ટીમઅપ કર્યું હતું. તમામની નજરો તેના પર ટકી ગઇ હતી કારણ કે આ પર્સના ઉપર બૈલેસિયાગા બ્રાન્ડનું નામ લખ્યું હતું.

લેધર ટેક્સચરનું આ પર્સ નાના આકારનું હતું. જેની અંદર જરૂરી સામાન સરળતાથી રહે છે. આ પર્સ જોવામાં ભલે સામાન્ય લાગતું હતું પરંતુ તેની કિંમત સાંભળીને ચોંકી ઉઠશો.

આ સુંદર પર્સની કિંમત લગભગ 1,17,706 રૂપિયા છે. આટલી કિંમતમાં હિરાની સામાન્ય અંગૂઠી આવી જાય છે. નોંધનીય છે કે મીરા રાજપૂત પાસે અનેક કિંમતી પર્સ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page