Only Gujarat

Bollywood

સંજુબાબાની મોટી દીકરી ને દીકરાની ઉંમરમાં આટલો ફેર, જાણો સાવકા ભાઈ-બહેન કેટલાં મોટા?

સની દેઓલ અને ઇશા દેઓલ સંબંધમાં સાવકા ભાઈ-બહેન છે. જેમની ઊંમરમાં લગભગ 25 વર્ષનો ફેર છે. ઈશા એક્ટર ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીની દીકરી છે, તો સની દેઓલ તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરનો દીકરો છે.

સારા અલી ખાન અને તૈમૂર અલી ખાનની ઊંમરમાં 23 વર્ષનો ફરક છે. સારા અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી છે, તો તૈમૂરની મા કરીના કપૂર છે. જેમણે વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં.

શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટરની ઊંમરમાં 14 વર્ષનો ફેર છે. શાહિદ પંકજ કપૂર અને નીલિમા અઝીમનો દીકરો છે તો ઇશાન નીલિમા અને રાજેશ ખટ્ટરનો દીકરો છે.

અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર બંનેની ઊંમરમાં 12 વર્ષનો ફેર છે. ફિલ્મ નિર્માતા બોની કપૂરે એક્ટ્રસ શ્રીદેવી સાથે બીજા લગ્ન કર્યાં હતાં. જાહ્નવી કપૂર તેમની દીકરી છે. જ્યારે અર્જુન કપૂર બોની કપૂર અને મોના કપૂરનો દીકરો છે.

સંજય દત્તે અત્યારસુધી ત્રણ લગ્ન કર્યાં છે. તેમની પહેલી પત્નીને એક દીકરી ત્રિશાલા છે. જ્યારે ત્રીજી પત્ની માન્યતા દત્તને બે બાળકો શાહરાન દત્ત અને ઇકરા દત્ત છે. આ સાવકા ભાઈ-બહેનની ઊંમરમાં 23 વર્ષનો ફેર છે.

You cannot copy content of this page