Only Gujarat

Bollywood

સુંદર વાતાવરણમાં સારા અલી ખાન સાયકલ લઈને કોની સાથે ફરવા નીકળી?

મુંબઈઃ સારા અલી ખાન અને તેમનો ભાઈ ઇબ્રાહિમ અલી ખાન ઘણીવાર એકબીજા સાથે મસ્તી કરતાં જોવા મળે છે. એવામાં ફરી એકવાર બંનેએ એકબીજા સાથે એન્જોય કરવાં શહેરમાં સાઇકલ રાઇડની મજા લીધી હતી. સારા અને ઇબ્રાહિમે તેમના ઇન્સ્ટાગ્રામ પર સાઇકલ રાઇડના ફોટો શેર કર્યા છે.

ઇબ્રાહિમે તેમના ઇન્સ્ટાગ્રામ પર સાઇકલ સાથે એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ગ્રે-ટીશર્ટ અને બ્લેક શોર્ટસ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેમણે માસ્ક પણ પહેર્યું છે. આ ફોટોમાં ઇબ્રાહિમનું બેકગ્રાઉન્ડ પણ શાનદાર છે. આથમતાં સૂર્યની પ્રકાશ વચ્ચે હરિયાળા વૃક્ષ જોવા મળી રહ્યા છે.

આ સાથે જ સારા અલી ખાન બ્લેક ટૉપ અને લેગિન્સમાં જોવા મળી રહી છે. સારાએ તેના લૂકને કેપ પહેરીને પૂરો કર્યો છે. તેમણે માસ્ક પણ પહેર્યું છે. સાથે જ ફોટો કેપ્શનમાં પણ તેનું મહત્ત્વ જણાવ્યું છે.

સારા અને ઈબ્રાહિમની આ સિબલિંગ્સ બોન્ડવાળો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. ભાઈ-બહેનની આ જોડીએ વર્કઆઉટની સાથે રળિયામણી સાંજનો પણ લુત્ફ ઉઠાવ્યો હતો.

બંને ભાઈ-બહેન અનેકવાર તેમના વર્કઆઉટના ફોટો શેર કરી ચૂક્યા છે. છેલ્લી વાર ઇબ્રાહિમે બંનેનો યોગ કરતો ફોટો શેર કર્યો હતો, જેને ફેન્સે ખૂબ જ પસંદ કર્યો હતો.

તો સારા અલી ખાન પણ તેના ભાઈ ઇબ્રાહિમ સાથે મસ્તી કરતાં વીડિયો શેર કરતી રહે છે. બંનેને એકબીજાના પગ ખેચતાં જોઈ ફેન્સ પણ તેમને બેસ્ટ સિબલિંગ્સ પણ કહે છે. સારા અને ઇબ્રાહિમ ઉપરાંત તેમની મા અમૃતા સિંહ પણ વીડિયોમાં અનેકવાર જોવા મળી છે.

સારા અલી ખાને થોડાં સમય પહેલાં ત્રણેયનો એક સાથે ફોટો શેર કર્યો હતો. આ કોલાજ ફોટોમાં સારા અલી ખાન અને ઈબ્રાહિમનો યંગ લૂક જોવા મળ્યો હતો તો બીજા ફોટોમાં બંને ખૂબ જ મોટાં અને ફિટ જોવા મળ્યા હતાં.

આમ તો બોલિવૂડમાં આવ્યા પહેલાં સારા અલી ખાન ખૂબ જ હેલ્ધી હતી. તેમણે ખુદ ઇન્યરવ્યુમાં કહ્યું હતું કે, ‘પહેલી ફિલ્મ કેદારનાથ કર્યા પહેલાં તેમણે ખૂબ જ વજન ઘટાડ્યું છે.’ આજે સારા અલી ખાનને સ્લિમ ફિગરમાં જોઈ કોઈ અંદાજો લગાવી ના શકે તે ખૂબ જ હેલ્ધી હશે.

સારા અલી ખાનની છેલ્લી ફિલ્મ ‘લવ આજ કલ’ હતી. જેમાં તમણે કાર્તિક આર્યન સાથે કામ કર્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ ચાલી નહોતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page