ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ભાવિ પત્ની અંગેની આ ખાસ વાત કરી શૅર

મુંબઈઃ ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની ભાવિ પત્ની ધનાશ્રી વર્મા 24 વર્ષની થઈ ગઈ છે. 27 સપ્ટેમ્બર 1996માં યૂએઈમાં જન્મેલી ધનાશ્રીના બર્થડે પર ચહલે કેટલાક ખાસ ફોટો શેર કરતાં જન્મદિવસની શુભેચ્છા આપી છે. ઉલ્લેખનીય છે કે, થનારી પત્નીના જન્મદિવસના અવસરે ભલે ચહલ તેમની સાથે ના હોય, પમ તેમણે સોશિયલ મીડિયા દ્વારા ધનાશ્રીને વિશ કર્યું છે. જોકે, ચહલના આ અંદાજ પર સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ કોમેન્ટ કરી રહ્યાં છે.

ચહલે તેની ભાવિ પત્ની માટે એક પોસ્ટ શેર કરતાં લખ્યું કે, ‘હેપ્પી બર્થડે લવ… તારા માટે આ ખાસ દિવસ પ્રેમ અને ખુશી ભરેલો રહે. આને ખૂબ જ એન્જોય કરો. હું હંમેશા કહું છું કે, જેનાથી તમને ખુશી થાય તે વસ્તુ મને ખુશી દે છે. આઈ લવ યુ.’ આ ઉપરાંત ચહલે તેમની પોસ્ટ સાથે કેક અને દીલનું ઇમોજી પણ બનાવ્યું છે.

ભાવિ પત્નીને બર્થડે વિશ કરવાના આ અંદાજ પર લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ કહ્યું કે, ‘હેપ્પીએસ્ટ બર્થડે ભાભીજી.’

તો એક બીજા વ્યક્તિએ મજાકના અંદાજમાં કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘ભાભીજી માટે કપ અપાવી દે ભાઈ આ વર્ષે.’ તો એક બીજા વ્યક્તિએ કહ્યું કે, ‘દીદી, જો ભાઈએ આ વખતે ગિફ્ટનું પૂછ્યું તો પ્લીઝ કહેજો કે આ વખતે RCBને જીતાડી દે.’

એટલું જ નહીં, એક વ્યક્તિએ તો યુઝવેન્દ્ર ચહલને મજાકમાં કહ્યું કે, ‘ભાઈ, મેચ રમવા પણ જાવ ક્યારેક.’ એક બીજા યુઝરે કહ્યું કે, ‘વા ભાઈ, ફુલ લવબાજી.’

ઉલ્લેખનીય છે કે, આ સમયે ચહલ યુએઈમાં થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બિઝી છે. ચહલ વિરાટ કોહલીની કેપ્ટનસીમાં રોયલ ચેલેન્જર્સ ટીમનો ભાગ છે. ચહલ ટીમને પહેલી મેચમાં હૈદરાબાદ સામે જીતવામાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો અને મેન ઓફ ધી મેચ પણ મળ્યો હતો.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ 8 ઓગસ્ટે અચાનક પોતાની સગાઈની જાહેરાત કરી ફેન્સને સરપ્રાઇઝ કર્યાં હતાં. કોઈને અંદાજ નહોતો કે, બંને આવું કંઈક કરવાના છે. ચહલે ઇન્સ્ટાગ્રામ પર સગાઈનો ફોટો પણ શેર કર્યો હતો.

ધનાશ્રીની વાત કરીએ તો તેમણએ મેડિકલની સ્ટડી કરી છે, પણ તે પ્રોફેશનથી એક યૂટ્યુબર છે. પોતાની ચૅનલ પર બોલિવૂડના ગીતોને રીક્રિએટ કરી છે. આ સાથે જ ઘણીવાર તે વર્કશૉપ પણ આયોજિત કરે છે. ધનાશ્રીના યુટ્યૂબ પર ફોલોઅર્સની સંખ્યા લાકોમાં છે. ધનાશ્રીના ડાન્સ વીડિયોઝના વ્યૂ પણ લાખોમાં છે. તેમની ખુદની ડાન્સ કંપની પણ છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ચહલે જણાવ્યું હતું કે, તે પોતાની ભાવિ પત્ની ધનાશ્રી સાથે લૉકડાઉન દરમિયાન એક ડાન્સ ક્લાસમાં મળ્યા હતા. ચહલે ડાન્સ શીખવા માટે વર્ચુઅલ ડાન્સ ક્લાસ જોઈન કર્યાં હતાં.

લૉકડાઉન દરમિયાન ચહલે ધનાશ્રીએ ઘણાં ડાન્સ ક્લાસ લીધા અને તેમના ઓનલાઇન વર્કશૉપનો પણ ભાગ બન્યાં. આ દરમિયાન ચહલે ધનાશ્રી માટે એક ડાન્સ વીડિયો પણ અપલોડ કર્યો હતો જેમાં તે સ્લો મોશન ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

ધનાશ્રી એક ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે ફેમસ છે. તે મુબંઈમાં ડાન્સ એકેડમી ચલાવે છે. તે દેશની ફૅમસ યુટ્યુબર ડાન્સરમાંથી એક છે. પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ધનાશ્રી ખુદને ડૉક્ટર, કોરિયોગ્રાફર, યુટ્યુબર અને ધનાશ્રી વર્મા કંપની સંસ્થાપક તરીકે ઓળખાવે છે.