Only Gujarat

Bollywood TOP STORIES

જોયા છે ક્યારેય કપૂર પરિવારના ભવ્ય લગ્ન? જુઓ ભાણેજના વિવાહની અલગ-અલગ વિધિઓની ખાસ તસવીરો

મુંબઈઃ ત્રણ ફેબ્રુઆરીએ અરમાન જૈને લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અનિસા મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં હતાં. અરમાન જૈન કપૂર પરિવારનો ભાણેજ છે. સ્વ. રાજકપૂરની દીકરી રીમા જૈનનો મોટો દીકરો અરમાન જૈન છે. એટલે કે અરમાન જૈન, કરીના કપૂર, કરિશ્મા, રણબીરનો ભાઈ છે અને શ્વેતા બચ્ચનનો દિયર થાય છે. શ્વેતા બચ્ચનના સ્વ. સાસુમા રૂતુ નંદા અને રીમા જૈન સગા બહેનો હતી.

લગ્નમાં કપૂરનો પરિવારનો દબદબોઃ તમે બોલિવૂડના ચાહક હોવ તો તમને ખ્યાલ જ હશે કે કપૂર પરિવાર પોતાના મોજશોખ માટે જાણીતો છે. અરમાન જૈનના લગ્ન ટિપિકલ પંજાબી સ્ટાઈલમાં કરવામાં આવ્યા હતાં. લગ્નમાં રીમા જૈનના પિયરિયા એટલે કે કપૂર પરિવારે આગવો જ રંગ રાખ્યો હતો. કરિનાથી લઈ સ્વ. શમ્મી કપૂરની દીકરી સહિતના કપૂર પરિવાર પોતાના અલગ અંદાજમાં જોવા મળ્યા હતાં. કપૂર પરિવારે મહેંદીથી લઈ રિસેપ્શન સહિતના વિવિધ પ્રસંગોમાં ઉમળકાભેર ભાગ લીધો હતો.

શ્વેતા બચ્ચને ભર્યો ગીતડોઃ અમિતાભની દીકરી શ્વેતાના લગ્ન સ્વ. રૂતુ નંદાના દીકરા નિખીલ નંદા સાથે થયા છે. શ્વેતા, અરમાન જૈનની ભાભી થાય છે. એટલે શ્વેતાએ પતિ નિખીલ સાથે ગોતીડો ભર્યો હતો.

મહેંદી સેરેમનીમાં આવ્યા અનેક મહેમાનોઃ અરમાન અને અનિશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. શનિવાર મોડી રાત્રે અરમાનની મહેંદી સેરેમની યોજાઈ હતી. કઝિનની મહેંદી સેરેમનીમાં કરીના ક્યાંય જોવા મળી નહોતી. જોકે મોટી બહેન કરિશ્મા કપૂર ફંક્શનમાં સજીધજીને આવી હતી. આ ફંક્શનમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.

અરમાન જૈન તથા અનિસા મલ્હોત્રા લગ્નમંડપમાં એકબીજામાં ખોવાઈ ગયા હોય તેમ જોવા મળ્યા હતાં

લગ્ન બાદ અરમાન જૈન તથા અનિસા મલ્હોત્રાનો આગવો અંદાજ જોવા મળ્યો હતો.

લગ્ન મંડપમાં ફૂલોથી બનાવેલી છતરમાં અનિસાએ એન્ટ્રી લીધી હતી. છતરને અનિસાના સંબંધીઓએ પકડી હતી.

જાનમાં તૈમુર પાપા સૈફ અલી ખાનના ખભા બેસી ગયો હતો અને ભાંગડા કરતો હતો. કરીનાની ફોઈ રીમાએ પૈસાથી તૈમુરના ઓવરણા લીધા હતાં.

જાનમાં અનિલ કપૂરે પણ જબરજસ્ત ડાન્સ કર્યો હતો

રીમા જૈન પતિ મનોજ જૈન, દીકરા અરમાન તથા આદર જૈન સાથે. પર્ફેક્ટ ફેમિલી પિક્ચર.

કરિશ્મા દીકરી સમાયરા, બહેન કરીના તથા મોમ બબિતા સાથે ફોઈ રીમા જૈન સાથે

જાનમાં સૈફ અલી ખાન દીકરા તૈમુર તથા પત્ની કરીના સાથે નાચ્યો હતો.

 

સ્વ. શમ્મી કપૂરના દીકરા કુનાલ કપૂરનો દીકરા ઝહાન તથા અરમાન જૈનના ભાઈ આદરે જાનમાં કંઈક આ અંદાજમાં ડાન્સ કર્યો હતો.

અરમાન જૈનની જાનમાં ભાઈ આદર જૈન

ચૂડા સેરેમની દરમિયાન અનિસા મલ્હોત્રા પરિવારના સભ્યો સાથે

કલીરે દરમિયાન અનિસા પોતાની ફ્રેન્ડ્સ તથા કઝિન્સ સાથે

શ્વેતા બચ્ચને પતિ નીખિલ સાથે ગોતીડો ભર્યો હતો

દીકરા અરમાનને હલ્દી લગાવતી રીમા જૈન

લગ્નમાં ભાઈને તૈયાર થવામાં મદદ કરતો નાનો ભાઈ આદર

લગ્ન દરમિયાન પત્ની સાથે અરમાન જૈન

લગ્નમંડપમાં એકબીજામાં ખોવાયેલા નવદંપતી

ફૂલ ફેમિલી પિક્ચર, મહેંદી સેરેમનીમાં અનિસા તથા અરમાન પોતાના પરિવાર સાથે

મહેંદી સેરેમનીમાં કરિશ્મા દીકરી સમાયરા સાથે આદર, અરમાન-અનિસા સાથે

કન્યાદાન સમયે અનિસા તથા તેના પેરેન્ટ્સ

લગ્નવિધી દરમિયાન અનિસા સાથે અરમાન

મહેંદી સેરેમનીમાં અરમાન તથા અનિસા

લગ્ન પહેલાં અનિસા મલ્હોત્રા. અનિસાએ ફેશન ડિઝાઈનર સબ્યાસાચીના ડિઝાઈનર આઉટફિટ પહેર્યાં હતાં.

લગ્ન પહેલાં ભાઈ અરમાન સાથે બહેનો કરિશ્મા, નતાશા નંદા, કરીના કપૂર

તમામ તસવીરોઃ વેડમીગુડ.કોમ સાભાર.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page