Only Gujarat

International TOP STORIES

અંદાજે 60 વર્ષ બાદ NASAએ દુનિયાનું સૌથી શક્તિશાળી બનાવ્યું રોકેટ બૂસ્ટર

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ અંદાજે 60 વર્ષ બાદ દુનિયાની સૌથી શક્તિશાળી રોકેટ બૂસ્ટર બનાવ્યું છે. જેનું હાલમાં જ સફળ પરિક્ષણ પણ કરવામાં આવ્યું. આ બૂસ્ટર એટલી ઉર્જા ઉત્પન્ન કરે છે જેટલી 45 હાઇડ્રોઇલેક્ટ્રિક બાંધ સાથે મળીને કરે છે. આ રોકેટ અમેરિકન રોકેટ સેટર્ન-5થી પણ વધુ શક્તિશાળી છે. આ રોકેટથી અર્ટેમિસ મિસન અંતર્ગત અમેરિકન એસ્ટ્રોનોટ્સ ચંદ્ર પર જશે અને પરત આવશે.

નાસાના સાઇન્ટિસ્ટે ઉટાહના રણમાં સ્થિત ટેસ્ટિંગ ફેસિલિટીમાં આ રોકેટની શક્તિનું પરિક્ષણ કર્યું. અહીં નાસા અને નોર્થરોપ ગ્રૂમન કંપનીના એન્જિનિયર હાજર હતા. જે ઘણી દૂરથી આ નજારાને જોઇ રહ્યાં હતા. આ રોકેટને માત્ર બે મિનિટ જ ચલાવવામાં આવ્યું હતું એટલામાં જ તેની શક્તિનો અંદાજ લગાવી લેવામાં આવ્યો.

આ રોકેટ બૂસ્ટરનું નામ છે સોલિડ રોકેટ બૂસ્ટર. અત્યારસુધી દુનિયામાં બનાવવામાં આવેલા રોકેટ બૂસ્ટર્સમાંથી આ સૌથી મોટું છે. જે 54 મીટર એટલે કે 177 ફૂટ લાંબુ છે. તેનો વ્યાસ 4 મીટર છે એટલે અંદાજે 13.12 ફૂટ 1960માં લાવવામાં આવેલા સેટર્ન-5 રોકેટથી પણ અનેક ગણી શક્તિશાળી છે. ઉલ્લેખનીય છે કે અપોલો મિશન માટે સેટર્ન-5 રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાના મૂન મિશન માટે ત્રણ કંપનીઓની પસંદગી કરી છે. આ કંપની ચંદ્ર સુધી એસ્ટ્રોનોટ્સ પહોંચાડવા અને પરત લાવવા માટેના યાન અથવા સ્પેસક્રાફ્ટનું નિર્માણ કરશે. નાસાએ 2024માં ચંદ્ર પર એક મહિલા અને એક પુરુષને ઉતારવાની જાહેરાત કરી છે. ચંદ્ર પર ઉતરવા માટે નાસાએ લેન્ડિંગ સિસ્ટમ બનાવવા માટે ત્રણ અમેરિકન અંતરિક્ષ કંપનીઓની પસંદગી કરી છે.

આ કંપનીઓનું નામ સ્પેસ એક્સ, બ્લૂ ઓરિજિન અને ડાયનેટિક્સ છે. જેમાંથી સ્પેસ એક્સના માલિક અરબપતિ એલન મસ્ક અને બ્લૂ ઓરિજિનના માલિક જેફ બેજોસ છે. ત્રણેય કંપનીઓ નાસાની સાથે મળી પોત પોતાના લેન્ડિંગ સિસ્ટમને ડિઝાઇન અને વિકસિત કરશે.

આ લેન્ડિંગ સિસ્ટમની મદદથી નાસા પોતાના એસ્ટ્રોનોટ્સને ચંદ્ર પર ઉતારશે. શરૂઆતી ડિઝાઇન વિકાસ કાર્ય માટે નાસા ત્રણેય કંપનીઓને એક અરબ ડોલર એટલે કે 7577 કરોડ રૂપિયા આપશે. ત્રણેય કંપનીઓને દશ મહિનામાં પોતાની શરૂઆતી ડિઝાઇન બનાવી પૂર્ણ કરવાની રહેશે.

નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રિડેનસ્ટાઇને કહ્યું કે ત્રણેય કંપનીઓ સાથે જે કરાર થયો છે તે પ્રમાણે અમે પ્રથમવાર કોઇ મહિલા અને પુરુષને ચંદ્ર પર મોકલી રહ્યાં છીએ. કંપનીઓએ એસ્ટ્રોનોટ્સનું આવવા-જવાનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશ. એવું સ્પેસક્રાફ્ટ બનાવવું પડશે જે સરળતાથી ચાલે અને સુરક્ષિત પણ હોય.

બ્લૂ ઓરિજિન આ ડીલની પ્રાથમિક કેન્ડિડેટ છે. તેની ટીમમાં લોકહીડ માર્ટિન, નોર્થોપ ગ્રૂમ્મેન અને ડ્રેપર છે. તેનું લેન્ડર ત્રણ સ્ટેજનું હશે. જેમાં બીઇ-7 ક્રાયોજેનિક એન્જીન હશથે. લોકહીડ ક્રૂ કેબિન બનાવશે. નોર્થોપ ગ્રુમ્મેન કાર્ગો અને ફ્યુલ મોડ્યુલ અને ડ્રેપર ગાઇડેન્સ, નેવિગેશન, કંટ્રોલ, એવિયોનિક્સ અને અન્ય સોફ્ટવેર સિસ્ટમ બનાવશે.

ડાયનેટિક્સની પાસે કુલ 25 સબ-કોન્ટાક્ટર્સ છે જે આ મિશનમાં તેની સાથે કામ કરશે. આ ટીમમાં અનેક દિગ્ગજ રક્ષા કંપનીઓ પણ છે. તેની ડિઝાઇનમાં તમે જોશો કે મલ્ટીપલ મોડ્યુલર પ્રોપેલેન્ડ વ્હીકલ હશે. ક્રૂ કેબિન જમીનથી વધુ ઉપર નહીં હોય. બે મોટા સોલર પેનલ હશે. તેનાથી યાનમાં ઉતરવુ-ચઢવું વધુ સરળ થઇ જશે.

એલન મસ્કની સ્પેસ એક્સે અર્ટેમિસ મિશન માટે સ્ટારશિપ બનાવ્યું છે. તેનાથી માત્ર ચંદ્ર પર જ નહીં મંગળ અને અન્ય ગ્રહો સુધી જઇ શકાશે. તેમાં ભરોસાવાળું રેપ્ટર એન્જિન લગાવેલું છે. ક્રૂ કેબિન ઘણી મોટી છે.

બે એરલોક્સ છે જેથી મૂન વોક સરળતાથી થઇ શકે. આ ઘણીવાર ઉપયોગમાં લઇ શકાય તેવું રોકેટ છે. તેની ફ્યૂલ ટેન્ક ચંદ્રની ચારે બાજુ ચક્કર લગાવતું રહેશે. જેવી જરૂર પડ્યે સ્ટારશિપમાં રિફ્યૂલિંગ થશે. ત્યારબાદ બંને પોતાની લક્ષ્ય તરફ નીકળી પડશે.(તમામ તસવીરો-NASA/SpaceX/Artemis Mission)

You cannot copy content of this page