Only Gujarat

International

સંશોધન: પુરૂષોને પાંચમાંથી આ આંગળી લાંબી હોય તો કોરોનાથી મૃત્યુનું જોખમ ઓછું

કોરોના વાયરસનું સંક્રમણ અત્યારે એવું થઈ ગયું છે, જેના વિશે છેલ્લા છ મહિનાથી રોજ કોઇ નવી માહિતી આવે છે. શરૂઆતમાં કોરોનાનાં દર્દીઓમાં માંડ ત્રણ લક્ષણ જોવા મળતાં હતાં, પછી છ અને નવ લક્ષણ સામે આવ્યાં. હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, જે લોકોમાં લક્ષણ ન દેખાતાં હોય તેમને પણ ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યો છે. તાજેતરમાં એક નાવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે પુરૂષોની અનામિકા આંગળી લાંબી હોય, તેમનામાં કોરોનાથી મૃત્યુનો ખતરો બહુ ઓછો છે. અહીં અમે તમને એ જ જણાવી રહ્યા છીએ કે, શું છે આ નવા સંશોધનમાં.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, એ દેશોમાં કોરોનાનો મૃત્યુદર વધારે છે, જ્યાં પુરૂષોની અનામિકા આંગળી નાની છે. રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે, અનામિકા આંગળીની લંબાઇ એ નક્કી કરે છે કે, ગર્ભમાં વિકાસ દરમિયાન ભ્રૂણનું ટેસ્ટોસ્ટેરોન કેટલું હોય છે અને એમ માનવામાં આવે છે કે, જે પુરૂષના ભ્રૂણમાં જેટલું વધારે ટેસ્ટોસ્ટેરોન હોય છે, તેમની અનામિકા આંગળી એટલી જ લાંબી હોય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેસ્ટોસ્ટેરોન એ જ હોર્મોન છે જેનાથી શરીરમાં એસીઈ-2 રિસેપ્ટર્સનો વધારો થય છે અને કોરોના સામે લડવામાં મદદ મળે છે. SCE-2 રિસેપ્ટર્સને કોવિડ-19 નો દુશ્મન માનવામાં આવે છે.

આ સંશોધન માટે વૈજ્ઞાનિકોએ 41 દેશોના 2,00,000 લોકોના ડેટાનું અધ્યયન કર્યું છે. સંશોધન દરમિયાન બીજી આંગળી અને અનામિકાની લંબાઇ વચ્ચેનું અંતર તપાસવામાં આવ્યું. આ અંતર જેટલું ઓછું, એટલી જ અનામિકા આંગળી લાંબી જોવા મળી. સૌથી ઓછા અસંતરવાળો દેશ મલેશિયા હતો. અહીં બીજી આંગળી અને અનામિકા આંગળી વચ્ચેનું અંતર 0.976 હતું, સૌથી વધુ અંતર બુલ્ગારિયામાં (0.99) હતું.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, જે દેશોના લોકોની આંગળીઓની લંબાઇમાં આ અંતર ઓછું હતું, ત્યાં મૃતકોની સંખ્યા ઓછી છે. આ યાદીમાં મલેશિયા, રૂસ અને મેક્સિકોનો સમાવેશ થાય છે. તો જે દેશોમાં આ અંતર વધારે હતું, ત્યાં મૃતકોની સંખ્યા વધારે જોવા મળી. આ યાદીમાં બ્રિટન, બુલ્ગારિયા અને સ્પેનનો સમાવેશ થાય છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે, લાંબી અનામિકા આંગળીવાળા ટોપ 10 દેશોમાં મૃત્યુદર 3.1 જ્યારે નાની આંગળીવાળા ટોપ 10 દેશોમાં મૃત્યુ દર 5 છે.

કોરોનાથી મૃત્યુ પામનાર પુરૂષોની સંખ્યા વધારે
જો દુનિયાભરમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોનો આંકડો જોવામાં આવે તો, મહિલાઓની સરખામણીમાં પુરૂષોની સંખ્યા વધી છે. એક બીજો સિદ્ધાંત એ પણ છે કે, ટેસ્ટોસ્ટેરોન એ દર્શાવે છે કે, પુરૂષોમાં રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે કામ કરે છે, જે પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન ઓછું હોય, તેમને કોરોનાથી વધારે ખતરો હોય છે. આ સંશોધન સ્વાનસી યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું છે.

 

You cannot copy content of this page