Only Gujarat

International

અમેરિકામાં આવી શકે છે વધુ એક આપત્તિ, આ ગ્લેશિયર તૂટ્યો તો આવશે મોટી સુનામી

અલાસ્કામાં સ્થિત બેરી આર્મ ગ્લેશિયર ખૂબ ધીમી ગતિએ લેન્ડસ્લાઈડ થઈ રહ્યો છે. એટલેકે, બરફની નીચે હાજર જમીન ખસી રહી છે. કારણકે, બરફનું વજન વધારે છે. હવે વૈજ્ઞાનિકોનો અભ્યાસ કર્યા પછી એવી આશંકા છે કે ગમે ત્યારે ભૂસ્ખલનને કારણે આ ગ્લેશિયર તૂટી શકે છે. તે સીધો સમુદ્રમાં પડી જશે. આને કારણે ભયંકર સુનામી આવી શકે છે.

બેરી આર્મ ગ્લેશિયર એક સાંકડા દરિયાના રસ્તા ઉપર બનાવવામાં આવ્યો છે. તેની બંને બાજુ બરફથી ભરેલા ઉંચા પર્વત છે. તેથી આ સ્થાન સુનામી પેદા કરવા માટે ઉપયુક્ત બની જાય છે. અહીં જો બરફ, ગ્લેશિયર અથવા પર્વતથી લેન્ડસ્લાઈડ થાય છે, તો એક બાજુ પાણીનો પ્રવાહ ઝડપી રહેશે જે સુનામીનું સ્વરૂપ લેશે. આના કારણે આ વિસ્તારની આસપાસના લોકોને મુશ્કેલી ઉભી થશે.

ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના બાયર પોલર અને ક્લાઇમેટ રિસર્ચ સેન્ટરના સંશોધક ચુનલી દાઈએ જણાવ્યું હતું કે, બેરી આર્મ ઝોર્ડ (સાંકડો રસ્તો) 2010 અને 2017ની વચ્ચે 120 મીટર ખસી ગયો છે. તે ઝડપથી આગળ વધી રહ્યો છે. જો તે ઝડપથી તૂટી જાય, તો પરિણામો ખૂબ જોખમી હોઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ભૂસ્ખલન સામાન્ય રીતે ગ્લેશિયર પર્વતોના ઢાળ પર ત્યારે થાય છે જ્યારે ઢાળ ઉપર જામેલો બરફ ઓગળીને પડવા લાગે છે. પરંતુ જો વધુ માત્રામાં બરફ પડે તો સુનામી આવી શકે છે. આવી જ એક સુનામી 2017માં પશ્ચિમના ગ્રીનલેન્ડમાં આવી હતી. જેના કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આસપાસના વિસ્તારોમાં લાખો ટન ધૂળ, કાદવ ફેલાયો હતો.

પ્રવાસીઓ અલાસ્કાના બેરી આર્મ ગ્લેશિયરની પણ મુલાકાત લે છે. ઉપરાંત, ત્યાં ફિશિંગ માટે પણ લોકો જાય છે. જો આ ગ્લેશિયર અચાનક તૂટી જાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આ ગ્લેશિયરની આસપાસ ચુગેક સમુદાયનાં લોકો રહે છે. તેમના આખા સમુદાયને નુકસાન પહોંચી શકે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, 1954 થી 2006 ની વચ્ચે, બેરી આર્મ ગ્લેશિયર દર વર્ષે એક મીટર કરતા પણ ઓછો પીગળી રહ્યો હતો. તે વર્ષ2006 બાદથી ઝડપથી ઓગળવા લાગ્યો છે. તેના પીગળવાની ગતિ દર વર્ષે 40 મીટરની થઈ ગઈ હતી. તે વર્ષ 2010થી 2017ની વચ્ચે ઝડપથી ઓગળી ગયો છે. તમને જણાવી દઈએ કે, અહીં સુનામી આવે, તો તેના કારણે કેવા મોજા ઉછળી શકે છે.

વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરીને નિષ્કર્ષ કાઢ્યો છે કે, જો બેરી આર્મ ગ્લેશિયરમાં ભૂસ્ખલન થાય છે, તો તેનો મોટો પથ્થર દરિયામાં પડી જશે. તેના પડવાથી દર સેકંડમાં, 25 થી 40 મીટર ઉંચી લહેરો ઉઠશે. આ આકાર અને તીવ્રતાની લહેર કોઈપણ મોટા ક્રુઝ શિપ, કાર્ગો શિપ, ફિશિંગ વહાણ, કાયકર્સ અને આસપાસના વિસ્તારમાં પાયમાલી કરવા માટે પૂરતી છે.

You cannot copy content of this page