Only Gujarat

FEATURED National

ગળુ દબાવી પત્નીની હત્યા કરી ટાંકી પર ચઢી ગયો હતો પતિ પછી…..

પંજાબના કપૂરથલામાં દિવાળીના આગળા દિવસે સાંજે એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક યુવકેએ તેની પત્નીની કરપીણ હત્યા કરી દીધી અને પછી દારૂના નશામાં બોતલ લઈ પાણીની ટાંકી પર ચઢી ગયો હતો. લગભગ બે કલાક યુવકે ગામ માથે લીધું. આ પછી જે થયું તે જોઈ ગામલોકો હેરાન થઈ ગયાં.

ધનતેરસના દિવસે કપૂરથલાના જલૌખાનામાં એક યુવકે તેની પત્નીના સંબંધો બીજા સાથે હોવાની શંકામાં ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તે યુવકે પણ પાણીની ટાંકી પરથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી. મહત્ત્વનું છે કે, આ પહેલાં યુવકે ટાંકીથી ફેસબુક પર લાઇવ કરી આ મામલે ઘણાં લોકોના નામ પણ લીધા હતાં. આ કેસની તપાસ કરી રહેલાં પોલીસ અધિકારી સરબજીત સિંહ બાહિયાએ જણાવ્યું હતું કે, ‘શુક્રવાર સાંજે કપૂરથલાના જલૌખાનામાં 45 વર્ષીય રાજકુમાર રાજુ નામના યુવકે તેની પત્નીના બીજા સાથે સંબંધ હોવાની શંકામાં હત્યા કરી દીધી હતી.’

આ પછી તે શાલામાર બાગ સ્થિત પાણીની ટાંકી પર ચઢી ગયો હતો. તેના હાથમાં દારૂની બોતલ હતી. ઘટનાની જાણ થતાં ડિએસપી સબ-ડિવીઝન સુરિંદર સિંહ અને ઇન્સપેક્ટર દીપક શર્માં આરોપી યુવકના ઘરે પહોંચ્યા હતાં. જ્યાં આરોપી યુવકની પત્ની પ્રિયા મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે શબ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો.

તો, આરોપી રાજુને ટાંકી પરથી નીચે ઉતારવા માટે તંત્ર ઘણી મહેનત કરી પણ યુવક બે કલાક સુધી આત્મહત્યા કરવાની ધમકી આપતો રહ્યો હતો. સાંજે લગભગ સાડા છ વાગ્યે યુવકે ટાંકી પરથી પડતૂં મૂક્યું હતું. મહત્ત્વનું છે કે, પોલીસે આરોપી યુવકને બચાવવા માટે નીચે જાળ રાખી હતી. છતાં યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

એસપીએ જણાવ્યા મુજબ, ‘રાજૂએ ટાંકી પર ચઢી ફેસબૂક લાઇવમાં ઘણાં શહેરના સત્તાધારી લોકો પર તેને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.પોલીસ વીડિયો ફૂટેજની તપાસ કરી રહી છે. રાજૂએ લગભગ 20 વર્ષ પહેલાં પ્રિયા સાથે લવમેરેજ કર્યાં હતાં. તેમને એક 17 વર્ષનો દીકરો અને એક 16 વર્ષની દીકરી છે.’

You cannot copy content of this page