Only Gujarat

FEATURED International

સવારે અલગ દેખાતા દરિયાનો અંધારી રાતે કેમ અચાનક જ રંગ બદલાઈ જાય છે?

નવી દિલ્હીઃ સમુદ્ર દિવસમાં સૂર્યના પ્રકાશમાં જેટલો સુંદર દેખાય છે. તેનાથી વધુ સુંદર રાત્રે દેખાય છે. સમુદ્રમાં રહેતા કેટલાક જીવ જે દિવસે સપાટી પર નથી આવતા. તે રાતના સમયે બહાર આવે છે. રાત્રિના સમયે સમુદ્રનો નજારો એવો હોય છે, જાણે એવું લાગે કે, અગણિત તારાઓની રોશનીની સાથે મોજા ઉછળી રહ્યાં હોય. સવાલ એ થાય કે આખરે રાત્રે સમુદ્રમાં બ્લૂ પ્રકાશ ક્યાંથી આવે છે? હકીકતમાં રાત્રે સમુદ્રમાં દેખાતી રોશની કેટલાક સમુ્દ્રી જીવોના શરીરની ખૂબીને આભારી છે. સમુદ્રના કેટલાક જીવોમાં કુદરતી એવી શક્તિ હોય છે કે, તેમના શરીરમાં એક પ્રકારની ચમક જોવા મળે છે. સમુદ્રમાં ડાઇનોફ્લૈમગલે્ટસ નામનો જીવ જોવા મળે છે, જે રાત્રે અંધારામાં નીલા રંગની રોશની છોડે છે. કેરેબિયન દેશો અને પુએર્તા રિકો અને જમૈકા વિસ્તારના સમુદ્રમાં આ જીવો મોટી સંખ્યામાં જોવા મળે છે. રાત્રે તેમની રોશની જોવા મળે છે.

સમુદ્ર જીવોની જેમ સમુદ્રી વનસ્પતિમાં પણ પ્રકાશ ફેલાવવાની ક્ષમતા છે. સમુદ્રી ઘાસ અને ફફુંદમાં પણ આ રોશની પેદા કરવાની ક્ષમતા છે. જ્યારે સમુદ્રમાં લહેર ઉઠે છે તો ખાસ લહેરાવવા લાગે છે, આ કારણે એવું દ્રશ્ય સર્જાય છે કે, જાણે સમુદ્ર પર બ્લ્યુ કલરના બલ્બ ઝગમગાટ ફેલાવી રહ્યાં છે. ક્યારેક સમુદ્રમાં ડાઇનોફ્લૈગલેટ્સની સંખ્યા બહુ ઝડપથી વધે છે. દિવસમાં તેનો દેખાવ ભૂરા લાલ રંગનો દેખાય છે. તે લાલ જ્વારના નામથી પણ ઓળખાયા છે. આમાંથી કેટલાક જીવ ઝેરીલા પણ હોય છે.

રાત્રે સમુદ્ર ક્યારેક દુધિયા-સફેદ પણ દેખાય છે. જેને મિલ્કી-સી કહેવાય છે. જો કે આ નજારો ભાગ્યે જ જોવા મળે છે. 1915 બાદ માત્ર એકાદ વખત આવો નજારો જોવા મળ્યો. આવો નજારો સામાન્ય રીતે પશ્ચિમ હિન્દ મહાસાગરમાં, જાવા અને ઇન્ડોનેશિયાની પાસે સમુદ્રમાં જોવા મળે છે. સમુદ્રના સૌંદર્યનું શ્રેય સમુદ્રી જીવ ડાઇનોફ્લૈગલેટસને જાય છે. આ સૌંદર્ય તેને આભારી છે. સમુદ્રની સપાટી પર રાત્રે રોશની છોડતા બેકટેરિયા જમા થતાં હોવોનો પણ એક મત છે. જેના કારણે સમુદ્ર પર સફેદ રંગનું ઓજસ પથરાઇ જાય છે. જ્યારે આ બેક્ટેરિયા બહુ મોટી સંખ્યામાં જમા થાય તો સમુદ્ર બરફની ચાદર પથરાઇ ગઇ હોય તેવો નજોરા જોઇ શકાય છે. સમુદ્રની આ રંગ બદલતી દૂનિયા પર આમ તો બહુ ઓછી રિસર્ચ થયું છે. 2005માં રિસર્ચરોએ મિલ્કી-સી કેટલીક સેટેલાઇટ ઇમેજ જમા કરી હતી.

અંધારામાં ચમકતા સમુદ્રી જીવોઃ સમુદ્રના મોટા ભાગના જીવોમાં બ્લ્યુ રોશની પેદા કરવાની ક્ષમતા છે. કેટલાક જીવોની પૂછંડી તો કેટલાક જીવોનું આખું શરીર રોશનથી ચમકે છે. કેટલીક મછલીઓ એવી છે. જે રોશની ફેલાવે છે. રાત્રિના સમયમાં આ સમદ્રી જીવો અને વનસ્પતિના કારણે પ્રકાશ ફેલાય છે. માછલીઓ રોશનીની જરૂર મુજબ આંખ ખોલ-બંધ કરે છે અને જ્યાં રોશનીની જરૂર હોય છે ત્યાં તે તેમની આંખો ફેરવે છે. તેમની આંખોના પ્રકાશથી જ બેક્ટેરિયા પણ ફરે છે. વૈજ્ઞાનિકોના મત મુજબ જે સમુદ્રી જીવોમાં રોશની ફેલાવવાની ક્ષમતા નથી હોતી તેનો સંબંધ આ રોશની ફેલાવતા જીવો સાથે સારો હોય છે.

ચાંદની રાતની અસરઃ ચાંદની રાતનો ઉલ્લેખ કવિની કવિતામાં, શાયરોની શાયરીમાં જોવા મળે છે. ક્યારેક પ્રેમિકાની યાદમાં તો ક્યારેક તેમની ખૂબસુરતીની પ્રશંસા માટે ચાંદની રાતનો અને ચાંદના સૌંદર્યનો ઉલ્લેખ થાય છે. ચાંદની રાતમાં એક નશો હોય છે. ચાંદની રાત્રિના સૌદર્યની અસર માત્ર ઇન્સાન પર જ નહીં પરંતુ જીવો પર પણ થાય છે. કહેવાય છે કે આ રાત્રિના સૌદર્યમાં એક નશો હોય છે. ઔસ્ટ્રેલિયાના મૂંગાના પહાડ પર,ગ્રેટ બૈરિયર રીફમાં ચાંદની રાતનો સંબંધ સેક્સ સાથે છે. અહીં ચાંદની રાતમાં મૂંગાના લગભગ 130 પ્રજાતિ સેકસ કરે છે. મૂંગાની આ જાતિ એક જ સમયે એક સાથે ઇંડા આપે છે. અડધાથી એક કલાકની વચ્ચે તેમની વચ્ચે સેકસ થાય છે. પાણીમાં જતા પહેલા તે થોડા સમય માટે ત્યાં જ જમા થાય છે અને તે સમયે મૂંગા પહાડની સુંદરતા વધી જાય છે. જો કે આ માત્ર ચાંદની રાત્રમાં જ જોવા મળે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ નજારો અદભૂત હોય છે, ચાંદની રાત તેને એક સાથે ભેગા થવાનો સંકેત આપે છે. કહેવાય છે કે, મૂંગા પાસે ફોટોરિસેપ્ટર હોય છે. જે ચાંદનીના અલગ અલગ રૂપોને પારખી શકે છે. જેનાથી તેને ઇંડા અને સ્પર્મ રીલીઝ કરવામાં મદદ મળે છે.

ચાંદની રોશની મૂંગા માટે જેટલી સારી છે. સીલ માછલી માટે તેટલી જ ખતરનાક છે. સીલ માછલી માટે શિયાળની ચાંદની રાતમાં વધુ નુકસાનકારક સાબિત થાય છે. ચાંદ અને ઉગતા સૂરજની તેમની શરીરની ક્ષમતા ઓછી કરી નાખે છે. જેના કારણે શાર્ક જેવી ખતરનાક માછલી તેનો શિકાર કરી લે છે. કેટલીક વખત એવું પણ જોવા મળે છે કે સૂરજ નીકળતા પહેલા જ ચાંદની રોશનીમાં શાર્કે સીલ પર શિકાર કર્યો હોય.

કેટલાક સમુદ્રી જીવો જેવા કે સ્ફિડ જે દિવસમાં ખોરાકની શોધમાં સમુદ્રના તળિયે પહોંચી જાય છે. ત્યારબાદ સૂર્ય અસ્ત થયા બાદ સમુદ્રની સપાટી પર આવે છે. સૂરજ નીકળતા જ તે ફરી સમુદ્રના તળિયે જતાં રહે છે. સ્ફ્રિડ દરેક સાંજે હજારો મીટરનું અંતર કાપે છે. 5 જમ્બો સ્ફ્રિડની લંબાઇ પાંચ ફૂટથી માંડીને 13 ફૂટ સુધીની હોય છે. તેનો રંગ ચમકીલો લાલ હોય છે.તેથી તેને રેડ ડિવલ પણ કહેવાય છે. ચારે બાજુ તેમના હાથ હોવાથી તે તેનાથી શિકારને ઝકડી લે છે અને ફાડી નાખે છે. જો કે તે માનવ પર હુમલો ભાગ્યે જ કરે છે. આ રીતે સમુદ્રની અંદરની દુનિયા ખૂબ જ સુંદર છે અને ચાંદની રોશની તેને વધુ સુંદર બનાવી દે છે.

You cannot copy content of this page