Only Gujarat

Bollywood

આ કારણે હાલમાં જ અક્ષય કુમાર ફોટોગ્રાફર પર થઈ ગયો ગુસ્સો અને સંભળાવી દીધું કે….

મુંબઈઃ અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ફોટોગ્રાફરને માસ્ક પહેરવાની સલાહ આપે છે. ફોટોગ્રાફરે માસ્ક ઉતારી નાખ્યું હોવાથી અક્ષયકુમાર નારાજ થયા હતા અને તેને સરખી રીતે માસ્ક પહેરવાની સલાહ આપે છે.

અભિનેતા અક્ષય કુમાર કોરોના વાયરસને સંદર્ભે સતત લોકોને જાગરુત કરી રહ્યાં છે. અક્ષય કુમારે અનલોકની વચ્ચે કામ શરૂ કરી દીધું છે. તે અનલોકમાં સૌથી પહેલા કામ શરૂ કરનાર અભિનેતા છે. અક્ષયે જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. તેઓ એડના શૂટ માટે કોરોનાની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરીને સેટ પર આવ્યા હતાં.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર ફિલ્મ ‘પૃથ્વીરાજ’ પર કામ કરી રહ્યાં હતા. જો કે કોરોના કારણે કારણે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરવાનું નક્કી કરાયું છે. ‘બેલબોટમ’ ફિલ્મના શૂંટિગ માટે આવતા મહિને બ્રિટન જઇ રહ્યાં છે. બ્રિટનથી આવીને તે ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના સેટ પર જોવા મળશે. અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.

You cannot copy content of this page