Only Gujarat

Bollywood FEATURED

હવે બોલિવૂડના શાહરુખ ખાનનું નામ ડ્રગ્સ કેસમાં, અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ

દુબઈમાં આઈપીએલની મજા માણી રહેલા ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનનું નામ કથિત રૂપે ડ્રગ્સના વેચાણ, દાણચોરી અને વપરાશના મામલે સામે આવ્યા બાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં હંગામો મચી ગયો છે. શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટના લોકો હાલમાં આ મામલે કંઇપણ બોલવાનું ટાળી રહ્યા છે. પરંતુ, એનસીબીની અંદરખાને ખબર રાખતા લોકો કહી રહ્યા છેકે, આ કેસ દીપિકા પાદુકોણની કથિત ચેટ જેવો નથી. રસપ્રદ વાત એ છે કે, શાહરૂખ ખાનની ડ્રગ્સના કેસમાં સંડોવણી હોવાના સમાચાર પણ ત્યાંથી ફેલાયા છે, જ્યાંથી દીપિકા પાદુકોણની કથિત વોટ્સએપ ચેટ્સ લીક થઈ હતી.

હિન્દી સિનેમાની પહેલા નંબરની હિરોઇન દીપિકા પાદુકોણની ઈમેજ પર એનસીબીની પુછપરછ બાદ મોટો ડાઘ લાગ્યો છે. એક ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત કથિત વાતચીતમાં જેમાં એનસીબીના કથિત અધિકારી ઘમંડી રીતે અર્જુન રામપાલ અને શાહરૂખ ખાનનું નામ લે છે, તે દીપિકા વિરુદ્ધ કોઈ પુરાવા અંગે પણ વાત કરી રહ્યો છે. બુધવાર સુધી એનસીબી દ્વારા દીપિકા વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાના સમાચાર ખાનગી મીડિયા દ્વારા પ્રથમ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. છેલ્લાં ત્રણ ચાર દિવસથી મુંબઇમાં ચર્ચા ચાલી રહી હતી કે, ડ્રગ્સના કેસમાં એનસીબીના કામ અંગે સવાલ ઉઠે તે પહેલાં ટૂંક સમયમાં કોઈ મોટા અભિનેતા ઉપર ગાળિયો કસી શકે છે.

કાયદાનાં જાણકારો કહે છે કે કોર્ટના ચુકાદા મુજબ જો કોઈ આરોપીને અન્ય કોઈ વ્યક્તિનું નામ આપવામાં આવે તો તેની સામે કેસ ચલાવી શકાય નહીં. ઈંટેલિજન્સ ઇનપુટ પ્રાપ્ત થયા પછી પણ સંબંધિત એજન્સીએ કોર્ટમાં પુરાવા આપવાના રહેશે કે સંબંધિત વ્યક્તિની ધરપકડ કરવા માટે તેમની પાસે નક્કર આધાર છે. રિયા ચક્રવર્તીની ધરપકડ શૌવિક ચક્રવર્તીના લેખિત નિવેદનના આધારે કરવામાં આવી છે. પરંતુ, ક્ષિતિજ પ્રસાદના લેખિત નિવેદનના આધારે, કરણ જોહરને ઘેરવાની એનસીબીનો કથિત પ્લાન ફેલ થઈ ચૂક્યો છે. ક્ષિતિજ પ્રસાદે આખો મામલો તેની જમાનત અરજીની સુનાવણી દરમ્યાન ઉજાગર કર્યો હતો.

ડ્રગ્સ ચેટ કેસમાં એનસીબીના કથિત અધિકારીના હવાલાથી એક ન્યૂઝ પોર્ટલ દ્વારા અર્જુન રામપાલ, ડિનો મોરિયા, રણબીર કપૂર અને શાહરૂખ ખાનનું નામ લેવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ ચાર નામોનો ઉલ્લેખ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) નો હવાલો સંભાળી રહેલાં પૂર્વ સીબીઆઈ અધિકારી રાકેશ અસ્થાનાની સામે પણ કરવામાં આવ્યો છે. પરંતુ, આ વખતે મુંબઈના અધિકારીઓને સાવચેતીથી પગલું ભરવા માટે કહેવામાં આવ્યું છે.

દીપિકા, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે બોલાવવાની એનસીબીની તપાસ ઉંધી પડી ગઈ છે. મુંબઈની ફિલ્મ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ હવે સુશાંત સિંહ રાજપૂત સાથે સહાનુભૂતિ બતાવતું નથી. તેની ઈમેજ એનસીબીની તપાસ દ્વારા એક નશીલા અભિનેતાની જણાવવામાં આવી છે જે તેની હિરઈનોને નિર્જન જગ્યાએ બનેલાં ફાર્મ હાઉસમાં લઈ જતો હતો.

દીપિકા, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે બોલાવવાની એનસીબીની તપાસ ઉંધી પડી ગઈ છે. મુંબઈની ફિલ્મ સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ હવે સુશાંત સિંહ રાજપૂત સાથે સહાનુભૂતિ બતાવતું નથી. તેની ઈમેજ એનસીબીની તપાસ દ્વારા એક નશીલા અભિનેતાની જણાવવામાં આવી છે જે તેની હિરઈનોને નિર્જન જગ્યાએ બનેલાં ફાર્મ હાઉસમાં લઈ જતો હતો.

You cannot copy content of this page