Only Gujarat

Bollywood FEATURED

તો શું પ્રિયંકા ચોપરા છે પ્રેગ્નન્ટ? ઈશારોમાં કહી દીધી આ વાત!

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પરિવાર, તેના પતિ સાથેના થ્રોબેક ફોટો શેર કરતી રહે છે. તેમના ફોટો જોઈ કહી શકાય છે કે, પ્રિયંકા જલદી જ ખુશખબર આપવાની છે. તેમણે છેલ્લાં કેટલાક કલાકામાં તેમના બાળપણથી મિસ વર્લ્ડ અને ટીનએજ સુધીના કેટલાક ફોટો શેર કર્યાં છે. તેમણે પોતાના અનસીન ફોટો અને વીડિયો પણ શેર કર્યાં છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, ‘અનફિનિશ્ડ’ એટલે કે અધુરું. આ જોઈ લોકોનો અંદાજ મેળવવો મુશ્કેલ છે કે, તે અધૂરાપણાની વાત કરી રહી છે. તો કેટલાક ફેન્સનું કહેવું છે કે, તે તેમની પ્રેગ્નન્સિની વાત સાંભળાવવાની છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા પ્રેગ્નન્ટ છે તેવી વાત અત્યારે ચર્ચાઈ રહી છે. જોકે, આ અંગે ખુદ પ્રિયંકા ચોપરાએ કોઈ ખુલાસો કર્યો નથી.

ફોટો અને વીડિયો ‘અનફિનિશ્ડ’વાળા કેપ્શન સાથે પ્રિયંકાએ શેર કર્યું છે. આ જોઈ યૂઝર્સ કોમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઈ કહી રહ્યું છે કે, તેમની બાયોપિકનું પુસ્તક રિલીઝ થવાનું છે તો કોઈ કહી રહ્યું છે કે, તે પ્રેગ્નન્ટ છે. આમ, તો પ્રિયંકા અત્યારે તેની મેરિડ લાઇફ એન્જોય કરી રહી છે. એક ઇન્ટરવ્યૂમાં પોતાની મેરિડ લાઇફ પર વાત કરતાં તેમના પતિ નિક વિશે એક આશ્ચર્યચકિત કરનારો રાજ ખોલ્યો હતો.

ઇન્ટવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘દરેક નોર્મલ કપલની જેવી રીતે તેમના અને નિક વચ્ચે પણ ઝઘડા થાય છે. જ્યારે ચર્ચા થાય છે અને તેમને ગુસ્સો આવવા લાગે છે, તો નિક હંમેશા પોતાની એક રીતને અપનાવે છે.’

તેમણે જણાવ્યું હતું કે, ‘હું જ્યારે ચર્ચા કરવા લાગૂ છું, ત્યારે નિક મને પકડી મારો ચહેરો દીવાલ તરફ ફેરવી દે છે અને કહે છે કે, હવે આની સાથે વાત કરો. જ્યારે તમે લેકો છો કે હવે અમે મળીને વાત કરી શકીએ છીએ. ત્યારે હું તમારો ચહેરો ફરી ફેરવી દઈશ.’

18 જુલાઈ, 1982માં જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકાના પિતા અશોક ચોપરા અને મધુ ચોપરા આર્મીમાં ફિઝિશિયન હતાં. લખનઉ (લા માર્ટિનિયર ગર્લ્સ) અને બરેલી (સેન્ટ મારિયા ગોરેટ્ટી કોલેજ)માં તેમને સ્ટડી કર્યું છે. 13 વર્ષની ઉંમરમાં તે સ્ટડી માટે બોસ્ટન જતી રહી હતી. ત્રણ વર્ષ પછી પાછી આવી અને બરેલીની આર્મી સ્કૂલમાં તેમણે હાઇ સ્કૂલ એક્ઝામ પાસ કરી હતી.

જ્યારે પ્રિયંકા વિદેશથી પાછી આવી ત્યારે તેમની આંટી ‘કાલી-કલૂટી’ કહી તેને ખિજાવતી હતી. કોઈ સામાન્ય બાળકની જેમ પ્રિયંકાનો આત્મવિશ્વાસ ગુમાવવા લાગ્યો. આ તરફ તેમના પિતાએ તેમને હાયર સ્ટડી માટે તેમને ઓસ્ટ્રેલિયા મોકલવાની તૈયારીમાં હતાં.

આ દરમિયાન, પ્રિયંકાની માએ એવું પગલું ભર્યું, જેનાથી તેમનું જીવન બદલાઈ ગયું. ખરેખર, જે યૂનિવર્સિટીમાં તે સ્ટડી કરવા માટે તેમના પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવવા ગઈ હતી, તે તેમની માએ મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં મોકલી દીધો હતો. પ્રિયંકાની માએ આ વિશે કોઈને કંઈ જણાવ્યું નહોતું.

પ્રિયંકાની મા દ્વારા મોકલવામાં આવેલાં ફોટો કોન્ટેસ્ટમાં સિલેક્ટ થઈ ગયો. એક દિવસ કૉલ આવ્યો કે તે કોમ્પિટિશનમાં બાગ લેવા માટે પ્રિયંકાનું સિલેક્શન થઈ ગયું છે. ત્યારે દરેકને આ વાતની જાણ થઈ. પ્રિયંકાએ કોન્ટેસ્ટમાં સેકન્ડ પોઝિશન હાંસલ કરી અને તે વર્ષે મિસ વર્લ્ડ જીતી ગઈ.

આ પછી પ્રિયંકા ચોપરાએ ફિલ્મોમાં એન્ટ્રી કરી. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેમણે ઘણાં નેશનલ એવોર્ડ જીતી ક્રિટિક્સના મોં બંધ કરી દીધા. પ્રિયંકાના નામે ‘બાજીરાવ મસ્તાની’, ‘મેરીકૉમ’, ‘બરફી’, ‘ફૅશન’, ‘ડૉન સીરિઝ’, ‘કમિને’ અને ‘ઐતરાઝ’ સહિતની ઘણી સુપરહિટ ફિલ્મો છે.

પ્રિયંકાએ ડિસેમ્બર, 2018માં અમિરિકી સિંગ નિક જોનસ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં પહેલાં હિન્દુ અને પછી ક્રિશ્ચિયન રીતિ-રિવાઝથી લગ્ન કર્યાં હતાં.

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેમણે અમેઝોન સાથે બે વર્ષની ‘મલ્ટીમિલિયન ડૉલર ફર્સ્ટ લુક ટેલીવિઝન ડીલ’ પર સાઇન કરી છે. તે જલદી જ રાજકુમાર રાવ સાથે પણ એક પ્રોજેક્ટમાં જોવા મળશે. પ્રિયંકા છેલ્લે ફિલ્મ ‘ધી સ્કાઇ ઇઝ પિંક’માં જોવા મળી હતી.

You cannot copy content of this page