Only Gujarat

FEATURED Gujarat

96 દિવસ સુધી મોત સાથે બાથ ભીડી, સાજા થઈને આવતા પરિવારમાં દિવાળી જેવો માહોલ, જુઓ તસવીરો

સુરત સહિત રાજ્યભરના તબીબો અને લોકોની પ્રાર્થના આખરે રંગ લાવી છે. સુરતના ડૉક્ટર સંકેત મહેતા ત્રણ મહિનાની જીવલેણ લડાઇ લડ્યા બાદ ઘરે પરત ફર્યા છે. ડૉક્ટર સંકેત મહેતાના મજબૂત મનોબળે મોતને હાર આપી છે. ડોક્ટર મહેતા પોતે કોરોના સંક્રમણના કારણે ઓક્સિજન સપોર્ટ પર હતા ત્યારે ગંભીર રીતે બીમાર કોવિડ-19ના દર્દીનો જીવ બચાવવા ક્ષણભરનો પણ વિલંબ કર્યો નહોતો અને પોતાનું ઓક્સિજન માસ્ક દર્દીને આપી દીધું હતું.

તેમણે દર્દીનો જીવ તો બચાવ્યો, પણ પોતે ગંભીર બીમારીમાં પટકાયા. જો કે ડૉક્ટર મહેતા માટે લોખો લોકોએ કરેલી પ્રાર્થના ફરી અને 96 દિવસ મોત સામે જંગ લડ્યા બાદ હાલ તેઓ સ્વસ્થ થઇને સુરત પરત ફરતા તેમના પરિવારમાં ફરી ખુશી છવાઇ ગઇ. વાત એમ બની કે, જુલાઈ મહિનામાં ખુદ સંકેત મહેતાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેથી તેમને સારવાર માટે સુરતની BAPS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કોરોના સંક્રમણના કારણે તેઓ ઓક્સિજન સપોર્ટ પર હતા. 11 ઓગસ્ટના રોજ તેઓ ખુદ આઇસીયુમાં ભરતી હતા તે દરમિયાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે દર્દીને પહેરાવીને જીવ બચાવ્યો હતો. 71 વર્ષીય દર્દી દિનેશ પુરાણીનો જીવ તો બચી ગયો પણ ખુદ ડોક્ટર મહેતાની તબીયત લથડી ગઇ હતી.

આ કોરોના વોરિયરના કાર્યની નોંધ વિવિધ પ્રચાર-પ્રસાર માધ્યમોએ લીધી હતી. તેના પગલે તેમના માટે દુવા, પ્રાર્થના અને મદદનો દોર શરૂ થયો હતો. તેમની સારવાર કરનાર તબીબોનું માનીએ તો હવે સંપૂર્ણ સાજા થઈ ગયા છે અને હવે તેમને ફક્ત સ્પીચ થેરાપી અને ફિઝિયોથેરાપીની જરુર છે. આગામી એક મહિનામાં ડૉક્ટર મહેતા ફરી પોતાની ડોક્ટરી ફરજ બજાવી શકશે.

આજે લાંબા સમય બાદ એકદમ સ્વસ્થ હાલતમાં સંકેત મહેતાને માદરે વતન પરત લાવવામાં આવ્યા. જેને લઈ તેમના પરિવારમાં આજે દિવાળી જેવો માહોલ છે. સંકેત મહેતાનું માનવું છે કે મજબૂત મનોબળે જ તેઓને કોરોના સામે જીત અપાવી છે. આ કિસ્સા પરથી કહી શકાય કે ડૉક્ટરને એમ જ ઈશ્વરનું રૂપ નથી કહેવાતા.

You cannot copy content of this page