Only Gujarat

FEATURED National

એક સાથે પાંચ અર્થીઓ ઉઠી, આખા ગામમાં છવાયો માતમ ને પરિવારજનોની રડી-રડીને થઈ આવી હાલત

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના એક ગામમાં પાંચ અર્થીઓ એકસાથે ઉઠી હતી અને દરેકની આંખો ભીની થઈ ગઈ. ગામમાં માતમ પ્રસરી ગયો હતો અને પરિવારના સભ્યોની રોઈ-રોઈને ખરાબ હાલત થઈ ગઈ છે.

ખોલી રાજસ્થાનમાં બાબાના દર્શન કરીને પરત આવી રહેલાં છ ભક્તોનું કુંડળી-માનેસર-પલવાલ એક્સપ્રેસ વે પર મોત નીપજ્યું હતુ. બધા રોહતા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉકસીયા અને કિનોની ગામના રહેવાસી હતા. મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ લાશોને ગામમાં લાવવામાં આવી હતી. આ પછી, દરેકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રોહતા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉકસીયા અને કિનોની ગામના 17 લોકોનું ગ્રુપ, રવિવારે બપોરે 3 વાગ્યે એક પીકઅપ વાહન પર સવાર થઈને રાજસ્થાનના ખોલીમાં બાબા મોહનરામ ધામના દર્શન માટે ગયુ હતુ. ત્યાં દર્શન કર્યા બાદ સોમવારે તેઓ પીકઅપ કારમાં પરત ફરી રહ્યા હતા.

ત્યારે કુંડલી-માનેસર-પલવાલ એક્સપ્રેસ વે પર પાઇ ગામ નજીક અજાણ્યા વાહને પિકઅપ વાહનને ટક્કર મારી હતી. આ વાહનમાં સવાર ત્રણ મહિલાઓ સહિત છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં બાળકો સહિત 14 લોકો ઘાયલ થયા છે. ડ્રાઈવર પિકઅપ વાહન છોડીને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં ગામ ઉકસીયા નિવાસી મમતા પત્ની માંગેરામ (25), સનેશ પત્ની સંતરામ (35) અને તેનો ત્રણ વર્ષનો પુત્ર વિરાટ, નીતિન પુત્ર જયકરણ (23), તેની બહેન પ્રીતિ અને કિનોની ગામ નિવાસી મહેશ પત્ની કુસુમનું મોત નીપજ્યું હતું. મંગળવારે, જ્યારે મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે ગામમાં માતમ પ્રસરી ગયો હતો.

બીજી તરફ, પીડિતોના ઘરે ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા. લોકો પરિવારને દિલાસો આપી રહ્યા હતા. સાંજના પાંચ વાગ્યે ગામના સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન દરેકની આંખોમાં આંસુ હતા.

You cannot copy content of this page