Only Gujarat

Gujarat

પાખંડી મહંત પ્રશાંતની રાઝદાર દિશાનો ધડાકો: તાંત્રિકના બેડરૂમ પીડિતાઓને લઇ જતી

ઢોંગી, પાખંડી અને હવસખોર વડોદરાના બગલામુખી મંદિરના મહંત પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ તાજેતરમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ કૃત્યમાં પાખંડી પ્રશાંતની મદદ કરનારી શિષ્યા દિશા સચદેવ ઉર્ફે જોનની પોલીસે ધરપકડ કરી હતી અને બે દિવસના રિમાન્ડ પણ મળ્યા હતા. દિશાની પૂછપરછમાં કેટલાક ચોંકવનારા ખુલાસા થયા છે. દિશા પીડિતાઓને પ્રશાંતના બેડરૂમ સુધી લઇ જવાનું કામ કરતી હતી.

વડોદરાના બગલામુખી આશ્રમમાં ભારે ઠાઠ ભોગવતી પાખંડી પ્રશાંત ગુરુની અંગત શિષ્યા દિશા જોન પોલીસ સમક્ષ નાટકબાજી કરી ગોળગોળ ફેરવવાની કોશિશ કરી રહી હતી. પણ પોલીસે કડક હાથે કામ લેતા તે રડી પડી અને પછી પોપટની જેમ ટપોટપ રાઝ ખોલી નાખ્યા. પ્રશાંત ઉપાધ્યાય પાસે શિષ્યાને મોકલવાનું કામ કરતી દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે જોન તેની માતા સાથે મુંબઇથી વડોદરા આવી હતી અને આશ્રમમાં રહી હતી. પ્રશાંતે દિશા અને તેની માતાને પણ અલગ કરી દીધા હતા. દિશાની માતા વારસીયાના આશ્રમમાં રહેતી હતી. જ્યારે દિશા ગોત્રીના આશ્રમનો વહીવટ સંભાળતી હતી.

દિશાએ પોતાનો બચાવ કરતાં પોલીસને જણાવ્યું હતું કે તે પોતે પણ પ્રશાંતથી પરેશાન હતી. કારણ કે તેની સાથે પણ ટોર્ચર થતું હતું. તેને 8 હજાર પગાર મળતો હતો. તેની અન્ય બે સાથીદાર સેવિકા પૈકી દિક્ષા ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાની માહિતી તેણે આપી હતી, પણ ઉન્નતિ ક્યાં છે એની માહિતી ન હોવાનું તેણે જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે દિશા જોન પીડિતાઓને તાંત્રિકના બેડરૂમ સુધી મોકલવાનું કામ કરતી હતી. સાથે પ્રશાંતના તમામ વીડિયોનું એડિટિંગ પણ એ જ કરતી હતી. પ્રશાંત દુષ્કર્મ આચરતા પહેલા કોઈ દવા લેતો હોવાની વાત પણ દિશાએ પોલીસને જણાવી છે. પ્રશાંતની રાઝદાર દિશા જોન મહિલા ભક્તોને ગુરુ પ્રત્યે આકર્ષવા માટે પણ કાવાદાવા કરતી હતી. કેટલીક મહિલા ભક્તોને ફોન કરી ગુરુજી તમને ખૂબ યાદ કરે છે તેમ કહી પ્રશાંત માટે મહિલાને અહોભાવ થાય તેવા પ્રયત્નો કરતી હતી.

ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં રહેતી અને બગલામુખી આશ્રમમાં કામ કરતા સેવકની દીકરી સાથે પાંચ વર્ષ પૂર્વે દુષ્કર્મ આચરનાર પ્રશાંતની ખાસ શિષ્યા જોન ઉર્ફે દિશાને ગોત્રી પોલીસે અદાલતમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલ 21 વર્ષની યુવતી પાંચ વર્ષ પૂર્વે 2015 માં ધો.10ના વેકેશનમાં વારસિયા રીંગરોડ પર આવેલા બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયના ગોત્રીના આશ્રમમાં રહેવા આવી હતી. તે સમયે તેની ઉંમર 16 વર્ષની હતી.

કિશોરીને કેફી ગોળીઓ ખવડાવી પ્રશાંત ઉપાધ્યાય ઉર્ફે ગુરુજીએ 12 વખત દુષ્કર્મ અને અકુદરતી સેક્સ કર્યું હતું. તે સમયે કિશોરીનો કેપ્રી પહેરેલો વીડિઓ પ્રશાંતે ઉતારી લીધો હતો. વીડિઓ મારફત તે કિશોરીને બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજારતો હતો. હાલ પ્રશાંત જેલમાં જ છે અને તેણે થોડા સમય પહેલા ઊંઘની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

 

You cannot copy content of this page