Only Gujarat

Gujarat

થ્રિલર ફિલ્મને ટક્કર મારે તેવો બનાવ, ખૂલ્યો હત્યાનો ભેદ, લાશ જોઈ પોલીસની આંખો પણ થઈ ગઈ પહોળી

સુરતના પાંડેસરા વિસ્તારમાં એ સમયે ચકચાર મચી ગઈ જ્યારે એક ઘરની અંદર દીવાલમાં ચણી દેવાયેલું હાડપિંજર બહાર કઢાયું. આ હાડપિંજર હતું શિવમ ઉર્ફે કિશનનું. જેની 5 વર્ષ પહેલાં હત્યા કરી દેવાઈ હતી. હત્યાનો આરોપી છે રાજુ બિહારી નામનો શખ્શ.

કૂખ્યાત બૂટલેગર રાજુ જે ઘરમાં રહે છે તેમાં જ તેણે સીડીની નીચે શિવમની લાશને ચણી દીધી છે તેવી ચોક્કસ બાતમી મળતા પોલીસ રાજુના ઘર પર પહોંચી અને દીવાલને તોડી હાડપિંજર બહાર કઢાયું. આસપાસ રહેતા લોકો પણ આ ઘટનાને લઈ ચોંકી ઉઠ્યા. તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેમના પાડોશમાં રહેતો રાજુ આટલો ખૂંખાર છે. ચર્ચાઈ રહ્યું છે કે મૃતક શિવમ દારૂ વેચતા રાજુની બાતમી પોલીસને આપી દેતો હતો. જેને લઈ તેની હત્યા કરી દેવાઈ હતી.

બોલિવુડની ફિલ્મ દ્રશ્યમને ટક્કર મારે તેવી આ ઘટનાની વિગત એવી છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ-3માં વર્ષ 2015માં હત્યાકાંડ સર્જાયો હતો. જેમાં આરોપી રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કર્યા બાદ મૃતદેહને દીવાલમાં ચણી દીધો હતો. બાદમાં આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલમાં જતો રહ્યો હતો. પેરોલ પર છૂટ્યા બાદ તે હાજર થયો નહોતો. તે સમયે પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી. (હત્યાના આરોપી રાજુ બિહારની ફાઈલ તસવીર)

આ બાતમીના આધારે પોલીસે પૂછપરછ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો. પોલીસે રાજુના ઘરમાંથી દીવાલમાં ચણી દેવાયેલી લાશના હાડપિંજરને મામલતદાર તથા એફએસએલની હાજરીમાં વિડિયોગ્રાફી કરી બહાર કાઢ્યું હતું. રાજુ કુખ્યાત બુટલેગર છે અને તેને શંકા હતી કે શિવમ તેની માહિતી પોલીસને આપી દે છે. તેની અદાવત રાખીને પોતાના જ સંબંધીની હત્યા કરી હોવાની સંભાવના છે.

મૃતદેહને બહાર કાઢનાર શ્રમિક અનિલ બોરસેએ જણાવ્યું કે ઘરના રસોડામાં ખાડો ખોદીને દીવાલમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. આ પ્લાસ્ટર ખોદીને છ શ્રમિકોએ લગભગ બે કલાકની મહેનત બાદ હાડપિંજર બહાર કાઢ્યું હતું. જેમાં મૃતકના શરીર પરથી માથું અલગ થઈ ગયેલું હતું. દાદરની નીચે ખાલી જગ્યા પડી હતી એમાં શિવમ ઉર્ફે કિશનની લાશને ચણી દેવામાં આવી હતી. બાદમાં તેના પર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવ્યું હતું. જેથી પાંચ વર્ષ સુધી મૃતદેહ ત્યાં પડી રહેતાં હાડપિંજર થઈ ગયું હતું.

ખૂબ જ ઓછા જોવામાં આવતા કેસો પૈકીનો એક કેસ કહી શકાય. સામાન્ય રીતે હાડકા પર કોઈ ઇજાના નિશાન શોધવાના હોય, DNA કરાવવાનું હોય, અમુક પ્રકારના ઝેરની હાજરી શોધવી હોય તો લાંબા સમય સુધી હાડકામાંથી એ મળી શકે. આવા પોસ્ટમોર્ટમ ફોરેન્સિક વિભાગના નિષ્ણાંત તબીબો કરતા હોય છે. મૃતકના પરિવારના સભ્યોના DNA બાદ જ વ્યક્તિની સાચી ઓળખ સામે આવે છે. આ તમામ પ્રકારની કામગીરી પોલીસના અનુભવી અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવતી હોય છે.

 

You cannot copy content of this page