Only Gujarat

Religion

આજે શુક્રવારે કોની પર વરસશે લક્ષ્મી માતાની કૃપા? તો કોને રાખવી સાવધાની? વાંચો રાશિફળ

રાશિફળ: 06-11-2020: આજે ગુરુવારના દિવસે કોને ફળશે ગુરુદેવની કૃપા? તો કોને રાખવી સાવધાની.. જુઓ તમારું રાશિફળ..

મેષઃ આજે આપના નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય સાથે જ કૌટુંબિક આનંદનું વાતાવરણ જળવાઈ રહે, જમીન સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને વિશેષ તક જણાય અને વિચારોને પોઝેટીવ રાખવા, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: ધાર્યું કાર્ય આગળ વધે તેમજ આંતરિક મતભેદ દૂર થતા જણાય.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા જણાય, મહત્વના કામમાં સ્વજનનો સહકાર જણાય.
  • નાણાકીય: આવકના નવા સ્રોતોનું નિર્માણ સંભવ,
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ અનુકૂળ જણાય.
  • સ્વાસ્થ્ય: વિદ્યાભ્યાસ અનુકૂળ જણાય.
  • આજનો મંત્ર: ॐ गोपतिप्रियाय नमः

વૃષભઃ અંગંત સંબંધો માં મધુરતા જળવાઈ રહે સાથે જ અશાંતિના વાદળો વિખરતા જણાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી, મનોવાંછિત પરિણામની પ્રાપ્તિ સંભવ, ગેરસમજ-મનદુઃખ ટાળવા.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં.
  • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, કૌટુંબિક કામકાજમાં સફળતા મળે.
  • નાણાકીય: વડીલોથી આર્થિક મદદ મળી રહે, વડીલોથી આર્થિક મદદ મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ गुरूणां गुरवे नमः

મિથુનઃ આર્થિક બાબતો હતાશાને ભેટ આપશે, કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન કે ઉતાર-ચઢાવ સંભવ, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય, વિચારો ઉપર અંકુશ રાખવો, પ્રવાસ ટાળવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવો વળાંક આવી શકે, કાર્યનું ફળ જલ્દી જોવા મળે.
  • પરિવાર:  ગૃહજીવન ની પરિસ્થિતિ મધુર જણાય, તમારા ગુસ્સા પર કાબુ રાખવો હિતાવહ.
  • નાણાકીય: વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય, મનોવાંછિત આવક મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને મહેનત નું મધુર ફળ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તબિયતમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ जयन्ताय नमः

કર્કઃ વિશરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય અને સામાજિક સંબંધમાં મીઠાશ વધતી જણાય સાથે જ સાંજના સમયે આપના કામમાં સાનુકુળતા જણાય, વિચારો સકારાત્મક રાખવા, કાર્યક્ષેત્રના પ્રશ્નો આપની બેચેની માં વધારો કરી શકે છે.

  • કાર્યક્ષેત્ર: જૂના વિવાદ સમાપ્ત થતા જણાય અને કાર્યક્ષેત્રમાં નવી તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: પારિવારિક આનંદ જળવાઈ રહેશે, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ.
  • નાણાકીય: સંપત્તિ અંગેના પ્રશ્નો માં સાનુકુળતા જણાય, નેગેટીવ વિચારોથી દુર રહેવું હિતાવહ છે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિણામ માં થોડી ખટાસ ચાખવી પડે.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: अनन्ताय नमः

સિંહઃ સ્નેહીજનને મળવાનું સંભવ બને, વારસાગત સંપત્તિનાં પ્રશ્નો હલ થાય, જમીન-મકાન અંગેનાં પ્રશ્નોનું નિરાકરણ સંભવ, માનસિક ચિંતાઓ દૂર થતી જણાય, આપનું મૌન આપની અડચણો ની દવા બની રહે, વાદ-વિવાદથી બચવું.

  • કાર્યક્ષેત્ર: ધંધાકીય પ્રવૃત્તિઓ સામાન્ય જણાય અને નવા કરાર થવાની સંભાવના છે.
  • પરિવાર: પારિવારિક પ્રશ્નો નો નિકાલ જણાય અને મનમાં આનંદ અને ઉલ્લાસ રહેશે.
  • નાણાકીય: અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે, આર્થિક બાબતોમાં કળથી કામ લેવું.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ विविक्ताय नमः

કન્યાઃ આજે નાણાકીય બાબતોમાં દુષ્કાળ માં અધિક માસ જેવી સ્થિતિ જણાય, દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે, તમારી વાક્પટુતાથી ધાર્યું કાર્ય પાર પડી શકશો, સામાજિક કાર્યમાં મધુર ફળ ચાખવા મળે તેમજ મોસાળમાં થી સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ.

  • કાર્યક્ષેત્ર: આજે આપના લક્ષ્યને પૂર્ણ કરવા જરૂરથી વધારે મહેનત કરવી પડે.
  • પરિવાર: ઘરના બધા સભ્યોથી પરસ્પર સંવાદિતા મધુર રહેશે પરંતુ પ્રેમ સંબંધોમાં તાણની પરિસ્થિતિ આવી શકે છે.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ वरिष्ठाय नमः

તુલાઃ પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી, મન અને ધન પર કાબુ રાખવો હિતાવહ, દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે તેમજ આરોગ્ય અંગે વિશેષ સાવધાની જરૂરી, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કોઈ નવો ધંધો શરૂ કરવા અથવા વર્તમાન ધંધાને વિસ્તૃત કરવા માટે કેટલીક નવી યોજનાઓ બનાવી રહ્યા છો તો એકવાર ફરીથી વિચારણા કરવાની જરૂર છે.
  • પરિવાર: ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: આર્થિક આયોજનમાં મધુરતા જણાય તથા આર્થિક ક્ષેત્રમાં લાભ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ बृहद्भानवे नमः

વૃશ્રિકઃ કાર્યક્ષેત્રમાં તમારા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે, જાવકનું પ્રમાણ વધે, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા, પોતાની વાતની વાત રજુ કરવામાં ઉતાવળના કરાવી.

  • કાર્યક્ષેત્ર: આજે તમારા કાર્યમાં પારદર્શિતા ખૂબ મહત્વપૂર્ણ છે તેમજ કાર્ય સંબંધિત નવી નીતિઓ પર પણ ચર્ચા સંભવ.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: નાણાકીય રોકાણ સાચવીને કરવુ, આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ बृहस्पतये नमः

ધનઃ મનનાં મનોરથો સફળ થતા જણાય, મુસાફરી ટાળવી પરંતુ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું, તમારી વાક્પટુતાથી ધાર્યું કાર્ય પાર પડી શકશો, સામાજિક કાર્યો આગળ વધે, નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે તેમજ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર: પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, દાંપત્યજીવનનો આનંદ જળવાઈ રહેશે.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી જણાય તથા પ્રગતિ કારક તક મળી શકે.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
  • આજનો મંત્ર:  ॐ गीष्पतये नमः

મકરઃ જીવન બંધાયેલુ હોય તેમ અનુભવાય, પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય અને ચિંતાનાં વાદળ દૂર થતા જણાય, મન માં ઘડેલી યોજનાઓ ને અમલ માં મૂકી શકાશે, નેગેટીવ વિચારોથી દુર રહેવું, દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાથ-સહકાર મળી રહેશે તેમજ કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય લેવો નહિ.
  • પરિવાર: અંગત સમસ્યા ઘેરાતી જણાય તેમજ સામાજિક કાર્યોમાં વ્યસ્તતા જણાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ સાચવીને કરવુ, આર્થિક મોકળાસ દુર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી કળા માં આગળ વધાય.
  • સ્વાસ્થ્ય: ઋતુજન્ય રોગોથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ देवपूजिताय नम

કુંભઃ આંખ આડા કાન કરવા હિતાવહ જણાય, કાર્યક્ષેત્રમાં આપને મનગમતી તક મળતી જણાય, પરિવારમાં ગુંચવાયેલી બાબતોનું સમાધાન થઈ શકે છે, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પરિવર્તન કે સ્થાનફેર જણાય તથા હરીફવર્ગથી લાભ જણાય.
  • પરિવાર: સામાજિક-વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: રોકાણ કરતાં પહેલાં તેનો પૂર્વ અભ્યાસ જરૂરી, શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ दैत्यहन्त्रे नमः

મીનઃ નેગેટીવ વિચારોથી દુર રહેવું, પર્શનલ અને પ્રોફ્રેસનલ જીવનને અલગ રાખવા, સામાજિક કાર્યો પાર પડતા જણાય, મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા અને યાત્રા-પ્રવાસ જરૂર હોય તોજ કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય, કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે.
  • પરિવાર: ભાઈ – બહેનના સંબંધ માં મધુરતા જણાય, વિવાદ ટાળવો.
  • નાણાકીય: મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર:    दयाकराय नमः
You cannot copy content of this page