Only Gujarat

National TOP STORIES

કોરોનાનો ખાત્મો હવે હાથવેતમાં, આ મહિનામાં ભારતમાં આવી જશે રસી

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે ત્યારે મોટા ભાગના દેશો કોરોનાની વેક્સીન બનાવવા માટે કામે લાગી ગયેલા છે ત્યારે ભારત બાયોટેક કંપનીએ આઈસીએમઆર અને એનઆઈવીની સાથે મળીને કોવોક્સીન નામની વેક્સીનને તૈયાર કરી છે. પહેલા ત્રણ ચરણના ટ્રાયલમાં વેક્સીનનું સારું પરીણામ આવ્યા છે. હવે આખી દુનિયાના લોકોને ભારત પાસે આશા છે અને વેક્સીન ક્યારે લોન્ચ કરશે તેની ચર્ચાઓ ચાલી રહી છે.

સુત્રો પ્રમાણે, ભારત બાયોટેકની કોરોના વેક્સીન ફેબ્રુઆરી મહિનામાં લોનન્ચ કરવામાં આવી તેવી શક્યતા છે. રોયર્ટ્સે સરકાર સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, ફેબ્રુઆરી મહિનામાં વેક્સીનને લોન્ચ કરવામાં આવી શકે છે. પહેલા વેક્સીન એપ્રિલ-જૂન મહિનામાં આવવાની આશા હતી પરંતુ ફેબ્રુઆરી મહિનામાં વેક્સીન આવે છે તો સમયથી પહેલા લોકો સુધી પહોંચી શકશે. ભારત બાયોટેક ભારત સરકારની સાથે મળીને આ વેક્સીન બનાવી રહી છે.

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના બીઆરડી મેડિકલ કોલેજમાં ભારત બાયોટેકની વેક્સીનની ત્રીજા ચરણનું ટ્રાયલ આ મહિનાની 15 નવેમ્બર બાદ શરૂ કરવામાં આવશે. જેના માટે કોલેજ પ્રશાસનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્રણ સદસ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે. હવે કોલેજ પ્રશાસનને બે હજારથી વધારે વોલેન્ટિયરની શોધ છે.

કોરોનાની વેક્સીનનો આઈસીએમઆર (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્સ) અને ભારત બાયોટેક તરફથી તૈયાર કરવામાં આવેલ છે. જેનું બે ફેજનું ટ્રાયલ જિલ્લામાં પૂર્ણ થઈ ગયું છે. પહેલા ફેજમાં આઠ અને બીજા ફેજમાં 14 વોલેન્ટિયરને વેક્સીન લગાવવામાં આવી હતી.

વેક્સીન લગાવ્યા બાદ સતત 42 દિવસ સુધી આ વોલેન્ટિયરની દેખરેખ રાખવામાં આવી હતી. તમામ વોલેન્ટિયર અત્યાર સુધી સ્વસ્થ છે. ત્યાર બાદ ત્રીજા ફેજના ટ્રાયલ માટે બીઆરડી મેડિકલ કોલેજની પસંદગી કરવામાં આવી છે.

કોલેજ પ્રશાસનને વેક્સીનના ટ્રાયલ માટે બે હજારથી વધારે વોલેન્ટિયરની જરૂરિયાત છે. જેમાં તમામ ઉંમરના લોકોને સામેલ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રીજા ફેજના ટ્રાયલ બાદ આઈસીએમઆર નવા વર્ષમાં વેક્સીનને લોંચ કરી શકે છે.

બીઆરડી મેડિકલ કોલેજના પ્રિન્સીપાલ ડો.ગણેશ કુમારે જણાવ્યું હતું કે, પહેલા ઓક્ટોબરમાં ટ્રાયલ થવાના હતાં પરંતુ તંત્ર તરફથી સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રાયલ માટે બે હજારથી વધારે વોલેન્ટિયરની જરૂરિયાત છે. આ મહિનાની 15 નવેમ્બર બાદ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

You cannot copy content of this page