Only Gujarat

FEATURED National

પહેલા પાંચ લોકો સાથે કર્યાં લગ્ન બાદમાં દિયર સાથે જ થયો પ્રેમ ને પછી આવ્યો ચોંકાવનારો વળાંક

એક મહિલાએ 35 વર્ષની ઉંમરમાં પાંચ લગ્ન કરી ચૂકી છે તેના તમામ પતિ અલગ-અલગ ગામમાં રહે છે. આ દરમિયાન એક પતિના ભાઇને પોતાનું દિલ આપી બેઠી અને બંને વચ્ચે અંદાજે છ મહિના સુધી પ્રેમ-સંબંધ ચાલ્યો. બંને બે દિવસ સુધી એક જ રૂમમાં બંધ હતા અને લગ્નની યોજના બનાવી રહ્યાં હતા. આ વાતની જાણ થતા પૂર્વ પતિઓ ગુસ્સે લાલચોળ થઇ ગયા. બાદમાં દિયર-ભાભીને ચોર ગણાવી ગામજનોની મદદથી બંનેને બહાર કાઢી ઢોર માર મારવામાં આવ્યો. એટલું જ નહીં તુગલકી ફરમાન જાહેર કરી બંનેનું મુંડન કરી આખા ગામમાં ફેરવ્યા હતા. બાદમાં ગામમાં પંચાયત બોલી ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ચોંકાવનારી ઘટના સિરદલા થાના ક્ષેત્રના એક ગામમાં સવારે દસ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)

મહિલા પહેલા પાંચ નિકાહ કરી ચૂકી છે. તે પોતાના કથિત પ્રેમી સાથે ભાગી વધુ એક નિકાહની તૈયારી કરી રહી હતી. આ વાતની સૂચના ખટાંગી, રજોંધ તથા જમુગાય ગામમાં રહેતા તેના પતિઓને થઇ ગઇ.

મહિલાના કથિત પ્રેમી બે દિવસથી તેની સાથે ઘરે જ રહેતો હતો. આ વાતની જાણ મહિલાના પતિઓને થઇ ગઇ. પતિઓએ ષડયંત્ર રચી મહિલાના પથિત પ્રેમીના ઘરે હોવાની વાત ગામમાં ફેલાવી લોકોની ભીડ એકત્રિત કરી.

મહિલાના ઘરેથી બંનેને બહાર કાઢ્યા. શરૂઆતમાં ગાળા-ગાળી શરૂ થઇ બાદમાં બૂટ-ચપ્પલથી બેરહેમીથી પિટાઇ કરવામાં આવી. એટલું જ નહીં રોષે ભરાયેલા મહિલાના પતિઓએ તુગલકી ફરમાન જાહેર કરી દીધું.

પતિઓએ સાથે મળી મહિલા અને તેના કથિત પ્રેમીનું મુંડન કરાવી આખા ગામમાં ફેરવ્યા હતા. ગામમાં પંચાયત બોલાવી ઘટનાને કેવી રીતે દબાવી દેવી તેના પ્રયાસ હાથ ધરાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)

કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનો પ્રેમી બીજું કોઇ નહીં પરંતુ જમુગાય ગામમાં રહેતા તેના પતિનો ભાઇ એટલે કે દિયર જ હતો. દિયર સાથે મહિલાના અંદાજે છ મહિના સુધી આડાસંબંધ ચાલી રહ્યાં હતા. સિરદલા થાનાધ્યક્ષ આશીષ કુમાર મિશ્રાએ કહ્યું કે ઘટનાની જાણકારી મેળવવાના પ્રયાસ ચાલુ છે. (પ્રતિકાત્મક તસવીર)

You cannot copy content of this page