Only Gujarat

FEATURED Religion

શનિની સાથે આ સૌથી મોટો ગ્રહનો થયો અસ્ત, આ છ રાશિ માટે જોખમભર્યો સમય શરૂ

સૂર્ય, ગુરુ અને શનિ અત્યારે મકર રાશિમાં એકસાથે વિરાજમાન છે. 7 જાન્યુઆરીએ શનિ અને 17 જાન્યુઆરીએ ગુરુ પણ અસ્ત થઈ ગયા છે. ગુરુ અસ્ત થવાને લીધે આ સમયે શુભ કાર્યો કરવાની પણ મનાઈ થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ બંને મોટા ગ્રહોના અસ્ત થવાથી દેશ-દુનિયામાં મોટી અસર થશે. સાથે જ અલગ-અલગ રાશિઓને સારા,-ખરાબ પરિણામ મળશે. મેષ, વૃષભ, તુલા, ધન અને કુંભ રાશિના જાતકોએ વધુ સાવધાની રાખવાની સલાહ છે.

મેષ: મેષ રાશિના જાતકોમાં આળસ વધશે અને અનાવશ્યક ચિંતાઓ હેરાન કરશે. તમારું માન-સન્માન ઓછું થઇ શકે છે. નાના-ભાઈ બહેનો સાથે વિવાદ પણ થઈ શકે છે. ખોટા ખર્ચાઓથી બચવું. પિતા સાથે મતભેદ પણ થઈ શકે છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખવું. પીળા રંગનો પ્રયોગ તમને લાભ આપી શકે છે.

વૃષભ: વૃષભ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. રૂપિયાની લેતી દેતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. ભાગ્ય સ્થાનમાં ગુરુ અસ્ત થતો હોવાથી નસીબના સહારે ન બેસી રહેવું અને ખુદ પ્રયત્ન કરવા. રૂપિયા પર નિયંત્રણ રાખો નહીતો ખર્ચા વધી શકે છે. કેળાનું દાન કરવું.

મિથુન: મિથુન રાશિના જાતકોએ કરિયર અને વેપારમાં લાપરવાહી કરવી નહીં. પારિવારિક જીવનનું ધ્યાન રાખવું. જો તમે નવું મકાન અથવા વાહન લેવાનું વિચારી રહ્યા છો તો અત્યારે તમારી યોજનાને ટાળવી. અત્યારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું નહીં નહીં તો નુકસાન સહન કરવું પડી શકે છે. રૂપિયા ખર્ચવા પર નિયંત્રણ રાખવું. ભગવાન શિવની ઉપાસના કરવાથી લાભ થશે.

કર્ક: કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન દગાખોર લોકોથી સાવધાન રહેવું. પરિવારમાં મતભેદ થઈ શકે છે. કોઈ કાર્યમાં વિઘ્ન આવવાને લીધે તમે માનસિક રીતે હેરાન થઈ શકો છો. એટલે આ સમયે દરેક કામને સાવધાનીથી કરવા જેથી આગળ જતા કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે નહીં. પીળા રંગનો ખૂબ પ્રયોગ કરવો.

સિંહ: સિંહ રાશિના જાતકોએ સંપત્તિના વિવાદમાં પડવાથી બચવું અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. પારિવારિક જીવનમાં પણ ધ્યાન રાખવું. ઘરના સભ્ય સાથે વાદ-વિવાદ થઈ શકે છે. કોર્ટ કચેરીના ધક્કા થઈ શકે છે. માટે વાદ-વિવાદવાળા કાર્યોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. હળદરનું તિલક કરવું.

કન્યા: કર્ક રાશિના જાતકોના સંબંધમાં સમસ્યા અને મનભેદના યોગ બની રહ્યા છે. સંતાન પ્રાપ્તિની ઇચ્છા રાખનારા જાતકો આ સમયે હેરાન થઈ શકે છે. સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન ખૂબ જ મહેનત કરે, નહીં તો હેરાન થઈ શકે છે. ભગવાન શિવની ઉપાસના કરવાથી લાભ થશે.

તુલા: ગુરુ અસ્ત થયા પછી તુલા રાશિના જાતકોએ કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો અને સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું. માન-સન્માન ઓછું થઈ શકે છે. વેપારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે અત્યારે ટાળવું, તમારા માટે સારું રહેશે. આ સમયે કોઇપણ માંગલિક કાર્યનું આયોજન કરવું નહીં. સ્વાસ્થ્ય સારું રહેશે. પીળી વસ્તુઓનું દાન કરવું તમારા માટે લાભદાયી રહેશે.

વૃશ્ચિક: વૃશ્વિક રાશિના જાતકોએ આ સમયે ધનના નુકસાનથી બચવું. સંતાન અંગે સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું. કોઈપણ કાર્ય સમજી-વિચારીને કરવું. વધારે ક્રોધ આવી શકે છે. માટે કોઈ વાદ-વિવાદમાં પડવું નહીં. સોનું અથવા પિત્તળ પહેરવાથી લાભ થઈ શકે છે.

ધન: ગુરુ અસ્ત રહે ત્યાં સુધી ધન રાશિના જાતકોએ પોતાના મહત્વપૂર્ણ કામ ટાળી દેવા. પ્રવાસ દરમિયાન વિશેષ સાવધાની રાખવી. આ સમયે પરિવારમાં મતભેદ થઈ શકે છે. સંબંધીઓ સાથે પણ વાદ-વિવાદ થઈ શકે છે. કોઈપણ જરૂરી કામ કરતા પહેલા મોટા લોકોની સલાહ જરૂર લેવી. મોટા લોકોની મદદથી કાર્ય સાચી દિશામાં થશે અને આગળ વધશે. અત્યારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં. ગુરુના મંત્રનો જાપ કરવો.

મકર: મકર રાશિના જાતકોના સ્વાસ્થ્ય અને તણાવમાં મુશ્કેલી વધી શકે છે. કરિયરમાં બેદરકારી કરવી નહીં. તમારી રાશિમાં ગુરુ અસ્ત છે. એટલે સ્વાસ્થ્ય અંગે તમારે સાવધાન રહેવું. સ્વાસ્થ્ય ગરબડ થવાને લીધે રૂપિયા વધારે ખર્ચાઈ શકે છે. તમારા આર્થિક અને પારિવારિક જીવન અંગે પણ સતર્ક રહેવું. પીળી વસ્તુથી દૂર રહેવું.

કુંભ: કુંભ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિનું ધ્યાન રાખવું. સમજી-વિચારીને જ કોઇ મોટો નિર્ણય લેવો. વિદેશ સાથે જોડાયેલા કોઈ કામ અત્યારે કરવા નહીં. પોતાનું દરેક કામ સમજી-વિચારીને કરવું. વાદળી રંગનો પ્રયોગ શુભ ફળ આપી શકે છે.

મીન: મીન રાશિના જાતકોને આવકમાં મુશ્કેલી થઈ શકે છે. મનની ચિંતા વધી શકે છે. મીન રાશિના જાતકોએ આ સમયે રોકાણ કરવાથી બચવું જોઈએ. કોઈપણ જરૂરી કામ કરતા પહેલા પાર્ટનર અથવા જીવનસાથીની સલાહ જરૂર લેવી. ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો 15 ફેબ્રુઆરી સુધી તેને ટાળી દેવું. ગુરુના મંત્રનો જાપ કરવો.

You cannot copy content of this page