Only Gujarat

FEATURED International

મહિલાએ આ કારણે એક પછી એક આટલા બાળકોને આપ્યો જન્મ, જાણીને આંખો ચકરાઈ જશે

લંડનઃ આજના સમયમાં કપલ ફેમિલિ પ્લાનિંગ કરતા પહેલા ઘણી બધી બાબતોનો વિચાર કરે છે. મોટા ભાગના દંપતી તો માત્ર એક જ બાળકથી સંતોષ માની લે છે. આ કારણે જ તો બ્રિટનમાં 21 બાળકોને જન્મ દેનાર રેડફોર્ડ વિશે જાણીને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. જો કે હવે બ્રિટનની રેડફોર્ડના રેકોર્ડને બ્રેક કરનાર બીજી મહિલા આવી ગઇ છે. આ મહિલાએ 19 બાળકોને જન્મ આપ્યો છે અને 14 તેમની પૌત્ર-પૌત્રીઓ છે.

અમેરિકામાં રહેતી 55 વર્ષની ટ્રી સર્જન ગિલ અને 53 વર્ષની કેલીને નવ દીકરા અને દસ દીકરીઓ છે. આ પરિવાર જોઇન્ટ ફેમિલી બેસ્ટ એવો એક ટીવી શો પણ કરી ચૂક્યું છે. આટલા બધા બાળકો વચ્ચે તેમની જિંદગી કેવી રીતે વિતે છે. તે વિશે ખુદ કેલીએ કેટલીક વાતો શેર કરી હતી. કેલીના બધા જ બાળકોનો જન્મ નોર્મલ ડિલીવરીથી થયો છે, એમાંથી 14 બાળકોનો જન્મ તો કોઇ દવા વિના ઘરે જ થયો હતો. કેલીએ 19 ડિલીવરીમાં ક્યારેય ટ્વીન્સને જન્મ નથી આપ્યો.

19 બાળકો અને 14 પૌત્ર -પૌત્રીથી હર્યોભર્યો આ પરિવાર હાલ ખૂબ ચર્ચામાં છે. કેલીને સંતાનમાં 10 દીકરીઓ અને 9 દીકરા છે. તેમના લગ્ન 1987માં થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પહેલા બાળકનો જન્મ થયો. આ સમયે કેલીની ઉમંર 22 વર્ષની હતી. આટલા બાળકોની માતા બનનાર કેલીનો જિંદગીનો મોટા ભાગનો સમય બાળકોને જન્મ આપવામાં અને તેના ઉછેરમાં જ જતો રહ્યો છે.

જોકે આ મુદ્દે કેલીએ જણાવ્યું હતું, “મેં ક્યારેય ન હતું વિચાર્યું નહોતું કે હુ આટલાં બાળકોને જન્મ આપીશ” કેલીએ જણાવ્યું કે હતું કે તે ખ્રિસ્તી છે અને ખ્રિસ્તી ધર્મમાં વિશ્વાસ રાખતી હોવાથી તેણે ગર્ભનિરોધક ગોળી ન લેવાનો નિર્ણય કર્યો હતો. કેલી અને ગિલે જણાવ્યું કે, બસ ત્યારબાદ ભગવાન પર જ ભરોસો રાખીને એક બાદ એક બાળકો પેદા કરતા ગયા.

આ પરિવારની સૌથી સારી વાત એ છે કે,. ફેમિલીમાં 21 મેમ્બર હોવા છતાં પણ બધા જ સાથે એક ઘરમાં સાથે હળીમળીને રહે છે. આ પરિવાર બેટસ લેક સિટીમાં પાંચ બેડરૂમવાળા મકાનમાં રહે છે.

4 હજાર ફૂટના તેમના ઘરમાં કપડા ધોવા માટે પાંચ વોશિંગ મશીન છે. તેમજ ત્રણ કપડા સૂકવવાના મશીન છે. પરિવારને એક સપ્તાહનું 28 લિટર દૂધ અને નવ લૌફ બ્રેડ જોઇએ છે. જ્યારે જમવામાં 10 મોટા પિત્ઝા હોય છે.

આ પરિવાર હાલ ખૂબ જ ચર્ચામાં છે, લોકોનું કહેવું છે કે, આટલો મોટો પરિવાર ચલાવવો ખરેખર સહેલું કામ તો નથી. જો કે કેલીનું કહેવું છે કે, તે બધાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમને તેમનો આ મોટો પરિવાર ખૂબ જ પ્રિય છે.

You cannot copy content of this page