Only Gujarat

National TOP STORIES

અનેક સગવડો હોવા છતાંય નથી વાંચતા ને આ છોકરો ભણ્યો એવું કે પરિવારની છાતી થઈ 56 ઈંચની

નવી દિલ્હીઃ યૂપીએસસીની પરીક્ષા 2019નું મંગળવારે (4 ઓગસ્ટ) પરિણામ આવી ગયું, જેમાં બે સગી બહેનોએ પણ સફળતા પ્રાપ્ત કરી છે. રાજસ્થાનના સિકરાયના ખેડીગામમાં અનામિકા અને અંજલિની સફળતાથી પરિવાર સહિત ગામના લોકો ખૂબ જ ખુશ છે. આ બંને બહેનોની સાથે સિકરાયના નાહરખોહરાના બે યુવકોએ પણ યૂપીએસસીની પરીક્ષામાં બાજી મારી છે. તમિલનાડુ કેડરના ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી રમેશ ચંદ્રની દીકરી અનામિકા અને અંજલી બંને સગી બહેનો છે. પરીક્ષામાં અનામિકાએ ઓલ ઇન્ડિયામાં 116 અને અંજલીએ 494 રેક પ્રાપ્ત કર્યાં છે.

એક જ ગામની 2 સગી બહેનોની IAS માટે પસંદગી થતા ગામના લોકો પરિવારને શુભકામના આપી રહ્યાં છે. બંને પુત્રીઓ તેમના પિતા સાથે ચેન્નઇમાં રહે છે. આ સાથે સિકરાયના નિવાસી રવિકુમાર મીના અને નાહરખોહરાના નિવાસી અરવિંદ કુમારની પણ પસંદગી થઇ છે. એક જ ગામના ચાર લોકોએ યૂપીએસસીમાં સફળતા મેળવતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છે.

સાકાર થયું સપનુંઃ અરવિંદ મીણાની સફળતાને જોઇને એ વાત સાબિત થાય છે કે, ખરેખર સફળતા પ્રાપ્ત કરવા માટે સુવિધા અને સાધનોની જરૂર નથી હોતી. અરવિંદ માટે નોહરખોહરાથી યૂપીએસસી સુધીની સફર સરળ ન હતી. બાળપણમાં જ પિતાનું અવસાન થઇ ગયું. માતાને કામમાં મદદ કરવાની સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને અધિકારી બનવાનું સપનુ પણ જીવિત રાખ્યું. આખરે અરવિંદની મહેનત રંગ લાવી અને સપનુ સાકાર થયું.

ભારતીય પ્રશાસનિક સેવામાં સિલેક્ટ અરવિંદનો 676 રેન્ક આવ્યો છે. અરવિંદે જણાવ્યું કે, મુશ્કેલી તો બધાના જીવનમાં આવે છે, બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. માતા મહેનત મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી. જો કે આ સ્થિતિમા પણ માએ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યો. અભ્યાસ આડે જ્યારે ગરીબાઇ આવી તો મામાએ પિતાની ફરજ નિભાવી અને મદદ કરી તેમજ આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. આજે તે જે મુકામે પહોંચ્યો છે, તેનો બધું જ શ્રેય મામા અને માને આપે છે. જો એ ના હોત તો આ શક્ય ન થાત.

ભારતીય પ્રશાસનિક સેવામાં પસંદગી પામેલ અરવિંદનો પરિવાર બીપીએલ યાદીમાં છે. તેમણે માટીના બનેલા કાચા ઘરમાં જ અભ્યાસ કર્યો અને IAS બનવાનું સપનુ સાકાર કર્યું. ગામના દીકરાની IAS માટે પસંદગી થતાં ગામમાં ખુશીનો માહોલ છે. લોકો અરવિંદની માને અભિનંદન આપવા આવી રહ્યાં છે. અરવિંદે જણાવ્યું કે તે હાલ સશસ્ત્ર દળ સીમા દળમાં સહાયક કમાન્ડેન્ટના પદ પર કાર્યરત છે. જો કે તેમનુ સપનુ આઇએએસ બનવાનું હતું જે સાકાર થયું છે.

You cannot copy content of this page