Only Gujarat

National

દરેક વખતે રમતમાં બાળકીના હાથે હારી જવાનો હતો ગુસ્સો, હચમચાવી મૂકતો બનાવ

બાળકો ઉપર હંમેશા જીત માટે દબાણ બનાવવું કેટલું ખતરનાક રૂપ લઈ રહ્યુ છે, આ ઘટના તેનું ઉદાહરણ છે. અહીં રમત-રમતમાં, એક 12 વર્ષના બાળકને ગુસ્સો આવ્યો અને તેણે તેની પાડોશીમાં રહેતી 10 વર્ષની છોકરીને પથ્થરથી કચડી મારી નાંખી.

આ મામલો સોમવારે પ્રકાશમાં આવ્યો હતો. હવે બાળકનું માનવું છે કે તેણી (મૃતક) દર વખતે રમતમાં તેને માત આપતી હતી. આ ઝઘડો આરોપી બાળકના સફેદ ઉંદરના મોત બાદ થયો હતો. બાળકીએ આરોપી બાળકના સફેદ ઉંદરની હત્યા કરી તેને દાટી દીધો હતો. આ મામલે બંને વચ્ચે ચર્ચા થઈ હતી. બાળકીએ એક નાનો પત્થર ઉપાડ્યો અને આરોપી બાળકને માર્યો. આથી ગુસ્સે ભરાયેલાં છોકરાએ બાળકીનાં માથા પર મોટો પથ્થર ફેંકીને માર્યો હતો. પછી લાશને પત્થરોથી દબાવતા નજીકના બગીચામાં ગયો. ત્યાં રાખેલી પાણીની ટાંકીમાં લોહીથી લથબથ કપડાં ધોયા. આ પછી, તે ઘરે આવ્યો અને સૂઈ ગયો.

જણાવી દઈએ કે 10 વર્ષીય વેદિકાની તેના ઘરથી માત્ર 150 મીટર દૂર રહેતાં 12 વર્ષનાં છોકરાએ પથ્થરથી કચડી તેણીની હત્યા કરી હતી. હત્યા બાદ બાળક લોહીથી લથપથ કપડાં અને હાથ-પગ ધોઈને એક શાતિર ગુનેગારની જેમ ઘરે આવીને સુઈ ગયો હતો.આ ચોંકાવનારો મામલો લસુડિયા પોલીસ સ્ટેશન હેઠળ સામે આવ્યો છે. બાળક ઉપર હત્યાનો ગુનો નોંધીને તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે ઈન્દોરમાં સૌથી નાના બાળક દ્વારા હત્યા કરવાનો આ પહેલો કેસ છે.

ડીઆઈજી હરીનારાયણચારી મિશ્રાના જણાવ્યા અનુસાર સોમવારે બપોરે 12 વાગ્યે આ ઘટના આઈડીએ મલ્ટીની પાસે બની હતી. નિર્મલ લૌવંશીની પુત્રી વેદિકા અને આરોપી નજીકમાં જ રહે છે.વેદિકા પૂજા માટે ફૂલો એકત્ર કરવા ગઈ હતી. આ સમય દરમિયાન તે આરોપી બાળકને મળ્યો હતો. હત્યા કર્યા બાદ બાળકે બે મોટા પથ્થરો વડે તેના માથાને દબાવી દીધુ હતુ.

પડોશની એક યુવતીએ જણાવ્યું કે તેણે બંનેને ઝઘડતા જોયા છે. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલો બહાર આવ્યો હતો. આરોપી બાળકે જણાવ્યું હતું કે વેદિકાએ તેના સફેદ ઉંદર(પિંકી) ની હત્યા કરી દીધી હતી. તેણી ઘણીવાર તેને રમતગમતમાં હરાવી દેતી હતી. પહેલા તેણે મારા પગ પર પથ્થર માર્યો હતો. આ પછી મેં તેને પથ્થર માર્યો હતો.

You cannot copy content of this page