Only Gujarat

National

યુવકને જીવતી માછલી સાથે ટીકટોક વીડિયો બનાવવો ભારે પડ્યો, થયા આવા હાલ

ખતરનાક પોઇન્ટ પર સેલ્ફી લેવાની ઘેલછાએ કેટ કેટલાના જીવ લીધા. હવે ટીકટોક વીડિયોનું પણ કંઇ આવું જ ઘેલું કેટલાક લોકોને લાગ્યું છે. જો કે ક્યારેક આવો ક્રેઝ જિંદગી પર ભારે પડે છે. ટિકટોક વીડિયો બનાવવાના ચક્કરમાં કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવી ઘટના જોયા કે સાંભળ્યા બાદ પણ લોકો તેમાંથી બોધપાઠ નથી લેતા કંઇક આવું તમિલનાડુ એક યુવક સાથે થયું.22 વર્ષના આ યુવકે જીવિતી માછલી ગળવાનો વીડિયો બનાવ્યો જો કે કરતૂત દરમિયાન તેનું મોત થઇ ગયું.

તમિલનાડુના હોસુરમાં એક યુવક ઝીલમાં માછલી પકડવા માટે ગયો હતો. તેમણે ત્યાં જીવતી માાછલી ગળી જવાનો વીડિયો બનાવવાનો વિચાર આવ્યો. તે વીડિયો બનાવવતા માછલી ગળવા લાગ્યો. જો કે આ માછલી યુવકના ગળાામાં ફસાઇ ગઇ. યુવકને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી તો તેમના મિત્રોએ તેમની સૂવડાવ્યો અને માછલી કાઢવાની કોશિશ કરી પરંતુ માછલી નીકળી ન શકી.


ત્યારબાદ મિત્રો તેમને નજીકની સરકારી હોસ્પિટલ લઇ ગયા. જો કે યુવકની જિંદગી ન બચાવી શકાય. મળતી માહિતી મુજબ આ વીડિયો બનાવતા પહેલા આ યુવકે મિત્રો સાથે દારૂ પણ પીધો હતો.

પોલીસે મામલે અપ્રાકૃતિક મોતનો કેસ નોંધતા તેમના મિત્રોની ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ યુવક ટિકટોક સ્ટાર હતો. લોકોનું ધ્યાન તેના તરફ આકર્ષિત કરવા માટે જીવિત માછલી ગળવાનો વીડિયો બનાવવા માંગતો હતો.

You cannot copy content of this page