Only Gujarat

National

હચમચાવી મૂકતો બનાવ, કારનો થઇ ગયો કૂચડો, મહામહેનતે મૃતદેહ બહાર કાઢ્યાં

રાંચી: એકબાજુ કોરોનાના કેરના લાખોની જિંદગીને મોતના મોંમાં સમાવી રહ્યો છે. તો બીજી તરફ વારંવાર રોડ પર બનતા ગમખ્વાર અકસ્માતના કારણે પણ લોકો જિંદગી ગુમાવી રહયાં છે. આવો જ એક ગમખ્વાર અકસ્માત ઝારખંડમાં કાર અને ટ્રેલર વચ્ચે થતાં બંને મિત્રોએ જિંદગી ગુમાવવાનો વારો આવ્યો.

એક સાથે બંને મિત્રોના થયા મોત
આ ગમખ્વાર અકસ્માત ઝારખંડના સિમડેગા જિલ્લાના કોલેબિરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો. અહીં કાર અને ટ્રેલર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 35 વર્ષિય રંજીત અને 40 વર્ષિય મુરારીલાલ પુરોહિતનું મોત થઇ ગયું. ટ્રેલરનો ડ્રાઇવર વાહન છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો.

ભયંકર હતો અકસ્માત
ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. બંને મિત્રો રાઉતકેલાથી રાંચી કારમાં જઇ રહ્યાં હતા.


પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગનો કૂચડો બોલી ગયો હતો. બંને મિત્રોની બોડી ખૂબ જ ખરાબ રીતે અંદર ફસાઇ ગઇ હતી. મહામહેનતે કારની બારીની કાચ તોડીને બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

You cannot copy content of this page