Only Gujarat

National

અધિકારીનો આપઘાત, 3 દિવસ પહેલા જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં કોરોનાની હતી શંકા

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ ઘણી ઝડપે ફેલાઈ રહ્યું છે. આ દરમિયાન વાઈરસને કારણે લોકો ઘણા ભયભીત જોવા મળી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્વારકા વિસ્તારમાં કોરોના સંક્રમણના ડરના કારણે એક આઈઆરએસ અધિકારીએ એસિડ પી આત્મહત્યા કરી. તેઓ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ડિરેક્ટર પદે હતા.

નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ ભય ઓછા ના થયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 3 દિવસ પહેલા જ આઈઆરએસ અધિકારીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમછતાં તેઓ ઘણા ભયભીત હતા. તેમને લાગતું હતું કે, કોરોના થવા પર તેમના બાળકો અને પરિવારજનોને ઘણી મુશ્કેલી થશે. તેમની વય 56 વર્ષ હતી.

સુસાઈડ નોટમાં લખી કોરોના હોવાની શંકાની વાત
આઈઆરએસ અધિકારીના મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં તેમણે કોરોના હોવાની શંકાને કારણે આત્મહત્યા કરતા હોવાની વાત લખી હતી. દ્વારકા જિલ્લા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, વર્ષ 2006ના આઈઆરએસ અધિકારી શિવરાજ સિંહ દ્વારકાના સેક્ટર-6 સ્થિત સન્મિત એપાર્ટમેન્ટમાં રહેતા હતા, તેમની ડ્યૂટી આરકે પુરમ સ્થિત ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી.

પાર્કિંગમાં રહેલી કારમાં બેસી એસિડ પીધું
રવિવારે સાંજે શિવરાજ ઘરની બહાર નીકળ્યા અને એપાર્ટમેન્ટ બહાર રહેલી કારમાં બેસી એસિડ પી આત્મહત્યા કરી. આઈઆરએસ અધિકારીના મોત પાછળના કારણ અંગે પોલીસ હજુપણ તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો કેસ છે. અમુક દિવસ અગાઉ ચાણક્યપુરી વિસ્તારમાં પણ વરિષ્ઠ આઈઆરએસ અધિકારી કેશવ સક્સેનાએ પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

You cannot copy content of this page