Only Gujarat

National

પ્રેમિકાને મળવા અધીરો બન્યો હતો પ્રેમી, કર્યું એવું કારનામું કે પ્રેમને બદલે પડ્યો લોકોનો માર!

લવ કે લિયે કુછ ભી કરેંગા, આ ફિલ્મના ટાઇટલ જેવો જ સીન હરિયાણાના રોહતકમાં સર્જાયો. અહીં મહિલાના કપડાંમાં પ્રેમી યુવક લેડિઝ બાથરૂમમાં તેમની પ્રેમિકાને મળવા માટે ઘૂસી ગયો. ઘટનાની જાણ થતાં પીજીઆર્ઇમાં હોબાળો મચી ગયો. મહિલાના કપડાંમાં ઘૂસી ગયેલા યુવકની ધોલાઇ કરી નાખી. આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. શું છે સમગ્ર ઘટના જાણીએ….

હરિયાણાના રોહતકમાં પીજીઆર્ઇમાં બુધવારે રાત્રે અઢી વાગે અચાનક હોબાળો થયો, કારણ હતું એક શખ્સ લેડિઝ બાથરૂમમાં લેડિઝના કપડાં પહેરેલો પકડાયો. બાથરૂમમાં તેમની સાથે મહિલા હતી કે નહીં એ વાતની પુષ્ટી હજુ નથી થઇ. જાણવા મળ્યું છે કે, તે શખ્સ પીજીઆઇમાં તેમની પ્રેમિકાને મળવા લેડિઝ બાથરૂમમાં પહોંચી ગયો હતો. પકડાઇ જવાથી સિક્યોરિટી સ્ટાફે તેની ધોલાઇ કરી અને પોલીસના હવાલે કરી દીધો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

જાણકારી મુજબ પકડાયેલા શખ્સની પ્રેમિકા રોહતક પીજીઆઇમાં આવી હતી. તેમના પરિવારમાંથી કોઇ રોહતક પીજીઆઇમાં ભરતી હતું. કોઇને તેમના પર શંકા ન જાય તે માટે પ્રેમી યુવક મહિલાના કપડાં પહેરીને પીજીઆઇ પહોંચ્યો હતો. તે મહિલા બાથરૂમમાં ઘૂસ્યો હતો. તે દરમિયાન તેમની ઝડપી પાડ્યો હતો.

પ્રેમી યુવક પકડાઇ જતાં પીજીઆઇ સિક્યોરિટીએ તેનો વીડિયો બનાવ્યો. આરોપીના એક-એક મહિલાના કપડાં ઉતારવામાં આવ્યાં તો તે શખ્સ જિન્સ અને શર્ટમાં હતો. પીજીઆઇ સિક્યોરિટીની તેની જોરદાર ધોલાઇ કરી અને ત્યાર બાદ પોલીસના હવાલે કરી દીધો. પોલીસે આ મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You cannot copy content of this page