Only Gujarat

International

અભ્યાસમાં થયો ખુલાસો, કોરોનાથી બચવું હોય તો હેન્ડવૉશ કરતાં આ વસ્તુ છે કારગત

ન્યૂયોર્ક: અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં સંકેત મળ્યો છે કે હેન્ડવૉશ અને સોશિયલ ડિસ્ટન્સિંગની સરખામણીએ ફેસ માસ્ક થકી કોરોના વાઈરસથી બચવાની શક્યતા વધુ છે. આ અભ્યાસ અમેરિકાના વોરશિપ થિયોડોર રુઝવેલ્ટ પર કરવામાં આવ્યું. અહીં અંદાજે 1 હજાર લોકોને કોરોના થયો હતો.

માર્ચમાં જ વોરશિપ થિયોડોર રુઝવેલ્ટના 4900 ક્રૂ મેમ્બર્સમાંથી 1000થી વધુ સભ્યોને કોરોના થયો હતો. એક વ્યક્તિનું મોત પણ થયું. વોરશિપના કેપ્ટનને પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવી. તે પછી નેવા અને અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે વોરશિપ પર 382 ક્રૂ મેમ્બર્સના સેમ્પલ લઈ અભ્યાસ કર્યો. અધિકારીઓએ સમજવાનો પ્રયાસ કર્યો કે, વોરશિપ પર કોરોનાના કેસ આટલા બધા કેમ વધી ગયા અને અન્ય લોકો કેવી રીતે સુરક્ષિત રહી શક્યા? ડેઈલી મેલમાં પબ્લિશ થયેલી રિપોર્ટ અનુસાર માસ્ક પહેરનાર અને ના પહેરનાર લોકોમાં કોરોના સંક્રમિત થવાની ટકાવારીમાં 25 ટકાનું અંતર છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરનાર અને ના કરનાર લોકોમાં કોરોના સંક્રમિત થવાની ટકાવારીમાં 15 ટકાનું અંતર હતું. કોરોના સંક્રમિતોમાં હેન્ડવૉશનો ઉપયોગ કરનાર અને ના કરનાર વચ્ચે માત્ર 3 ટકાનું અંતર હતું. ઘણા સમય સુઘી નિષ્ણાંતોમાં ચર્ચા થતી રહી કે માસ્કથી કોરોનાથી બચવાની શક્યતા વધુ છે. જ્યારે અમુકે માસ્કથી કોરોનાથી બચવાના પુરાવા નજીવા હોવાની વાત કરી.

ઘણા દેશોમાં મોડેથી પણ તમામ લોકોને કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી. હવે ઘણા દેશોમાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામા આવ્યું છે. થિયોડોર રુઝવેલ્ટ વોરશિપ પર કરવામાં આવેલી સ્ટડીમાં સામે આવ્યું કે, જે લોકોએ સ્વાસ્થ્યની સુરક્ષા માટેના ઉપાયો પર અમલ કર્યો હતો તેઓ વાઈરસથી બચવામાં વધુ સફળ થયા.

382 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું કે, માસ્ક પહેરનાર 55 ટકા લોકો સંક્રમિત થયા હતા, જ્યારે ના પહેરનાર લોકોમાંથી 80 ટકા લોકો સંક્રમિત થયા હતા. એટલે કે માસ્ક પહેરવાથી સંક્રમણ 25 ટકા ઓછું ફેલાયું.

 

 

You cannot copy content of this page