Only Gujarat

FEATURED International

હવે, દુનિયાના આ દેશનો મોટો દાવો, કોરોનાની સફળતાપૂર્વક શોધી નાખી રસી

ન્યૂ યોર્કઃ કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહેલી દુનિયાને રાહત આપવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત કામ કરી રહ્યા છે. દુનિયાનાં ઘણા દેશોમાં વૈજ્ઞાનિકોની ટીમ રસી બનાવવામાં વ્યસ્ત છે. ત્યારે આ બધાની વચ્ચે અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાઈરસનો ‘ઈલાજ’ શોધી લીધો છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, કેલિફોર્નિયા સ્થિત બાયોટેક કંપની Sorrento Therapeuticsએ કહ્યું કે તેણે STI-1499 નામની એન્ટીબોડીઝ તૈયાર કરી છે. આ પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વાંદરાઓ પર રસી સફળતાપૂર્વક પરીક્ષણ હાથ ધર્યુ છે. તો, ઇઝરાઇલ અને ઇટાલીએ પણ થોડા દિવસો પહેલાં રસી શોધી હોવાનો દાવો કર્યો હતો.

કંપનીએ કહ્યું કે પેટ્રી ડીશ એક્સપરિમેન્ટમાં જાણ થઈ હતી કે, STI-1499 એન્ટીબોડી કોરોના વાઈરસનો ચેપ 100 ટકા માનવ કોષોમાં ફેલાવવાથી રોકે છે. સોરેન્ટો કંપની ન્યુયોર્કમાં માઉન્ટ સિનઇ સ્કૂલ ઓફ મેડિસિન સાથે મળીને અનેક એન્ટીબોડીઝ બનાવવા માટે કામ કરી રહી છે. અનેક એન્ટીબોડીઝનું મિશ્રણ કરીને ‘દવાનું કોકટેલ’ બનાવવામાં આવશે.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ સોરેન્ટો કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છેકે, તે એક મહિનામાં એન્ટીબોડીઝના 2 લાખ ડોઝ તૈયાર કરી શકે છે. કંપનીએ STI-1499 એન્ટીબોડીનો ઉપયોગ કરવાની મંજૂરી માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ને અરજી મોકલી છે. કંપનીએ ઇમરજન્સી ધોરણે મંજૂરી માંગી છે.

કંપનીના શેરના ભાવમાં 220 ટકાનો ઉછાળો જોવાયો હતો. સોરેન્ટોના સીઈઓ ડો. હેનરી જીએ ફોક્સ ન્યૂઝને કહ્યું- ‘અમે કહેવા માગીએ છીએકે, તેનો ઈલાજ છે અને તે 100 ટકા કારગર છે.

સીઈઓ ડો. હેનરીએ કહ્યું કે જો તમારા શરીરમાં વાઈરસને ન્યૂટ્રલાઈઝ કરવા માટે એન્ટીબોડીઝ હાજર હોય, તો તમારે સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર રહેશે નહીં. પ્રતિબંધોને ભય વિના દૂર કરી શકાય છે.

જોકે, આ એન્ટીબોડીનો ટેસ્ટ લેબમાં માનવ સેલ્સ પર કરવામાં આવ્યો છે. માણસો પર સીધી રીતે પરીક્ષણ કરવાામં આવ્યુ નથી. હાલમાં એન્ટીબોડીની સાઈડઈફેક્ટ વિશે કોઈ જાણ નથી અને એપણ ખબર નથી કે તે માણસોનાં શરીરમાં કેવું વર્તન કરશે તેની પમ જાણ નથી.

વાંદરાઓ પર ટ્રાયલ સફળઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટીને વેક્સિનના મામલે સફળતા મળી છે. અમેરિકા અને બ્રિટનના વૈજ્ઞાનિકોનો દાવો છેકે, યુનિવર્સિટીમાં જે વેક્સિન પર કામ ચાલી રહ્યુ છે. તેના ટ્રાયલનાં પરિણામ સારા આવ્યા છે. આ વેક્સિનનું 6 બંદરો ઉપર પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં જાણવા મળ્યુકે રસી બંદરો ઉપર કામ કરી રહી છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, હવે આ રસીની ટ્રાયલ માણસો પર શરૂ થઈ છે. હવે આ રસીનો રિવ્યૂ અન્ય વૈજ્ઞાનિકો પર કરવામાં આવશે. બ્રિટનની દવા કંપની એઝેડએનએલએ ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે, ઓક્સફર્ડ વેક્સીન ગ્રુપ અને જેનર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ કોરોના રસી પર કામ શરૂ કર્યું છે.

ઈટલીએ પણ વેક્સિન તૈયાર કરવાનો કર્યો દાવોઃ ઈટલીએ પણ થોડા દિવસો પહેલાં દાવો કર્યો હતોકે, તેણે આની રસી શોધી લીધી છે. ઇટાલિયન સરકારે એવો દાવો કર્યો છેકે, તેણે માનવ કોશોમાંથી કોરોના વાઈરસનો નાશ કરનારી એન્ટીબોડીઝને શોધી નાંખી છે.

ઇઝરાઇલના રક્ષામંત્રી નફતાલી બેન્નેટે પણ તાજેતરમાં દાવો કર્યો હતો કે દેશની ડિફેન્સ બાયોલોજિકલ ઇન્સ્ટિટ્યુટે કોરોના વાઈરસની રસી બનાવી છે. તેમણે કહ્યું કે, સંસ્થાને કોરોના વાઈરસ માટે એન્ટીબોડીઝ તૈયાર કરવામાં મોટી સફળતા મળી છે.

રક્ષામંત્રી બેન્નેટે કહ્યું હતું કે કોરોના વાઈરસ રસીનો વિકાસ તબક્કો હવે પૂર્ણ થઈ ગયો છે અને સંશોધનકારો તેના પેટન્ટ અને મોટાપાયે ઉત્પાદન માટે તૈયારી કરી રહ્યા છે. બેન્નેટે ઇઝરાઇલના PM બેન્જામિન નેતન્યાહુની ઓફિસ હેઠળ ચાલતા ખૂબ જ ગુપ્ત ઇઝરાઇલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચની મુલાકાત પછી જાહેરાત કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page