Only Gujarat

FEATURED International

ટેસ્ટિંગ કિટ કરતાં પણ સુપર સ્પીડથી કરાશે કોરોનાની તપાસ માત્ર કલાકમાં 250ની થઈ તપાસ

લંડનઃ કોરોના વાઈરસને સૂંઘીને ઓળખી શકવા માટે શ્વાનોની બ્રિટનમાં ટ્રેનિંગ પુરી થઈ ચૂકી છે. હવે દર્દીઓને કોરોના પોઝીટીવનાં લક્ષણોની ઓળખ જલ્દીથી એક ટ્રાયલ શરૂ કરવામાં આવશે. જેના માટે સરકાર લગભગ સાડા ચાર કરોડ રૂપિયાની ધનરાશિ ખર્ચ કરશે.

ડેઇલી મેઇલના એક રિપોર્ટ મુજબ, જો કોવિડ-19ના લક્ષણો ઓળખવા માટે શ્વાનો ઉપર કરાતા પ્રયોગમાં સફળતા મળી તો તે શોધને દુનિયામાં ઐતિહાસિક પગલું ગણાશે.

આ ટ્રાયલની કમાન લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (એલએસએચટીએમ), ચેરીટી મેડિકલ ડિટેક્શન ડોગ્સ અને ડરહમ યુનિવર્સિટીના અધિકારીઓના હાથમાં હશે. એલએસએચટીએમનાં પ્રોફેસર જેમ્સ લોગનને આ ટ્રાયલથી ઘણી અપેક્ષાઓ છે.

શોધકર્તાઓએ અહેવાલમાં દાવો કર્યો છે કે જો ટ્રાયલમાં સફળતા મળી તો, શ્વાનો એક કલાકમાં લગભગ 250 લોકોમાં વાઈરસની તપાસ કરી શકશે. જે દર્દીઓના શરીરમાં કોરોનાનાં લક્ષણો દેખાતા નથી, ત્યાં પણ શ્વાન તેમના ચમત્કારો બતાવી શકે છે.

આ રીતે જોઈએતો, આ શ્વાનો કોરોનાને ઓળખવામાં પરીક્ષણ કીટ કરતા વધુ ઝડપી હોઈ શકે છે. લેબમાં કોરોનાની તપાસમાં લગભગ 5 થી 6 કલાકનો સમય લાગે છે. બાકીની પ્રક્રિયા પૂર્ણ થયાના કેટલાક કલાકોમાં તેનો રિપોર્ટ મળે છે.

એવું માનવામાં આવે છે કે, શ્વાનોના નાકમાં માનવોની સરખામણીએ 10 હજાર ગણી તેજ સૂંઘવાની શક્તિ હોય છે. લેબ્રાડોર્સ અને કૂકર સ્પેનિયલ્સ જેવા શ્વાનોની વિશેષ પ્રજાતિઓએ અગાઉ પણ માનવ શરીરમાં કેન્સર, મેલેરિયા અને પાર્કિન્સન જેવા રોગો શોધવા માટે કામ કર્યું છે.

ડરહામ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવ લિન્ડસેએ કહ્યું હતું કે કોરોના વાઈરસ રોગને ફરીથી ઉભરતો અટકાવવામાં શ્વાનો ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. શ્વાનોને ડિટેક્શન માટે તેમની 5 તૈનાતી એરપોર્ટ જેવા સંવેદનશીલ જગ્યાઓએ કરવામાં આવે છે. કૂતરાઓમાં ડ્રગ્સ અને વિસ્ફોટકો સૂંઘીને શોધવાની ક્ષમતા છે.

શ્વાસની ક્રિયાઓથી સંબંધિત કેટલાક રોગો તેમના દુર્ગંધને બદલવા માટે પણ જાણીતા છે, તેથી આ ટ્રાયલમાં કૂતરાઓ એક મોટો પડકાર હશે. જો કે, વાઈરસ માટે શ્વાનના નાકથી બચવું સરળ રહેશે નહીં.

શોધમાં કહેવામાં આવ્યું છેકે, શ્વાનનું નાક ગંધને ઓળખવામાં એટલું તીક્ષ્ણ છે કે જો તમે ઓલંમ્પિક સાઈઝનાં સ્વિમિંગ પૂલમાં એક ચમચી ખાંડ ઓગાળી દો, તો તેની ઓળખ પણ જલ્દીથી શ્વાન કરી નાખે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page