Only Gujarat

FEATURED National

કોરોના દર્દી સાથે ક્વોરન્ટાઈન સેન્ટરમાં યુવકે આચર્યું દુષ્કર્મ, આરોપી આવ્યો પોઝિટિવ

મહારાષ્ટ્રના પનવેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોંન ગામ કોવિડ ક્વોરન્ટાઇન સેન્ટરમાં ગુરુવારની રાતે એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. આ ઘટનામાં ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી અને પીડિતા બંને કોરોના દર્દી છે.

પનવેલ પોલીસના જણાવ્યા પ્રમાણે પનવેલના કોંન ગામમાં ઇન્ડિયા બૂલ્સની ખાલી પડેલી બિલ્ડિંગમાં પનવેલ અને નવી મુંબઇ મહાનગર પાલિકાએ કોવિડ ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવ્યું છે. અહીં કોરોના સંક્રમિત આરોપી અને પીડિતાને થોડા દિવસ પહેલા જ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પીડિતા અને આરોપી બંને એક બીજાને ઓળખતા ન હતા. કોરોના સંક્રમિત થવાને કારણે બંને એક જ વોર્ડમાં રહેતા હતા. હાલ પોલીસ મહિલાના આરોપની તપાસ કરી રહી છે.

પોલીસ ઉપાયુક્ત અશોક દુબેએ જણાવ્યું કે ઇન્ડિયા બૂલ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં એક મહિલાને કોરોના થયા બાદ ભરતી કરવામાં આવી હતી. આ સેન્ટરમાં આરોપીની પણ સારવાર ચાલી રહી હતી. ઘટના સામે આવ્યા બાદ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે આરોપી કોરોના સંક્રમિત થવાને કારણે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે.

તો આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પોલીસ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં હાજર ડોક્ટર્સ અને દર્દીની પુછપરછ કરી રહી છે પરંતુ કોરોનાને કારણે તેઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page