Only Gujarat

FEATURED National

વિકાસ દુબેએ જે યુવતીને જબરજસ્તીથી લગ્ન કરાવ્યા તે યુવતી તો મન મુકીને કરી રહી છે ડાન્સ

વિકાસ દુબેનો ડાબો હાથ અને શાર્પ શૂટર અમર દુબે અને ખુશીના લગ્નનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ખુશી ‘છોટે છોટે ભાઇઓ કે બડે ભૈયા, આજ બનેંગે કીસી કે સૈયા’ ગીત પર મન મૂકીને ડાંસ કરતી નજર આવી રહી છે. વીડિયોમાં ખુશીની સાથે પ્રભાત મિશ્રા પણ ડાંસ કરતો નજર આવી રહ્યો છે. સાથે જ અમર દુબે પણ વીડિયોમાં નજર આવ્યો છે.

આ પહેલા પણ બીકરુકાંડના આરોપી અમર દુબેના મોત બાદ તેના લગ્નના કેટલાક વીડિયો વાયરલ થઇ ચૂક્યા છે. વીડિયોમાં સસ્પેન્ડેડ દરોગા કેકે શર્મા (બ્રાઉન શર્ટમાં) વિકાસ દુબે સાથે નજર આવ્યો હતો. દરોગાએ અમર દુબેની સાથે ફોટો પણ પડાવ્યો હતો જે હવે વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં વર-વધુને આશિર્વાદ આપતી વખતે વિકાસ દુબે દરોગા કેકે શર્માને કહી રહ્યો છે કે ડરો નહીં પાસ આવો.

વાયરલ વીડિયોમાં વિકાસ દુબે એક નવવિવાહિતાની સાથે ફોટો પડાવી રહ્યો છે. જેમાં તે કહે છે કે તે બેસીને નહીં ઉભા રહીને ફોટો પડાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો વિકાસ દુબેનો ડાબો હાથ ગણાતા અમર દુબે અને ખુશીના લગ્ન વખતનો છે. કાનપુર કાંડના થોડા દિવસ પહેલા જ અમર અને ખુશીના લગ્ન થયા હતા.

લગ્નના 9 દિવસ બાદ જ અમર દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. વાયરલ વીડિયોમાં નવવિવાહિતા કહે છે કે મામા (વિકાસ દુબેને) સાથે બેસીને એક ફોટો પડાવી લો. જેના જવાબમાં વિકાસ દુબે કહે છે કે હું ઉભા રહીને ફોટો પડાવીશ. છ સેકન્ડના આ વીડિયોને પણ પોલીસે પોતાના કબજામાં લઇ લીધો છે.

ઉલ્લેખનીય છે કે બીકરુ ગામ કાંડના આરોપી અમર દુબેને હમીરપુરમાં એસટીએફે ઠાર માર્યો હતો. પોલીસે તેની પત્ની ખુશીને પણ ષડયંત્રમાં સામેલ હોવાના આરોપમાં જેલ મોકલી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અમર અને ખુશીના લગ્ન 29 જુને થયા હતા. 30 તારીખે તે બીકરુ ગામ પહોંચી અને બે દિવસ બાદ 8 પોલીસકર્મીની હત્યા કરી દેવાની ઘટના બની હતી. એવામાં ખુશીની કોઇ ભૂમિકા ન હોવાનું લાગી રહ્યું છે. ખુદ ટોચના અધિકારીઓએ પણ કહ્યું હતું કે ખુશીને આ હત્યાકાંડમાં કંઇ લેવાદેવા નથી.

ઉલ્લેખનીય છે કે કાનપુર એન્કાઉન્ટર બાદ પોલીસ સાથે હમીરપુર એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા અમરદુબેના 29 જુને લગ્ન બંદુકના નાળચે વિકાસ દુબેએ ઘરે થયા હતા. અમર દુબે વિરુદ્ધ દાખલ કેસની જાણકારી બાદ યુવતીના પરિવારજનોએ લગ્નની મનાઇ કરી દીધી હતી તો વિકાસ દુબેએ દબાણ કરી લગ્ન કરાવ્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page