Only Gujarat

FEATURED National

ભારતના આ બિઝનેસમેને મુંબઈમાં ખરીદ્યો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફ્લેટ, કિંમત જાણીને લાગશે નવાઈ

મુંબઈઃ એવું કહેવાય છે ને કે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેનું એક સારું ઘર હોય. પરંતુ જો તે ઘરની કિંમત 100 કરોડ રૂપિયા હોય તો. તાજેતરમાં એક બિઝનેસમેન દ્વારા મુંબઈમાં 100 કરોડ રૂપિયાની કિંમતે 2 ફ્લેટ ખરીદવામાં આવ્યા. આ ફ્લેટ મુંબઈના પૉશ કાર્માઈકલ રોડ પર સ્થિત છે. આ ફ્લેટ્સ બિઝનેસમેન અનુરાગ જૈને ખરીદ્યા છે. અનુરાગ જૈન બજાજ કંપનીના માલિક રાહુલ બજાજના ભત્રીજા છે. આ ઉપરાંત તેમની પોતાની ઑટો પાર્ટ્સની કંપની છે.


અનુરાગ જૈને મુંબઈના કાર્માઈકલ રોડ પર સ્થિત કાર્માઈકલ રેસિડેન્સમાં 2 ફ્લેટ્સ ખરીદ્યા છે. આ બંને ફ્લેટ કુલ 6371 સ્કે. ફૂટના છે. જૈને 1,56,961 રૂપિયા પ્રતિ સ્કે. ફૂટની કિંમતે ખરીદ્યા છે. જૈનના આ ફ્લેટ્સની કિંમત 46.43 કરોડ હતી પરંતુ તેમણે બમણી ચૂકવણી કરવી પડી કારણ કે રજીસ્ટ્રેશન તથા સ્ટેમ્પ ડ્યૂટીની સાથે ફ્લેટ્સની કિંમત 100 કરોડ રૂપિયા થઈ ગઈ.

રજીસ્ટ્રેશનની કિંમત 1.56 લાખ પ્રતિ સ્કે. ફૂટ હતી અને 5 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરવી પડી. આ 2 ફ્લેટ્સ સાથે જ જૈનને એપાર્ટમેન્ટમાં 8 કાર પાર્ક થઈ શકે, તેટલું પાર્કિંગ પણ મળ્યું છે.


અનુરાગ જૈન એન્ડ્યુરેન્સ ટેકનોલોજીસના મેનેજીંગ ડિરેક્ટર છે. તેમની કંપની ભારત અને યુરોપમાં ટુ વ્હિલર અને થ્રી-વ્હિલર વાહનોના ઑટો પાર્ટ્સ બનાવવા અને સપ્લાઈ કરવાનું કામ કરે છે. કાર્માઈકલ રેસિડન્સ 21 માળની બિલ્ડિંગ છે. તેમાં માત્ર 28 ફ્લેટ્સ છે. એક ફ્લોર પર માત્ર 2 ફ્લેટ્સ છે. જેથી રહેનાર લોકોને પૂરતી જગ્યા મળે. ફ્લેટ્સ વચ્ચે 2000 સ્કે. ફૂટની જગ્યા છે. બિલ્ડિંગનું નિર્માણ કાર્ય હાલ ચાલુ છે.


જો રહેનાર વ્યક્તિ ઈચ્છે તો બંને ફ્લેટ્સને મિક્સ કરી એક બનાવી શકે છે. દરેક ફ્લેટની એક બાજુએ સમુદ્ર અને બીજી બાજુ શહેરનો સુંદર નજારો જોવા મળે છે. બિલ્ડિંગમાં સોલાર પેનલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી સુવિધાઓ પણ છે. આ ઉપરાંત ટેરેસ પર ગાર્ડન અને ઈન્ફિનિટી પૂલ પણ છે.

You cannot copy content of this page