Only Gujarat

FEATURED National

મંદીની વચ્ચે પણ અંબાણીની સંપત્તિમાં થયો આટલા અબજનો વધારો, બન્યા વિશ્વના છઠ્ઠા સૌથી પૈસાદાર વ્યક્તિ

મુંબઈઃ મુકેશ અંબાણી સતત દુનિયાના ધનાઢ્ય રેસમાં આગળ નીકળી રહ્યાં છે. તેઓ ગૂગલના સંસ્થાપક સર્જે બિન અને લેરી પેઝને પાછળ રાખીને દુનિયાના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. તેમની કુલ સંપત્તિ 72.4 અરબ ડોલર થઇ ગઇ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અમીરીના શિખર પર જે રફતારથી આગળ વધી રહ્યાં છે, તે ખરેખર એક અદ્રતિય સિદ્ધિ છે. તે ગૂગલના સંસ્થાપક સર્જે બ્રિન અને લેરી પેજને પાછળ રાખીને દુનિયાના ધનાઢ્યની યાદીમાં છઠ્ઠા ક્રમાકે પહોંચી ગયા છે. આટલી છે સંપત્તિઃ બ્લૂમબર્ગ બિલેનેયર ઇંડેક્સ મુજબ તેમની કુલ સંપત્તિ 72.4 અબજ ડોલર છે. સોમવારે (13 જુલાઈ) રિલાયન્સના શેરમાં 3 ટકાની તેજી જોવા મળી. આ કારણે તેમની સંપત્તિ અંદાજિત 2.17 અબજ ડોલરથી વધીને 72.4 અબજ ડોલર થઇ ગઇ છે.

નોંધનીય છે કે, અમેરિકામાં ટેક શેરના ભાવ ઘટતા ગૂગલના ફાઉન્ડર પેજની સંપત્તિ 71.6 અરબ ડોલર અને બ્રિનની સંપત્તિ માત્ર 69.4 અબજ ડોલરની થઇ ગઇ છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિનેયર ઇંડેક્સ મુજબ ગત અઠવાડિયે વર્ક શાયર હૈથવેન સીઇઓ અને દિગ્ગજ રોકાણકારોને પાછળ છોડીને મુકેશ અંબાણીનું દુનિયાના ધનાઢ્યમાં સાતમું સ્થાન હતું.

આ તો વાત થઇ દુનિયાના ધનાઢ્યની રેસની પરંતુ આપણા દેશની વાત કરીએ તો મુકેશ અંબાણી કેટલાક વર્ષથી ભારતના નંબર વન ધનાઢ્ય વ્યક્તિના સ્થાને યથાવત છે. આટલું જ નહીં તે એશિયાના પણ સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. દુનિયાના ટોપ ટેનના લિસ્ટમાં તે માત્ર એક જ એશિયાઇ વ્યક્તિ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમૂહની કંપની જિયો પ્લેટફોર્મ્સે ગત ત્રણ મહિનામાં એક ડઝનથી વધુ વિદેશ કંપની સહિતની કંપની એક લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આ કારણથી રિલાયન્સના શેરમાં વધુ મજબૂતી આવી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની બજાર પૂંજી 12 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે.

અંબાણીથી આગળ કોણ? અબજપતિઓની યાદીમાં ટોપ પર એમેજોનના ફાઉન્ડર જેફ બેજોસ છે. જેમની કુલ સંપત્તિ 184 અરબ ડોલર છે. તો બીજા સ્થાન પર માઇક્રોસોફ્ટના બિલ ગેટસ છે. ત્રીજા સ્થાન પર ઓર્નોલ્ટ ફેમેલિ છે. ચોથા સ્થાન પર ફેસબુક ફાઉન્ડર માર્ક જુકરબર્ગ છે. પાંચમા સ્થાને સ્ટીવ બોલ્મર અને છઠ્ઠા સ્થાન પર મુકેશ અંબાણી બાદ સાતમા સ્થાન પર ગુગગના કો- ફાઉન્ડર લેરી પેજ છે. આઠમા નંબરે વોરેન બફેટ છે નવમા નંબરે ગૂગગના કો ફાઉન્ડર સર્જ બ્રિન છે અને દસમા સ્થાને અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્ક છે.

વિશ્વના બિલિયોનેરની યાદી ફોર્બ્સ અને બ્લૂમર્ગ દ્રારા જાહેર કરાઇ છે પરંતુ અલગ – અલગ સમયમાં જાહેર થતી હોવાથી કેટલીક વખત બંનેના આંકડામાં ઘણો તફાવત જોવા મળે છે.

You cannot copy content of this page