Only Gujarat

Business FEATURED

રસ્તા પર બેસીને આ યુવતી વેચતી હતી અથાણું, આજે બની ગઈ છે કરોડપતિ ને ચાર-ચાર કંપનીઓની છે માલિક

વાત આજથી લગભગ 30 વર્ષ જૂની છે. બુલંદશહેરમાં રહેતા ક્રિષ્ના યાદવનો પરિવાર રસ્તા ઉપર આવી ગયો હતો. પતિએ કારનો ધંધો શરૂ કર્યો, જે ચાલતો ન હતો. પરિસ્થિતી એવી બની ગઈ કે તે જે મકાનમાં રહેતો હતો તે ઘર વેચવું પડ્યુ હતુ. આ બધું ત્યારે બન્યું જ્યારે ક્રિષ્નાના ત્રણ નાના બાળકો હતા. આજે ક્રિષ્ના યાદવ ચાર કંપનીઓની માલિક છે, જેનું વાર્ષિક ટર્નઓવર 4 કરોડ રૂપિયાથી વધારે છે. રસ્તા ઉપર આવ્યા પછી આખરે તેમણે આ બધુ કેવી રીતે કર્યું.

પતિને 500 રૂપિયા ઉધાર લઈને દિલ્હી મોકલ્યા હતા
ક્રિષ્ના યાદવ કહે છે કે જ્યારે બુલંદશહેરમાં અમારું ઘર વેચાયું ત્યારે મેં નક્કી કર્યું કે અમે આ શહેર છોડી દઈશું. કારણ કે, જો અમે ત્યાં રહેતા તો દરેક લોકો પુછતા કે આવી અમારી સ્થિતી કેવી રીતે થઈ ગઈ. કેટલા લોકોને જવાબ આપતા. વારંવાર તે સાંભળીને જ પુરી રીતે તૂટી જતા. તેથી મેં મારા પતિને કહ્યું કે દિલ્હી જઇને ત્યાં થોડું કામ શોધી કાઢીએ. અમે ગમે ત્યાં ખેતી અને મજૂરી કરીને અમારું જીવન વિતાવી લેતા. પતિ પાસે દિલ્હી જવા માટે પૈસા પણ નહોતા, તેથી મેં એક સંબંધી પાસેથી પાંચસો રૂપિયા ઉધાર લીધા અને તેમને દિલ્હી મોકલ્યા હતા.

ક્રિષ્ના કહે છે – પતિ ત્રણ મહિના ત્યાં ફરતા રહ્યા, પણ તેમને કોઈ કામ મળી શક્યું નહીં. ત્રણ મહિના પછી, હું પણ મારા ત્રણ બાળકો સાથે દિલ્હી જતી રહી. અમને કોઈ કતામ મળી રહ્યુ ન હતુ તો વિચાર્યુ કોઈ પાસેથી ખેતર ભાડે લઈને ખેતી કરવા લાગીએ. કારણકે, અમે બંને ખેડૂત પરિવારમાંથી હતાં. હું ક્યારેય શાળામાં ગઈ નથી, પરંતુ બાળપણથી જ મારી માતા અને દાદી સાથે ખેતરોમાં ખૂબ કામ કર્યુ છે.

કામ ન મળ્યું, તો શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું
અમે નઝફગઢમાં ભાડેથી થોડી જમીન લીધી અને ત્યાં શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. ગાજર, મૂળા, ધાણા ખૂબ થવા લાગ્યા અને શાકભાજી વેચવા લાગ્યા, જેના કારણે અમને થોડીક આવક શરૂ થઈ. શાકભાજી એટલી થતી હતી કે કેટલીકવાર પડી રહેતા ખરાબ થઈ જતી હતી. એકવાર મેં દૂરદર્શન પર કૃષિ દર્શન નામનો એક કાર્યક્રમ જોયો. ખેડૂતોની આવક વધારવાના ઘણા ઉપાયો દર્શાવવામાં આવતા હતા. તેમાં એકવાર અથાણું બનાવવાનું કહેવામાં આવ્યું.

તે કાર્યક્રમ જોયા પછી મારા મગજમાં વિચાર આવ્યો કે, જે શાકભાજી બચી રહી છે તેમાંથી અથાણું તૈયાર કરીને વેચવું જોઈએ. ગામમાં અમારા ઘરે નાનપણથી અથાણાં બનાવવામાં આવે છે. મેં મારા પતિને કહ્યું કે તમારે જાણવું જોઈએ કે સરકાર અહીં કોઈ તાલીમ આપે છે કે નહીં, જ્યાં હું અથાણા કેવી રીતે બનાવવા તે શીખી શકું છું.

જ્યારે તેમણે સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કોઈપણ બેરોજગાર જઈ શકે છે અને મફત તાલીમ મેળવી શકે છે. કેન્દ્ર ઉજ્વા નામના સ્થળે હતું. હું તરત જ ત્યાં પહોંચી ગઈ અને કહ્યું કે મારે અથાણું બનાવવાની તાલીમ લેવાની છે. ત્યાંથી મેં અથાણું-જામ બનાવવાનું શીખી લીધું. આ પછી મે ઘરે અથાણાં બનાવવાનું શરૂ કર્યું.

જ્યારે તેમણે સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કોઈપણ બેરોજગાર જઈ શકે છે અને મફત તાલીમ મેળવી શકે છે. કેન્દ્ર ઉજ્વા નામના સ્થળે હતું. હું તરત જ ત્યાં પહોંચી ગઈ અને કહ્યું કે મારે અથાણું બનાવવાની તાલીમ લેવાની છે. ત્યાંથી મેં અથાણું-જામ બનાવવાનું શીખી લીધું. આ પછી મે ઘરે અથાણાં બનાવવાનું શરૂ કર્યું.

મેં મારા પતિને રસ્તા પાસે એક ટેબલ લગાવો. હું તમને તાજી શાકભાજી આપીશ અને ત્યાં અથાણાં પણ રાખીશ. ઘણા લોકો રસ્તા પરથી પસાર થાય છે, આપણે તેમને વેચીશું. તેમણે એવું જ કર્યું. અમે ત્યાંથી પસાર થતા લોકોને પાણી પીવા માટે બે વાસણ પણ રાખ્યા હતા. આ 90ના દાયકાની છે. ત્યારે તે રસ્તા પર વધારે ટ્રાફિક નહોતો. શાકભાજી માટે રોકાયેલા લોકો માટે, અમે તેમને ટેસ્ટ માટે થોડું અથાણું પણ આપતા હતા. તેમને કહેતા હતા કે જો તમને તે ગમે તો તમે ઓર્ડર પણ આપી શકો છો.

ધીરે ધીરે લોકો અથાણાંનો ઓર્ડર આપવા લાગ્યા હતા
ક્રિશ્ના કહે છે- ધીમે ધીમે લોકો અથાણાનાં ઓર્ડર આપવા લાગ્યા હતા. હું એકલી જ અથાણાં તૈયાર કરતી હતી. વાટવાનાં પથ્થર પર બધા મસાલા તૈયાર કરતી હતી. કારણ કે, એટલાં પૈસા ન હતા કે તેને ઘંટીમાં પિસાવી શકાય. બાળકો સ્કૂલેથી આવતા તો તેમને પણ આ કામે લગાડી દેતી હતી. પતિ ટેબલ ગ્રાહકોને સંભાળતા હતા. આ સિલસિલો પાંચ વર્ષ સુધી ચાલ્યો હતો. ટેબલ ઉપર જ અમને બુકિંગ મળતું હતુ.

અમે ખેતરમાં શાકભાજી ઉગાડતા હતા અને ઘરે અથાણાં તૈયાર કરવામાં આવતા હતા. આને કારણે ઘર પણ સારી રીતે ચાલવા લાગ્યું અને પૈસા પણ આવવા લાગ્યા. પછી ધીમે ધીમે ઘણો બધો માલ અલગ અલગ જગ્યાની દુકાનોમાં જવાની શરૂઆત થઈ. પરિસ્થિતિ બદલાયા પછી, પતિએ ફૂડ વિભાગમાં લાઇસન્સ માટે અરજી કરી અને અમને લાઇસન્સ મળી ગયું.

“લાઇસન્સ મળ્યા પછી, અમે શ્રી ક્રિશ્ના પિકલ્સની શરૂઆત કરી. અમે એક દુકાન ભાડે લીધી. અમે ત્યાંથી પેકિંગવાળા અથાણાં વેચવાનું શરૂ કર્યું. મે નજીકમાં રહેતી મહિલાઓને પણ સાથે જોડી હતી. તે બધી મહિલાઓને અથાણાં બનાવવાની તાલીમ આપી હતી. ધીરે ધીરે અમારું કાર્ય સારું થવા લાગ્યું.

“લાઇસન્સ મળ્યા પછી, અમે શ્રી ક્રિશ્ના પિકલ્સની શરૂઆત કરી. અમે એક દુકાન ભાડે લીધી. અમે ત્યાંથી પેકિંગવાળા અથાણાં વેચવાનું શરૂ કર્યું. મે નજીકમાં રહેતી મહિલાઓને પણ સાથે જોડી હતી. તે બધી મહિલાઓને અથાણાં બનાવવાની તાલીમ આપી હતી. ધીરે ધીરે અમારું કાર્ય સારું થવા લાગ્યું.

સપનું પુરૂ જરૂર થાય છે
જે લોકો પોતાનું કંઈક કરવા માંગે છે. તેમને એક જ સલાહ આપવા માંગુ છુકે, કોઈપણ સપનું જોવો તો તેની પાછળ પડ્યા રહો. હાર ક્યારેય પણ માનશો નહી. હું શિક્ષિત નથી. મે નાનપણથી જ ટીવી ઉપર આવવાનું સપનું જોયુ હતુ, મારા આ કામને કારણે ઘણી વખત ટીવી ઉપર આવી ચુકી છું. મારા ઘણા પ્રોગ્રામ પણ આવ્યા છે. ઘણી જગ્યાએ મને બોલાવવામં આવી છે. આ બધુ તમે પણ તમારા દમ ઉપર મેળવી શકો છો. બસ પગલું ભરવાની જ વાર છે.

You cannot copy content of this page