Only Gujarat

National

દેશભરમાં લોકડાઉન 31 મે સુધી વધારાયું, જાણો નવી ગાઈડલાઈનની કામની વિગતો

નવી દિલ્હી: દેશભરમાં લોકડાઉન તારીખ 31 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. કોરોનાનો સામનો કરવા માટે ગૃહ મંત્રાલયે લોકડાઉનન-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જે મુજબ રેડ, ઓરેન્જ અને ગ્રીન જોન હવે રાજ્ય સરકાર નક્કી કરશે. લોકડાઉન-4માં ડોમેસ્ટિક ફ્લાઈટની ઉડાનને મંજૂરી આપવામાં આવી નથી. હોટસ્પોટ એરિયામાં સખતી ચાલુ રહેશે. તો આવો નજર કરીએ લોકડાઉન-4માં શું ચાલું રહેશે અને શું બંધ રહેશે.

લોકડાઉન-4માં મેટ્રો-સિનેમા હોલ પર પ્રતિબંધ જારી રહેશે. આ ઉપરાંત સ્કૂલ-કોલેજ પણ બંધ રહેશે. તમામ પૂજા સ્થળો બંધ રહેશે અને ઈદ પણ આ વખતે લોકડાઉનમાં મનાવવામાં આવશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને જીમને ખોલવાની મનાઈ યથાવત્ રાખવામાં આવી છે.

આજે રાત્રે 9 વાગ્યે કેબીનેટ સેક્રેટરી રાજીવ ગાબા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલાં જ 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દુનિયાની કોઈ પણ દેશમાં આટલી મોટી વસ્તી એક સાથે આટલા દિવસો સુધી લોકડાઉન કરી હોય એવો પહેલો મામલો છે

નોંધનીય છે કે 24 માર્ચે કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ લોકડાઉન 21 દિવસનું હતું. ત્યાર પછી લોકડાઉન-2ની જાહેરાત કરવામાં આવી હતી. તેનો સમયગાળો 3 મે સુધીનો હતો. ત્યાર બાદ ફરી લોકડાઉન-3ને બે સપ્તાહ સુધી વધારવામા આવ્યું હતું. 17 મેના રોજ આ લોકડાઉનનો છેલ્લો દિવસ હતો.

You cannot copy content of this page