Only Gujarat

FEATURED National

નોકરીના છેલ્લાં દિવસે આ IPS અધિકારીએ ઓફિસનું કર્યું એવું કારનામું કે…

નવી દિલ્હી: કેરળના સૌથી વરિષ્ઠ આઈપીએસ અધિકારીમાં સામેલ જૈકબ થૉમસ પોતાની નોકરીના અંતિમ દિવસે રવિવારે (31 મે) ઓફિસમાં નીચે જ સુઈ ગયા. 1985 બેચના આઈપીએસ ઓફિસર થૉમસના ઓફિસમાં સૂવાની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ. તેમણે આ તસીવરો શેર કરતા લખ્યું, ‘નોકરીના અંતિમ દિવસનો પ્રારંભ અને ઓફિસના રૂમમાં ઊંઘ માણી.’

હાથમાં કુહાડી સાથેની તેમની બીજી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. એવી અટકળો છે કે તેઓ પોતાની નવી ઈનિંગનો પ્રારંભ કરશે. થૉમસની તસવીરોને ફેસબુક પર 9 હજારથી વધુ શેર મળ્યા અને આ તસવીરો ટ્વિટર પર પણ ઘણા લોકો સ્ક્રિનશૉટ સાથે શેર કરી રહ્યાં છે. થૉમસ 31મે ના રોજ નિવૃત્ત થયા.

આઈપીએસ થૉમસે લોકસભા ચૂંટણી અગાઉ નિવૃત્તિ લઈ ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજ્ય સરકારે તેમનું રાજીનામું સ્વીકાર્યું નહોતું. ઉલ્લેખનીય છે કે, 35 વર્ષના લાંબા કરિયરમાં થૉમસ મોટાભાગે સાઈડલાઈન જ રહ્યાં.

તેમણે પોતાના કરિયરમાં માત્ર 4-5 વર્ષ જ યુનિફોર્મ પહેર્યો હશે. જે પછી તેઓ મોટાભાગના સમયે વિવિધ સંસ્થાનો અને સાર્વજનિક ક્ષેત્ર હેઠળની કોઈને કોઈ પોસ્ટ પર રહ્યાં હતા. થૉમસ રવિવારે મેટલ ઉદ્યોગના મેનેજિંગ ડિરેક્ટરના પદેથી નિવૃત્ત થયા.

આ કેરળ સરકારનું પબ્લિક સેક્ટર યુનિટ છે. કેરળ સરકારમાં સાર્વજનિક મેટલ ઉપકરણ અને અન્ય ઉત્પાદના નિર્માણ સાથે તેઓ જોડાયેલા રહ્યાં. થૉમસ પ્રારંભથી જ વિવાદ કે ચર્ચાઓમાં રહ્યાં. તે પછી તેમની પર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા.

કોડગુ વન ભૂમિ સંબંધિત વિવાદમાં તેમનું નામ ભ્રષ્ટાચાર કરનાર અધિકારી તરીકે સંડોવાયેલું હતું. તેમને વર્તમાન મુખ્યમંત્રી પિનારાઈ વિજયને વિજિલન્સ હેડ તરીકે નિમણૂંક આપી હતી.

You cannot copy content of this page