Only Gujarat

FEATURED National

લાડલી બહેન આવી હતી ભાઈઓને રાખડી બાંધવા, સપનામાં ય નહોતું વિચાર્યું કે આવું કંઈ કરશે

ભોપાલઃ મધ્ય પ્રદેશના શ્યોપુરમાં 4 દિવસ અગાઉ થયેલી હત્યાનો ખુલાસો રક્ષાબંધને જ પોલીસે કર્યો. આ ખુલાસામાં ચોંકાવનારી વાત સામે આવી. જેમાં ભાઈ-બહેનના સંબંધને શર્મસાર કર્યા હોવાનું સામે આવ્યું. નાની બહેનની હત્યા તેના જ મોટા ભાઈએ કરી હતી. આ હત્યામાં સામેલ 2 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે ઘરે આવેલી એક નવપરણિત યુવતીની હત્યાની તપાસના અંતે આરોપી તેનો જ મોટો ભાઈ અને નાની ભાભી જ નીકળ્યા. મૃતક બહેનને તેમના આડાસંબંધોની જાણ થઈ ગઈ હતી. જેને સંતાડવા માટે મોટા ભાઈએ પોતાની પ્રેમિકા (નાના ભાઈની પત્ની) સાથે મળી બહેનની હત્યા કરી હતી.

30 જુલાઈના સવારે લક્ષ્મણપુરા ગામમાં રક્ષાબંધન ઉજવવા સબલગઢથી પોતાના પિયર આવેલી નવપરિણીત યુવતી કવિતાનો મૃતદેહ પોલીસને ઘરની બહાર સળગેલી અવસ્થામાં મળી આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યા લાગી રહી હતી. જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સ્થિતિ સ્પષ્ટ થઈ કે આ આત્મહત્યા નહીં પણ હત્યા છે. જેની પૃષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પણ થઈ ગઈ.

આ ઘટનાને આત્મહત્યામાં ખપાવવા આરોપીઓએ ઘણો પ્રયાસ કર્યો પરંતુ તપાસ બાદ સત્ય સૌની સામે આવી ગયું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટના બાદથી પરિવારમાં ગમનું વાતાવરણ હતું અને તપાસ બાદ તો સૌના પગ તળેથી જમીન સરકી ગઈ હોઈ તેવી સ્થિતિ હતી. પાડોશીઓને પણ આ વાત પર વિશ્વાસ નહોતો થતો.

પોલીસે મૃતકના મોટા ભાઈ અને નાની ભાઈની પત્નીની કડકાઈથી પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને સંપૂર્ણ સત્ય જાહેર કરી દીધું. કવિતાએ એક રાત પહેલા જ પોતાના મોટા ભાઈ માતાદીન અને નાના ભાઈની પત્નીને આપત્તિજનક સ્થિતિમાં જોઈ લીધા હતા. જેથી બંનેએ મળી કવિતાનું ગળુ દબાવી તેની હત્યા કરી હતી અને પછી તેના મૃતદેહને સળગાવી આત્મહત્યા વડે પોતાને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

You cannot copy content of this page